NRI News

કેનેડામાં વોટરપાર્કમાં ડઝનેક લોકોની શારીરિક છેડતી કરનારા ભારતીયની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે

By GS Team
13 Jul 20242 mins read
This article was originally published on 13 Jul 2024
TukuTouch Logo
કેનેડામાં ન્યુ બ્રુન્સવિક પ્રાંતમાં મોન્કટન શહેરમાં આવેલાં એક વૉટર પાર્કમાં 25 વર્ષનો એક ભારતીયએ શારીરિક છેડછાડ કરવાના ચાળે ચડી 12 લોકોની છેડતી કરતાં પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. નોવા સ્કોટિયાના હેલીફેસ ખાતે વસતાં આ ભારતીયની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા સાત જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ ભારતીયને હાલ કસ્ટડીમાંથી છોડી મુકવામાં આવ્યો છે પણ 24 ઓક્ટોબરે તેને મોન્કટન પ્રોવિન્સિયલ કોર્ટમાં આગળની કાર્યવાહી માટે હાજર કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડામાં વોટરપાર્કમાં ડઝનેક લોકોની શારીરિક છેડતી કરનારા ભારતીયની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાશે
(Facebook/@alicia.hill.611072)

Indian man arrested in Canada for Groping: કેનેડામાં ન્યુ બ્રુન્સવિક પ્રાંતમાં મોન્કટન શહેરમાં આવેલાં એક વૉટર પાર્કમાં 25 વર્ષનો એક ભારતીયએ શારીરિક છેડછાડ કરવાના ચાળે ચડી 12 લોકોની છેડતી કરતાં પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. નોવા સ્કોટિયાના હેલીફેસ ખાતે વસતાં આ ભારતીયની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા સાત જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ ભારતીયને હાલ કસ્ટડીમાંથી છોડી મુકવામાં આવ્યો છે પણ 24 ઓક્ટોબરે તેને મોન્કટન પ્રોવિન્સિયલ કોર્ટમાં આગળની કાર્યવાહી માટે હાજર કરવામાં આવશે.

વોટરપાર્કમાં ભારતીયએ કિશોરી સહિત બારની છેડતી કરી

પોલીસે આ વ્યક્તિની ઓળખ છતી કરી નથી પણ તેની ધરપકડનો વીડિયો ઇન્ટરનેટ પર સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ ગયો હતો. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલાં નિવેદનમાં સાત જુલાઇએ આ ઘટના સ્થળે રહેલાં લોકોને જો તેઓ જાતીય છેડતીનો ભોગ બન્યા હોય તો આગળ આવી ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું છે.

ભોગ બનેલી એક સગીર માતાએ વ્યક્તિનો ફોટો ફેસબુક પર શેર કર્યો 

આ યુવક દ્વારા કરવામાં આવેલી જાતીય છેડછાડનો ભોગ બનેલી એક સગીર વયની કિશોરીની માતાએ આ વ્યક્તિનો ફોટો ફેસબુક પર મુક્યો હતો અને અન્ય માતાપિતાઓને આ માણસના વર્તન સામે સાવધ રહેવાની ચેતવણી આપી હતી. 

આ મહિલાએ જણાવ્યું હતું કે તે અન્ય ભારતીય લોકોના જૂથ સાથે હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ માણસ વોટરપાર્કમાં ફરતો હતો અને જે હાથે ચડે તેની શારીરિક છેડતી કરતો હતો. આ વ્યક્તિએ તેમની છેડતી કરી હોવાની 12 લોકોએ જુબાની આપી હતી. આ વ્યક્તિની હરકતનો ભોગ બનનારામાં કેટલાક તો 16 વર્ષથી પણ નાની વયના છે. પોલીસે આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે જઈ આ  શખ્સની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: આ દેશો સ્થાયી થવા માટે લાખો રૂપિયા ઓફર કરે છે, વિવિધ સુવિધાઓ સાથે માઈગ્રન્ટ્સને આકર્ષે છે