NRI News

અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી, બંને 5 મહિનાથી અલગ રહેતા હતા

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના શિકાગોમાં એક ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. મૂળ ગુજરાતી એવા 31 વર્ષના અંકુર પટેલે પોતાની 32 વર્ષની પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી છે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી ભારત ભાગી જવાની ફિરાકમાં શિકાગોના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચી ગયો હતો. જોકે, શિકાગો પોલીસે ફિલ્મી સ્ટાઈલથી ઍરપૉર્ટ પર પહોંચીને તપાસના અંતે અંકુરને દબોચી લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી, બંને 5 મહિનાથી અલગ રહેતા હતા

Chicago Gujarati man arrested: અમેરિકાના શિકાગોમાં એક ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. મૂળ ગુજરાતી એવા 31 વર્ષના અંકુર પટેલે પોતાની 32 વર્ષની પત્નીની ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી છે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી ભારત ભાગી જવાની ફિરાકમાં શિકાગોના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચી ગયો હતો. જોકે, શિકાગો પોલીસે ફિલ્મી સ્ટાઈલથી ઍરપૉર્ટ પર પહોંચીને તપાસના અંતે અંકુરને દબોચી લીધો હતો.

ચાર-પાંચ મહિનાથી અલગ રહેતી પત્ની સહ-કર્મચારીને ડેટ કરતી હતી

મળતી માહિતી મુજબ, અંકુર પટેલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો અને વારંવાર ઝઘડા થતા હતા. ગત મે મહિનાથી પત્ની પોતાની દીકરીને અંકુર પાસે મૂકીને અલગ રહેવા લાગી હતી. અલગ થયા બાદ પત્ની ઓફિસના જ એક પુરુષ સહ-કર્મચારીને ડેટ કરી રહી હોવાની જાણ અંકુરને થઈ હતી. એ પછી અંકુરે પત્નીને દીકરી સાથે વાત કરવાનું પણ બંધ કરાવી દીધું હતું. અંકુર તેને વારંવાર પોતાની પાસે પાછી આવી જવાનું કહેતો હતો, પરંતુ પત્ની તેના નવા પાર્ટનર સાથે જ રહેવા માંગતી હતી, જેને કારણે બંને વચ્ચે અવારનવાર તીવ્ર ઝઘડા થતા હતા.

દીકરીને મળવાના બહાને ઘરે બોલાવીને હત્યા કરી

દરમિયાન, અંકુરે પત્નીને કહ્યા વગર જ પોતાની દીકરીને પેરેન્ટ્સ પાસે ભારત મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે પત્નીને એવું કહીને ઘરે બોલાવી હતી કે દીકરી તેને મળવા માંગે છે. પત્ની જ્યારે દીકરીને મળવાની ઇચ્છાથી ઘરે આવી, ત્યારે અંકુરે તેને ફરીથી સાથે આવી જવા અને સાથે રહેવા વિનંતી કરી હતી. પરંતુ પત્નીએ સાથે આવવાની સ્પષ્ટ ના પાડી દેતા ઉશ્કેરાયેલા અંકુરે છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી.

એરપોર્ટ પરથી ધરપકડ અને પોલીસ પૂછપરછમાં ગુનાની કબૂલાત

પત્નીની હત્યા કર્યા બાદ અંકુર એપાર્ટમેન્ટમાંથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ કોઈ પરિચિત વ્યક્તિ ઘરે આવતા તેણે પત્નીનો રક્તરંજિત મૃતદેહ જોયો હતો અને તરત જ પોલીસને જાણ કરી હતી. બીજી તરફ, હત્યા કરી ચૂક્યા બાદ અંકુર શિકાગોના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી ભારત ભાગી છૂટવાની પેરવીમાં હતો, પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરીને તેને ઍરપૉર્ટ પરથી જ ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન અંકુર ભાંગી પડ્યો હતો અને તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે પત્નીને મારી નાખવાનો તેનો ઈરાદો ન હતો, પરંતુ પત્નીએ બીજા પાર્ટનર સાથે જ રહેવાની જીદ પકડી રાખતા તે ગુસ્સામાં આવી ગયો હતો અને આ આવેગમાં આવીને છરીના ઘા મારી દીધા હતા.