Panchmahal

VIDEO| પાવાગઢ: નવરાત્રિ પહેલાં જ મહાકાળીના ધામમાં ભક્તોની સુનામી, ચાંપાનેરથી માંચી સુધી માનવ મહેરામણ ઉમટ્યું

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
આવતીકાલથી શરૂ થતી આસો નવરાત્રિ પૂર્વે પાવાગઢ ખાતે માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શનિવાર-રવિવારની રજાઓ અને નવરાત્રિ પૂર્વે માતાજીના આશીર્વાદ લેવા હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. ચાંપાનેરથી માંચી અને મંદિર સુધી ભક્તોની સુનામી જોવા મળી, જ્યાં 'જય મહાકાળી'ના નાદ ગુંજી ઉઠ્યા. રોપ-વે અને પગથિયાં પર લાંબી કતારો લાગી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| પાવાગઢ: નવરાત્રિ પહેલાં જ મહાકાળીના ધામમાં ભક્તોની સુનામી, ચાંપાનેરથી માંચી સુધી માનવ મહેરામણ ઉમટ્યું

Pavagadh Devotees Crowd Before Navratri: આવતીકાલ રવિવાર(11 ઑક્ટોબર)થી શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તેના આગલા દિવસે જ યાત્રાધામ પાવાગઢ ખાતે માઇભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. શનિવાર અને રવિવારની સળંગ રજાઓ હોવાથી તેમજ નવરાત્રિના આગમન પૂર્વે જ માતાજીના આશીર્વાદ લેવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા છે, જેના કારણે સમગ્ર ડુંગર પર ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે.

ચાંપાનેરથી માંચી અને મંદિર સુધી ભક્તોની સુનામી

તળેટીમાં આવેલા ઐતિહાસિક ચાંપાનેરથી લઈને માંચી અને ત્યાંથી ઉપર મા મહાકાળીના નિજ મંદિર સુધી માત્રને માત્ર દર્શનાર્થીઓ જ નજરે પડી રહ્યા છે. માતાજીના દર્શન માટે પાવાગઢ પર ભક્તોની જાણે સુનામી આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 'જય અંબે' અને 'જય મહાકાળી'ના જયઘોષ સાથે સમગ્ર પાવાગઢ પરિસર ભક્તિમય વાતાવરણમાં ગૂંજી ઉઠ્યું છે.

રોપ-વે અને પગથિયાં પર દર્શનાર્થીઓની લાંબી કતારો

નવરાત્રિ પૂર્વે માતાજીના દર્શનનો વિશેષ મહિમા હોવાથી ગુજરાત સહિત પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માઇભક્તો આવ્યા છે. ચાંપાનેરથી માંચી સુધીના રસ્તાઓ પર વાહનોની અને માઈ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યારે રોપ-વે સર્વિસ અને પગથિયાવાળા માર્ગ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

આવતીકાલે આસો નોરતાના પ્રથમ દિવસે આ ભીડમાં હજુ પણ મોટો વધારો થવાની શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને દર્શન વ્યવસ્થા સુચારુ રહે તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.