Panchmahal

પંચમહાલ: ગોધરામાં ગૌવંશ તસ્કરી અને હત્યા આચરતી ગેંગ સામે 'ગુજસીટોક' હેઠળ ગુનો દાખલ, એક આરોપીની ધરપકડ

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
પંચમહાલ LCBએ ગોધરામાં ગૌવંશની તસ્કરી-હત્યા કરતી ગેંગ સામે લાલ આંખ કરી છે. પોલીસે 6 આરોપીઓ સામે 'ગુજસીટોક' હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ લાંબા સમયથી ગૌવંશની ગેરકાયદે તસ્કરી અને હત્યા જેવા ગુનાઓમાં સક્રિય હતી. એક આરોપી અનસ બદામ ઝડપાયો છે, જ્યારે અન્ય 5ની શોધખોળ ચાલુ છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: ગોધરામાં ગૌવંશ તસ્કરી અને હત્યા આચરતી ગેંગ સામે 'ગુજસીટોક' હેઠળ ગુનો દાખલ, એક આરોપીની ધરપકડ

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં ગૌવંશની તસ્કરી અને હત્યા સહિતના ગંભીર ગુનાઓ આચરતી અસામાજિક તત્ત્વોની ગેંગ સામે પંચમહાલ એલસીબી (LCB) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગોધરામાં સક્રિય એવી એક શાતિર ગેંગના 6 આરોપીઓ સામે પોલીસે 'ગુજસીટોક' (GCTOC)ના કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ આકરા પ્રહારથી પંથકના ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

અગાઉના ગંભીર ગુનાઓ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

પંચમહાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ ગેંગના સભ્યોનો મોટો ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો હતો. આ ગેંગ લાંબા સમયથી ગોધરા અને આસપાસના વિસ્તારોમાં ગૌવંશની ગેરકાયદે તસ્કરી અને હત્યા જેવા ગંભીર અને અસામાજિક ગુનાઓમાં સક્રિય હતી. પોલીસે તપાસ દરમિયાન ગેંગની ચોંકાવનારી ગુનાઈત પ્રવૃત્તિઓ અને ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.

એક આરોપી ઝડપાયો, અન્યની શોધખોળ તેજ

ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને સઘન દરોડા પાડ્યા હતા. જે કાર્યવાહી દરમિયાન ગેંગના એક આરોપી અનસ બદામની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ગેંગના બાકીના પાંચ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને અલગ-અલગ ટીમો બનાવી શોધોખોળ તેજ કરી છે.