Patan

સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં એકમે 50000 યાત્રિકો ઉમટી પડ્યાં, બારસથી લઈને પૂનમ સુધી સાડા પાંચ લાખ યાત્રિકોએ મુલાકાત લીધી

By GS Team
26 Nov 20262 mins read
TukuTouch Logo
સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળાએ મધ્યાંતરે પહોંચતા જ શહેરીજનો અને આસપાસના ગામોના લોકોની ભારે ભીડ જોવા મળી. 21 નવેમ્બરે શરૂ થયેલા મેળામાં અત્યાર સુધીમાં 6 લાખથી વધુ યાત્રિકોએ મુલાકાત લીધી છે. ખાસ કરીને રાત્રી દરમિયાન અવનવી રોશનીથી ઝળહળી ઉઠેલા મેળામાં ઝીરો ગ્રેવીટી રાઈડ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં એકમે 50000 યાત્રિકો ઉમટી પડ્યાં, બારસથી લઈને પૂનમ સુધી સાડા પાંચ લાખ યાત્રિકોએ મુલાકાત લીધી

Siddhpur Kartiki Purnima Fair : સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાનો મેળો હવે બુધવારે મધ્યાંતરે પહોંચતા મેળામાં પાંચમાં દિવસે સિદ્ધપુરના શહેરીજનો તેમજ આસપાસના ગામોમાંથી લોકો રાત્રીએ મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. જેમાં રાત્રી દરમિયાન વિવિધ રાઈડ્સ પર અવનવી રોશનીથી મેળો ઝળહળી ઉઠ્યો હતો. જેમાં એકમના દિવસે 50 હજાર યાત્રિકોએ મેળાને મહાલ્યો હતો.

સિદ્ધપુરના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં અંદાજીત છ લાખ યાત્રિકો ઉમટ્યા

સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ તા. 21 નવેમ્બર શનિવારના રોજ કરવામાં આવ્યો હતો. મેળાના પાંચમા દિવસે સિદ્ધપુર શહેર તેમજ આસપાસનાં ગામનાં લોકોએ મોટી સંખ્યામાં મેળાનો આનંદ લીધો હતો. પૂનમની રાત્રીએ શહેરીજનો મેળા સ્થળે ઉમટી પડ્યાં હતા. જ્યારે પૂનમે ઘરે આવેલા મહેમાનો જતા શહેરીજનોએ પણ મેળાનો આનંદ માણ્યો હતો. છેલ્લા ચાર દિવસથી ચાલતો લોકોત્સવ એકમે રંગબેરંગી અવનવી રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ખાસ કરીને એકમે વર્ષોથી શહેરમાં દરેકના ઘરે મહેમાન હોય છે. જેની આગતા-સ્વાગતામાં શહેરીજનો લાગેલાં હોય છે. જેથી પૂનમ બાદ મહેમાનો વિદાય લેતા શહેરીજનો મેળાની છેલ્લાં બે દિવસ મજા માણે છે. બારસથી લઈને પૂનમ સુધી સાડા પાંચ લાખ યાત્રિકો આવ્યા હતા. એકમે વધુ યાત્રિકો આવતાં સિદ્ધપુરમાં 6 લાખ યાત્રિકોએ મુલાકાત લીધી હતી.

મેળામાં સૌથી વધુ ઝીરો ગ્રેવીટી રાઈડ્સ આકર્ષણનું કેન્દ્ર

સિદ્ધપુર કાત્યોકના મેળામાં સૌથી વધુ ચર્ચાસ્પદ ઝીરો ગ્રેવીટી રાઈડ્સ જોવા મળી હતી. કારણ કે કાત્યોકના મેળામાં આ રાઈડ્સ સૌ પ્રથમવાર જોવા મળી હતી. આ રાઈડ્સમાં કેન્દ્ર ત્યાગી બળને કારણે મુસાફરોને ખાસ અનુભવ થાય છે. આ રાઈડ શરૂ થતાં જ તેની ગતિ ધીમે ધીમે વધે છે અને સેન્ટ્રિફ્યુગલ ફોર્સના કારણે મુસાફરોને સીટ સાથે ચોંટેલા હોવાનો અનુભવ થાય છે. રાઈડની ગતિ અને હલનચલનને કારણે જાણે ગુરુત્વાકર્ષણની અસર ઓછી થઈ હોય તેવો અહેસાસ થાય છે.