Panchmahal

પહેલા નોરતે પાવાગઢમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો, મા મહાકાળીના દર્શને પહોંચ્યા હજારો શ્રદ્ધાળુઓ

By GS Team
11 Oct 20262 mins read
TukuTouch Logo
આસો નવરાત્રિ 2026ના પ્રારંભે પંચમહાલના સુપ્રસિદ્ધ પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે. વહેલી સવારે 5 વાગ્યે મંદિર ખુલતા જ ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ માના દર્શનાર્થે પહોંચ્યા હતા. 1300થી વધુ પોલીસ જવાનો, 75 વિશેષ ST બસો અને 60 સભ્યોની તબીબી ટીમ સાથે સુરક્ષા-સુવિધાનું કડક આયોજન કરાયું છે. ભક્તિમય વાતાવરણમાં 'જય માતાજી'ના નાદથી પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલા નોરતે પાવાગઢમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો, મા મહાકાળીના દર્શને પહોંચ્યા હજારો શ્રદ્ધાળુઓ

Pavagadh Mahakali Temple Devotees Rush: આસો નવરાત્રિ 2026ના પાવન પર્વનો આજથી પ્રારંભ થતાં જ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો છે. જગતજનની મા મહાકાળીના દર્શન અને આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પાવાગઢ ડુંગર પર પહોંચી ગયા છે.

સવારે 5 વાગ્યે મંદિર ખુલ્લું મુકાયું, લાંબી કતારો લાગી

પહેલા નોરતાની પવિત્ર મંગળા આરતી અને માતાજીના દર્શનનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો શનિવાર મોડી સાંજથી જ પાવાગઢ ડુંગર ખાતે એકત્રિત થવા લાગ્યા હતા. રવિવારે વહેલી સવારે 5 વાગ્યે માતાજીના મંદિરના દ્વાર ખોલવામાં આવતાની સાથે જ સમગ્ર પાવાગઢ શક્તિપીઠ ‘જય માતાજી’ અને ‘જય મહાકાળી’ના ભક્તિમય નાદથી ગુંજી ઊઠ્યું હતું. મંદિર પરિસરમાં માઈભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ શિશ નમાવી ધન્યતા અનુભવી હતી.

1300થી વધુ પોલીસ જવાનો અને વિશેષ સુવિધાઓ

નવરાત્રિ મહોત્સવ દરમિયાન દર્શનાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને કડક આયોજન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ભીડ નિયંત્રણ માટે 1300થી વધુ પોલીસ જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

યાત્રાળુઓને પાવાગઢ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે એસ.ટી. નિગમ દ્વારા ૭૫ વિશેષ એસ.ટી. બસો દોડાવવામાં આવી રહી છે. કોઈપણ તબીબી ઈમરજન્સીને પહોંચી વળવા માટે 60 સભ્યો ધરાવતી તબીબી ટીમ ડુંગર તળેટી અને મંદિર વિસ્તારમાં ખડેપગે કાર્યરત કરવામાં આવી છે. તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને સુગમ અને સુરક્ષિત દર્શન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.