Panchmahal

ગોધરા: રક્ષાબંધન વખતે પારિવારિક ડખો! માઠું લાગતાં પિતાને ફોન કરી તલાટી પુત્રએ ગળાફાંસો ખાધો

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
પંચમહાલના ગોધરામાં કાલોલ તાલુકાના તલાટી સુરસીંગ રાઠોડે પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. રક્ષાબંધન દરમિયાન થયેલા પારિવારિક વિવાદને કારણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે. આપઘાત પહેલાં તેમણે પિતાને ફોન કરી જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરા: રક્ષાબંધન વખતે પારિવારિક ડખો! માઠું લાગતાં પિતાને ફોન કરી તલાટી પુત્રએ ગળાફાંસો ખાધો

Talati Self-destruction In Godhra Panchmahal: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા યુવકે ગોધરા સ્થિત પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલાં યુવકે પિતાને ફોન કરીને જીવન ટૂંકાવવાની વાત કરી હતી. પારિવારિક વિવાદના કારણે આ આકરું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

ગોધરામાં તલાટીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના વતની અને હાલ ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીમાં રહેતા સુરસીંગ રાઠોડ કાલોલ તાલુકામાં તલાટી તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તાજેતરમાં રક્ષાબંધનના તહેવાર દરમિયાન તેમના પરિવારમાં કોઈ બાબતે વિવાદ સર્જાયો હતો.

આપઘાત પહેલાં પિતાને ફોન કર્યો હતો

સુરસીંગ રાઠોડે અંતિમ પગલું ભરતા પહેલા પિતાને ફોન કર્યો હતો અને પોતે જીવન ટૂંકાવી રહ્યા હોવાની વાત કરી હતી. તલાટીએ આપઘાત કર્યો હોવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.