ચાણસ્મા તાલુકા પંચાયત ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યોની મદદથી ભાજપના ઉમેદવારનો 12 મતથી વિજય
- કોંગ્રેસે કારોબારી અધ્યક્ષ બાદ વધુ એક હોદ્દો ગુમાવ્યોઃ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પેન્ડીંગ
ચાણસ્મા,તા.28 મે 2020, ગુરૂવાર
ચાણસ્મા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ગુરૃવારના રોજ ચુંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના કેટલાક સભ્યોનો સહયોગ મળી રહેતા ભાજપના ઉમેદવારનો ૧૧ મતોથી વિજય થયો હતો. જેના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હજુ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પેન્ડીંગ હોવાનું જાણવા મળે છે.
ભાજપ પક્ષ તરફથી ટાકોદી બેઠકના સદસ્ય ઈબ્રાહીમ જીવણખાન સોલંકી તેમજ કોંગ્રેસપક્ષ તરફથી ખારીયાલ બેઠકના સદસ્ય સરલાબેન સોવનજી ઠાકોરના ફોર્મ ભરાતા અને ચકાસણીના અંતે બંને ફોર્મ માન્ય રહેલ. જેની તા.૨૮-૫-૨૦૨૦ના રોજ ચાણસ્મા તાલુકા પંચાયત હોલમાં મિટીંગ થતાં બહુમતી માટે જરૃરી ૧૦ સભ્યોની સામે હાલની ચામસ્મા તાલુકા પંચાયતમાં ૧૮ સભ્યો પૈકી અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવામાં ભૂમિકા ભજવનાર મૂળ કોંગ્રેસના અસંતુષ્ટ-૮ સભ્યો, ભાજપના-૨ સભ્યો તેમજ અપક્ષ-૨ સભ્યો મળી ભાજપ સમર્થીત ઉમેદવાર ઈબ્રાહીમ જીવણખાન સોલંકીને કુલ ૧૨ મતો મળેલ. જ્યારે સરલાબેન સોવનજી ઠાકોરને કુલ-૬ મતો મળતાં ૨/૩ મતો સાથે ભાજપ સમર્થીત ઉમેદવારનો ઉપપ્રમુખપદે ભવ્ય વિજય થયેલ છે.
ચાણસ્મા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના વર્તમાન પ્રમુખ ગેમર દેસાઈ આગામી વર્ષ ૨૦૨૦-૨૧નુ બજેટ પણ પસાર કરાવવાનું બાકી હોઈ પ્રમુખ દ્વારા બજેટ પસારકરાવવાની આશા સાથે બે વાર ચાણસ્મા તાલુકા પંચાયતના સભાખંડમાં મિટીંગ બોલાવવામાં આવેલ. તેમાંપણ ૨/૩ સદસ્યોનું પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સામે સખત નારાજગીનું વલણ યથાવત રહેતા બજેટ નામંજૂર થથાં બે વાર નામંજૂર થયેલ બજેટ હવે ત્રીજીવાર જિલ્લા વિકાસ અધિકારી પાટણના અધિકારમાં ગયેલ છે. આ ચુંટણીમાં કોંગ્રેસની સખત હાર થતાં તેમજ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સામેની અવિશ્વાસ દરખાસ્ત પણ હજુ પેન્ડીંગ હોઈ તેમજ કોંગ્રેસ વિરુદ્ધ ૧૨ સભ્યો અકબંધ રહેતાં આગામી સમયમાં કોંગ્રેસને કદાચ પંચાયત ગુમાવવી પડે તેવી શક્યતા છે.
ભાજપ તરફી ઉપપ્રમુખના ઉમેદવારને સમર્થન કરનાર સભ્યો
૧. કૈલેશભાઈ હરીભાઈ પટેલ
૨. ધીરાજી પથુજી ચાવડા
૩. બાબુભાઈ કુબેરદાસ પટેલ
૪. રાજેશ્વરી અરવિંદભાઈ ચાવડા
૫.કૈલાસબા ભરતસિંહ સોલંકી
૬. કોકિલાબેન કનૈયાલાલ પટેલ
૭. દિનેશભાઈ મફાભાઈ પ્રજાપતિ
૮. કલાવતીબેન ગોપાળભાઈ ઠાકોર
૯. દિપીકાબેન વિષ્ણુભાઈ પટેલ
૧૦. ઈબ્રાહીમભાઈ જીવણખાન સોલંકી
૧૧. ભાથીજી વેલાજી ઝાલા
૧૨. જ્યોત્સનાબેન કનુજી ઠાકોર
કોંગ્રેસ તરફી ઉપપ્રમુખના ઉમેદવારને સમર્થન કરનાર સભ્યો
૧. ઘેમરભાઈ ઓધારભાઈ દેસાઈ
૨. નીતાબેન દિનેશભાઈ ચૌધરી
૩. સુશીલાબેન ખેગારભાઈ પરમાર
૪. સરલાબેન સોવનજી ઠાકોર
૫. બબીબેન જીતેન્દ્રભાઈ પટેલ