આગામી વર્ષોમાં ટેક્નોલોજી આધારિત છેતરપિંડીઓ વધશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આગામી વર્ષોમાં જે ડિજિટલ ફ્રોડ થવાના છે તેમાં ૬૭ ટકા ફ્રોડ બાયોમેટ્રિક ફ્રોડ હશે. તે ઉપરાંત ૫૬ ટકા જેટલા સિન્થેટિક આઈડેન્ટિટિ ફ્રોડ આકાર લેવા માંડશે. દુનિયાભરના મોબાઈલ, કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ અને સોફ્ટવેરમાં એડવાન્સ એઆઈ આધારિક હુમલામાં ૪૪ ટકા જેટલો વધારો જોવા મળશે ઃ સૌથી વધારે ચિંતા ડિપફેક મુદ્દે વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ અંદાજે ૪૪ ટકા જેટલો વધારો જોવા મળશે તેવો વરતારો છે. નકલી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવવાની કામગીરીમાં પણ ૪૪ ટકા જેટલો ઉછાળો જોવા મળશે. આ ઉપરાંત ૩૩ ટકા ગુના ડેટા બ્રિચ દ્વારા આઈડેન્ટિટી થેફ્ટના વધી જવાની શક્યતાઓ દેખાઈ રહી છે ઃ આપણે સૌથી પહેલાં તો ડિજિટલ હાઈજીન શિખવાની અને રાખવાની જરૂર છે. દરેક ઓનલાઈન એકાઉન્ટ માટે અલગ અને જટિલ પાસવર્ડ રાખો. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (૨ખછ) હંમેશા ચાલુ રાખો. અજાણ્યા કોલ્સ અને વીડિયો પ્રત્યે સાવધ રહો. જાણીતા લોકોના અવાજમાં કે પ્રોફાઈલ દ્વારા પૈસાની માગણી કરાય ત્યારે ચકાસણી કરો. સોશિયલ મીડિયા પર મર્યાદિત માહિતી શેર કરો
આજનો યુગ એ ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનનો યુગ છે. આપણું રોજિંદુ જીવન, બેન્કિંગ વ્યવહારો, શોપિંગથી માંડીને વ્યાપારી સોદાઓ બધું જ ઓનલાઇન પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ ગયું છે. આમ જોવા જઈએ તો ટેકનોલોજીએ આપણું કામ જેટલું સરળ બનાવ્યું છે, તેટલું જ ગુનેગારો અને છેતરપિંડી કરનારાઓ માટે પણ નવા રસ્તાઓ ખોલી આપ્યા છે. હવે પરંપરાગત ચોરી કે લૂંટફાટના દિવસો ગયા, તેનું સ્થાન અત્યાધુનિક ડિજિટલ ક્રાઇમે લઈ લીધું છે. છેલ્લાં ઘણા સમયથી સાઈબર ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે. તેમાંય જાણકારો માને છે કે, આગામી સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ થકી વધુ ગંભીર અને મોટા સાઈબર ગુનાઓ થશે.
થોડા સમય પહેલાં જ સેમસબ ફ્રોડ રિપોર્ટ ૨૦૨૫ રજૂ થયો હતો જેમાં ભવિષ્યમાં થનારા અને હાલમાં જેની સૌથી વધારે શક્યતાઓ દેખાઈ રહી છે તેવા સાઈબર ગુના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જાણકારો દ્વારા આ અહેવાલમાં ભવિષ્યમાં આકાર લેનારા ગુનાઓ અંગે ભવિષ્યવાણી જ કરવામાં આવી હતી. તેઓ માને છે કે, ભવિષ્યમાં ગુનાઓનું સ્વરૂપ વધારે હાઈટેક અને વધારે ગંભીર બની જશે. અહેવાલો અનુસાર વિશ્વભરના જાણકારો માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) અને અન્ય એડવાન્સ ડેટા ટૂલ્સના કારણે છેતરપિંડીની ગતિ અત્યંત ઝડપી અને વધુ આકરી બની રહી છે.
જાણકારો દ્વારા જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે, આગામી વર્ષોમાં જે ડિજિટલ ફ્રોડ થવાના છે તેમાં ૬૭ ટકા ફ્રોડ બાયોમેટ્રિક ફ્રોડ હશે. તે ઉપરાંત ૫૬ ટકા જેટલા સિન્થેટિક આઈડેન્ટિટિ ફ્રોડ આકાર લેવા માંડશે. દુનિયાભરના મોબાઈલ, કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક સિસ્ટમ અને સોફ્ટવેરમાં એડવાન્સ એઆઈ આધારિક હુમલામાં ૪૪ ટકા જેટલો વધારો જોવા મળશે. સૌથી વધારે ચિંતા ડિપફેક મુદ્દે વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ અંદાજે ૪૪ ટકા જેટલો વધારો જોવા મળશે તેવો વરતારો છે. નકલી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવવાની કામગીરીમાં પણ ૪૪ ટકા જેટલો ઉછાળો જોવા મળશે. આ ઉપરાંત ૩૩ ટકા ગુના ડેટા બ્રિચ દ્વારા આઈડેન્ટિટી થેફ્ટના વધી જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ઓર્ગનાઈઝ્ડ ફ્રોડ નેટવર્કમાં પણ ૨૨ ટકા જેટલો વધારો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આ અહેવાલને વિગતે સમજીએ તો તેમાં ઘણી મોટી ચિંતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે આપણી ફિંગરપ્રિન્ટ, ફેસ આઇડી કે વોઇસ રેકગ્નિશન એ સુરક્ષાના સૌથી મજબૂત સ્તરો છે, જેને કોઈ તોડી શકતું નથી. ઘણી બેંકો, ફાયનાન્સિયલ ઇન્સ્ટિટયુશન્સ અને મોબાઇલ એપ્સ યુઝર્સની ઓનબોર્ડિંગ પ્રક્રિયા માટે એટલે કે વેરિફિકેશન માટે બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટ આઘાતજનક દાવો કરે છે કે ૬૭% જાણકારોના મતે આગામી સમયમાં સૌથી મોટો વધારો બાયોમેટ્રિક ફ્રોડમાં થશે. ગુનેગારો હવે યુઝર્સના ચહેરાના હાવભાવ અને વોઇસ સેમ્પલને ચોરી કરીને કમ્પ્યુટર પ્રોગ્રામ્સ દ્વારા તેને રી-ક્રિએટ કરી રહ્યા છે. બીજી તરફ સિન્થેટિક આઈડેન્ટિટી એટલે કે બનાવટી અને સાચી માહિતીનું મિશ્રણ કરીને કાલ્પનિક ઓળખ ઊભી કરીને છેતરપિંડી કરાઈ રહી છે. અર્ધસત્ય દ્વારા આઈડેન્ટિટિ ચોરીને લોકોની સાથે લૂંટ ચલાવવામાં આવશે. આ પ્રકારની નકલી આઇડેન્ટિટીથી ખોટા બેંક ખાતાઓ ખોલવામાં આવે છે, ક્રેડિટ કાર્ડ મેળવવામાં આવે છે અથવા લોન લેવામાં આવે છે. સમય જતા ખાતા ડિફોલ્ટ થાય છે અને બેન્ક કે નાણાકિય એજન્સી જ્યારે તપાસ કરે ત્યારે તેવી કોઈ વ્યક્તિ અસ્તિત્વ જ ધરાવતી નથી તેવું સામે આવે છે.
બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) જેટલું ફાયદાકારક છે, તેટલું જ તે ગુનેગારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જાણકારો માને છે કે છૈં-આધારિત હુમલાઓ વધુ ઘાતક બનશે. હવે છૈં ટૂલ્સના કારણે આ આખી પ્રક્રિયા 'ઓટોમેટેડ' થઈ ગઈ છે. આગામી સમયમાં છૈં લાખો યુઝર્સના ડેટા પેટર્નનો અભ્યાસ કરીને એક જ સેકન્ડમાં હજારો સાયબર હુમલાઓ પ્લાન કરી શકે છે જે માનવીય બુદ્ધિ માટે પકડવા મુશ્કેલ હોય છે. તે ઉપરાંત ડીપફેક ટેકનોલોજી એટલે છૈં ની મદદથી કોઈ વ્યક્તિનો ચહેરો, હાવભાવ કે અવાજની નકલ કરવી પણ સરળ અને સહજ થઈ જશે. ગમે ત્યારે બેન્કના અધિકારી, ફાઈનાન્સ મેનેજર કે મોટી કંપનીના માલિક કે સીઈઓના નામે ફેક કોલ કરીને લોકો સાથે કરોડોની છેતરપિંડી પણ સરળતાથી કરી શકાય છે. છેલ્લાં બે વર્ષમાં જ તેના ઘણા દાખલા સામે આવ્યા હતા. આગામી સમયમાં તેનું પ્રમાણ ઘણું વધવાની શક્યતાઓ છે.
આ ઉપરાંત ચિંતાજનક બાબત એ છે કે, વર્તમાન સમયમાં ડિજિટલ પાસપોર્ટ, લાઈસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ વગેરે મોકલવાનું, અપલોડ કરવાનું કે વેરિફિકેશન કરવાનું પ્રમાણ વધારે છે. એડવાન્સ એઆઈ દ્વારા આ બધા જ દસ્તાવેજોનું ક્લોનિંગ કરીને તેનો દૂરુપયોગ કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ઓનલાઈન લોન પ્રોવાઈડર્સ અથવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ જ્યાં ફિઝિકલ દસ્તાવેજ ચકાસવામાં આવતા નથી, ત્યાં આ સ્કેમ ખૂબ જ વ્યાપકપણે આચરવામાં આવી રહ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયા, મેટ્રિમોનિયલ સાઈટ્સ, ડેટિંગ એપ્સ કે જોબ એપ્સ ઉપર ફેક પ્રોફાઈલ્સની પણ ભરમાર છે. જનરેટિવ એઆઈ દ્વારા નકલી વ્યક્તિના ફોટા બનાવીને પ્રોફાઈલ બનાવાય છે અને લોકો સાથે ડિજિટલ છેતરપિંડી કરવામાં આવે છે. ફેક પ્રોફાઈલ દ્વારા વેપાર ઉપરાંત સંબંધોમાં પણ છેતરપિંડીના ઘણા કિસ્સા બની રહ્યા છે અને ભવિષ્યમાં તેનો વધુ ભયાનક ઉપયોગ થવાની ચિંતા સેવાઈ રહી છે.ચિંતાજનક બાબત એવી પણ છે કે, આગામી સમયમાં ડેટા બ્રિચનું પણ મોટું જોખમ ઊભું થયા તેમ છે. મોટી મોટી કંપનીઓ, બેન્ક, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના સર્વર હેક કરીને લાખો, કરોડો લોકોના ડેટા ચોરવાનું કામ અત્યારે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં તે વધારે સરળતાથી અને એડવાન્સ ટેક્નોલોજી દ્વારા થઈ શકે તેમ જાણકારો માની રહ્યા છે. તેના પગલે સતર્કતા દાખવવામાં નહીં આવે તો વ્યાપક નુકસાન જવાની ભીતિ છે. મહત્ત્વની વાત એ છે કે, અત્યાર સુધી છેતરપિંડી સામાન્ય રીતે કોઈ એકલ-દોકલ હેકર કે નાની ગેંગ દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ હવે, ફ્રોડનું પણ જાણે કે ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન થઈ ગયું છે. આ આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો કંપનીઓની જેમ કામ કરે છે. તેમની પાસે અદ્યતન આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પગારદાર સોફ્ટવેર ડેવલપર્સ અને કોલ સેન્ટર્સ હોય છે. તેઓ એક દેશમાં બેસીને બીજા દેશના નાગરિકોને ટાર્ગેટ કરે છે, જેના કારણે સ્થાનિક પોલીસ કે કાયદાકીય એજન્સીઓ માટે તેમને પકડવા અત્યંત કઠિન બની જાય છે. ક્રિપ્ટોકરન્સીના આગમનથી મની લોન્ડરિંગ અને ભંડોળની હેરાફેરી પણ આ નેટવર્ક્સ માટે વધુ સરળ બની ગઈ છે.
આ બદલાતા સમયમાં માત્ર કંપનીઓએ જ નહીં, પરંતુ આપણે વ્યક્તિગત સ્તરે પણ ભારે સાવચેતી રાખવાની જરૂર છે. આપણે સૌથી પહેલાં તો ડિજિટલ હાઈજીન શિખવાની અને રાખવાની જરૂર છે. દરેક ઓનલાઈન એકાઉન્ટ માટે અલગ અને જટિલ પાસવર્ડ રાખો. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (૨ખછ) હંમેશા ચાલુ રાખો. અજાણ્યા કોલ્સ અને વીડિયો પ્રત્યે સાવધ રહો. જાણીતા લોકોના અવાજમાં કે પ્રોફાઈલ દ્વારા પૈસાની માગણી કરાય ત્યારે ચકાસણી કરો. સોશિયલ મીડિયા પર મર્યાદિત માહિતી શેર કરો. તમારા અંગત ફોટા, લોકેશન, બાળકોની વિગતો પબ્લિક પ્લેટફોર્મ પર મૂકવાનું ટાળો. મેસેજ કે ઈમેલમાં આવતી અજાણી લિંક્સ પર ક્લિક કરતા પહેલા વિચાર કરવો.
- વૈશ્વિક સ્તરે મોટા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા ભારતમાં વધુ સાવચેતીની જરૂર
જાણકારો સ્પષ્ટ રીતે માને છે કે, ભારત હાલમાં વિશ્વના સૌથી મોટા ડિજિટલ ટ્રાન્ઝેક્શન (ેંઁૈં) કરનારા દેશોમાંનો એક છે. આ ઝડપી ડિજિટાઈઝેશનના કારણે ભારત સાયબર ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું છે. ભારતની જ વાત કરીએ તો ભારતમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (શભઇમ્) અને જામતારા કે ભરતપુર જેવા વિસ્તારોમાંથી ઓપરેટ થતી ગેંગ્સના ડેટા દર્શાવે છે કે ભારતમાં સૌથી વધુ ફ્રોડ સામાન્ય નાગરિકો સાથે ેંઁૈં લિંક્સ, નકલી ઊઇ કોડ અને 'લોન એપ્સ' દ્વારા થાય છે. જેમ વૈશ્વિક સ્તરે છૈં અને સોશિયલ એન્જિનિયરિંગ વધ્યું છે, તેમ ભારતમાં પણ હવે વોટ્સએપ પર આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવતા ફેક કોલ્સ અને પાર્ટ-ટાઇમ જોબ કૌભાંડો ખૂબ વધ્યા છે. બીજી તરફ ગ્લોબલ રિપોર્ટમાં ડીપફેકની જે ૪૪% ની આશંકા દર્શાવી છે, તે ભારતમાં અત્યારે જ હકીકત બની ચૂકી છે. ભારતમાં જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ અને સામાન્ય યુવતીઓના ચહેરા મોર્ફ કરીને (ડીપફેક બનાવીને) ન્યૂડિટી અથવા નકલી વીડિયો દ્વારા બ્લેકમેલિંગના કિસ્સાઓ રોકેટ ગતિએ વધી રહ્યા છે. આ ઉપરાંત સેલિબ્રિટીઝના નકલી અવાજ વાપરીને શેરબજારમાં રોકાણ કરાવવાના સ્કેમ પણ ભારતીયોને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે. વિશ્વ જ્યાં બાયોમેટ્રિક ફ્રોડની ચિંતા કરે છે. ભારતમાં સિલિકોન અંગૂઠાની છાપ બનાવીને અથવા રજિસ્ટ્રી ઓફિસોમાંથી ફિંગરપ્રિન્ટ ડેટા ચોરી કરીને સામાન્ય લોકોના બેંક ખાતા ખાલી કરી દેવાના સેંકડો કિસ્સાઓ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયા છે. આ સિવાય ભારતમાં પ્લે સ્ટોર અને થર્ડ-પાર્ટી વેબસાઇટ્સ પર હજારો ગેરકાયદેસર લોન એપ્સ સક્રિય છે. આ એપ્સ યુઝર્સનો ડેટા (કોન્ટેક્ટ લિસ્ટ, ફોટોઝ) ચોરી કરે છે અને પછી સિન્થેટિક અને ફેક પ્રોફાઇલ્સ બનાવીને નાગરિકોને માનસિક ત્રાસ આપે છે. તેમની સાથે વ્યાપક પ્રમાણમાં આથક છેતરપિંડી પણ કરવામાં આવી રહી છે. વસતીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટા દેશ ભારતે આગામી સમયમાં પોતાના ડિજિટલ ભવિષ્યને વધુ મજબૂત રીતે સુરક્ષિત કરવું પડશે નહીંતર લોકોની સાથે છેતરપિંડીના એટલી હદે બનાવો વધી જશે કે તેને કાબુ કરવા મુશ્કેલ થઈ જશે.




