Gujarat

રાધનપુરના ગોતરકા ગામેથી 71 હજારનો વિદેશીદારૃ ઝડપાયો

By GS Team
31 Oct 20211 min read
This article was originally published on 31 Oct 2021
રાધનપુરના ગોતરકા ગામેથી 71 હજારનો વિદેશીદારૃ ઝડપાયો

રાધનપુર,તા.૩૧

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામના ઈસમ દ્વારા વેચાણ કરવા માટે વિદેશી દારૃ પોતાના ઘરની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં સંતાડેલ હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રાત્રે રેડ કરી અલગ અલગ કંપનીની વિદેશી દારૃની બોટલો અને બીયરના ટીન ઝડપી પાડયા હતા.

રાધનપુર પોલીસ સ્ટાફ ૩૦ મી ઓક્ટોબરના રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ ચોક્કસ બાતમી આધારે તાલુકાના ગોતરકા ગામના ભોજાભાઇ અરજણભાઈ આહીર ના કબજા ભોગવટા ના મકાનમાં પોલીસે રેડ કરી હતી. મકાનના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં વિલાયતી નળીયા નો ઢગલો પડેલો હતો જેને હટાવી પોલીસે તપાસ કરતા તેની નીચેથી અલગ અલગ કંપનીની કાગળના પુઠાની વિદેશી દારૃની  પેટીઓ પડેલી પોલીસને મળી આવી હતી. પોલીસે ઝીણવટભરી તપાસ કરતા ૧૮૦ મિલીની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની ૭૧૪ બોટલો તેમજ ૫૦૦ મીલીના બીયરના ટીન ૯૦ મળી કુલ ૮૦૪ દારૃ બિયરની બોટલો કિંમત રૃપિયા ૭૧,૪૯૦ નો પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.