પંચમહાલ: ગોધરામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 'બુલેટ રાજા'ઓ સામે પોલીસની કાર્યવાહી, મોડિફાઇડ સાઇલેન્સર રાખનાર 16 બુલેટ ડિટેઇન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

16 Bullet Motorcycles Detained in Godhra Mega Drive Panchmahal: પંચમહાલના ગોધરા શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવીને જાહેર માર્ગો પર કાનના પડદા ફાડી નાખે તેવો અવાજ કરતા બુલેટચાલકો સામે ગોધરા સિટી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ યોજાયેલી વિશેષ મેગા ડ્રાઇવ દરમિયાન અંદાજે 16 જેટલી બુલેટો ડિટેઇન કરવામાં આવ્યા છે, ત્યારે મોડિફાઇડ સાઇલેન્સર લગાવનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ગોધરામાં 'ધ્વનિ પ્રદૂષણ' ફેલાવતા 'બુલેટ રાજા'ઓ સામે પોલીસની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, ગોધરા શહેરમાં ખાસ કરીને હોસ્પિટલ, શાળા અને જાહેર માર્ગો પર બુલેટના મોડિફાઇડ સાઇલેન્સરથી થતા 'ધ્વનિ પ્રદૂષણ'ને લઈને નાગરિકોમાં અસંતોષ જોવા મળતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે આવા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની ડ્રાઇવ દરમિયાન બુલેટોમાં લગાવવામાં આવેલા નિયમવિરુદ્ધ મોડિફાઇડ સાઇલેન્સર કાઢીને જપ્ત કરવામાં આવ્યા હતા.
મોડિફાઇડ સાઇલેન્સર રાખનાર 16 બુલેટ ડિટેઇન
આ સાથે જ વાહનચાલકોના જરૂરી દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. બુલેટના નામે ઘોંઘાટ કરનારા વાહનચાલકો માટે ચેતવણીરૂપ કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ભય જોવા મળ્યો છે. આમ, જાહેર રસ્તાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરીને નાગરિકોની શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.




