સુપર કમ્પ્યૂટિંગ : ચીન મોખરે અને ભારત 188મા સ્થાને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ક્ષેત્રે જૂન ૨૦૨૬માં જાહેર થયેલી ૬૭મી TOP૫૦૦ સુપરકમ્પ્યુટર યાદી અનુસાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૭ પછી પહેલીવાર કોઈ ચાઈનીઝ સિસ્ટમે વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ભારતનું સુપર કમ્પ્યૂટર ૧૮૮મા ક્રમે આવ્યું છે : મોખરે ચીન, ત્યારબાદ અમેરિકાના ચાર અને ત્યારબાદ યુરોપના દેશોના કમ્પ્યૂટર છે. ટોપ-૫૦૦ ની યાદીમાં ભારતના 'ઐરાવત-પીએસએઆઈ' ૧૮૮મા, 'અર્ક' (Arka) સુપર કમ્પ્યુટર ૧૯૬મા, 'અરુણિકા' (Arunika) ૨૫૧મા, 'પ્રત્યુષ' (Pratyush) ૩૩૮મા અને 'અર્ક એઆઈ-એમએલ' (Arka AI-ML) ૪૬૯મા સ્થાને છે : ઉદાસિનતા પાછળનું એક કારણ એ છે કે હવે આખી દુનિયામાં સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં ઝડપથી કામ થઈ રહ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં સુપર કમ્પ્યુટર્સ સંબંધિત નવી ઘટનાઓની અપેક્ષિત ચર્ચા નથી થઈ રહી
દેશમાં સતત વિકાસ થઈ રહ્યો છે, આત્મનિર્ભરતા આવી રહી છે અને હવે તો ડિજિટલ યુગ આવી ગયો છે જેવી વાતો સંસદથી સડક સુધી ચર્ચાતી, જાહેરાતોમાં બતાવાતી અને પોસ્ટરોમાં રજૂ થતી આવી છે પણ કરુણતા એ છે કે, આ વિકાસ લોકોને અનુભવાતી નથી. જે ડિજિટલ ક્રાંતિ અને ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતાની વાતો થાય છે તેમાં ખરેખર કામ થયું છે કે નહીં કે પછી તેમાં અસરકારક અવસરો છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નથી. વૈશ્વિક સ્તરે ભારતનું ટેક્નોલોજીકલ વિકાસનું સ્તર સરખાવવામાં આવે તો તે અત્યંત વામણું પુરવાર થાય છે. થોડા સમય પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે વૈશ્વિક હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ ક્ષેત્રે જૂન ૨૦૨૬માં જાહેર થયેલી ૬૭મી TOP૫૦૦ સુપરકમ્પ્યુટર યાદી અનુસાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૭ પછી પહેલીવાર કોઈ ચાઈનીઝ સિસ્ટમે વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ભારતનું સુપર કમ્પ્યૂટર ૧૮૮મા ક્રમે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુપર કમ્પ્યુટર માત્ર વૈજ્ઞાનિક સાધન નથી, પરંતુ કોઈપણ દેશની ટેકનોલોજીકલ સર્વોપરિતા, આર્થિક સ્પર્ધાત્મકતા અને વ્યૂહાત્મક શક્તિનું મહત્વપૂર્ણ સૂચક છે. વિશ્વના સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર્સની પ્રતિષ્ઠિત યાદીમાં ટોચનું સ્થાન મેળવવું એ માત્ર એક ટેક્નોલોજીની દિશામાં મળતી સિદ્ધિ નથી, પરંતુ વૈશ્વિક ટેકનિકલ લિડરશિપનું પ્રતીક પણ છે. વિડંબના એ છે કે જે સમયે આપણા ખિસ્સામાં રહેલો સ્માર્ટફોન થોડા દાયકાઓ પહેલાના સુપર કમ્પ્યુટર્સ કરતાં પણ વધુ સક્ષમ બની ચૂક્યો હતો, તે જ યુગમાં આધુનિક સુપર કમ્પ્યુટરની સિદ્ધિઓ સામાન્ય લોકોની ચર્ચામાંથી લગભગ ગાયબ થઈ ગઈ છે. ખાસ કરીને ભારતમાં સુપર કમ્પ્યૂટિંગ અને સુપર કમ્પ્યૂટર વિશે સામાન્ય લોકો પાસે માહિતી જ નથી અને તેની ચર્ચા પણ થતી નથી. તેનાથી પણ મોટી કરુણતા એ છે કે, જે રીતે વૈશ્વિક સ્તરે ભારતનો નંબર આવ્યો છે તે દર્શાવે છે કે, તેને આગળ વધારવામાં સરકારને પણ ખાસ રસ નથી.
તાજેતરમાં જ્યારે ચીનના સુપર કમ્પ્યુટર 'લાઈનશાઈન' (LianShine) એ અમેરિકાના 'એલ કેપિટન' (El Capitan) ને પાછળ છોડીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું, ત્યારે પણ ભારતમાં આ મહત્વપૂર્ણ ઘટના પર અપેક્ષિત ચર્ચા ન થઈ. આ સિદ્ધિ એટલા માટે પણ નોંધપાત્ર છે કારણ કે વર્ષ ૨૦૧૭ પછી પહેલીવાર ચીનને દુનિયાનું સૌથી ફાસ્ટ સુપર કમ્પ્યુટર બનાવવાનો ખિતાબ મળ્યો છે. અમેરિકા અને યુરોપના દેશોને પછાડીને ચીને આ સિદ્ધિ મેળવી લીધી છે. એકબીજાના મોટા પ્રતિસ્પર્ધિ ગણાતા અમેરિકા અને ચીનમાં કોણ મોટું તેની લડાઈ સતત ચાલી આવી છે. તેમાં હવે સુપર કમ્પ્યૂટર મુદ્દે ચીને જે રીતે અમેરિકાને પાછળ છોડયું છે તેના કારણે વિશ્વભરમાં આશ્ચર્ય છે.
જાણકારોના મતે આ યાદી જોઈને ભારત માટે આ આત્મમંથનનો સમય પાકી ગયો છે તે સમજાઈ જવું જોઈએ. નવીનતમ ટોપ-૫૦૦ની યાદીમાં ભારતનું સુપર કમ્પ્યુટર આરાવત પીએસએઆઈ (Airawat-PSAI) ૧૮૮મા સ્થાને છે. આવી સ્થિતિમાં સવાલ માત્ર રેન્કિંગ કે સ્થાનનો નથી, પરંતુ એ વાતનો છે કે ભવિષ્યની AI-આધારિત અર્થવ્યવસ્થા અને વૈજ્ઞાનિક સ્પર્ધાત્મકતામાં ભારત પોતાની ક્ષમતાને કેટલી ઝડપથી વિકસિત કરી શકશે. સુપર કમ્પ્યુટરની ચર્ચા આગળ વધારતા પહેલા ટોચની યાદી પર નજર કરીએ તો ખબર પડે છે કે તેમાં શરૂઆતના દસમાંથી ચાર અમેરિકાના તેમજ જર્મની, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ, ફિનલેન્ડ અને ઇટાલીના એક-એક સુપર કમ્પ્યુટર સામેલ છે. જેમાં હવે પહેલા નંબરે ચીનનું 'લાઈનશાઈન' છે. ભલે સૌથી ફાસ્ટ સિંગલ મશીન ચીન પાસે હોય, પરંતુ સમગ્ર યાદીમાં અમેરિકાનું પ્રભુત્વ અકબંધ છે. ટોચના ૫ માંથી ૩ સ્થાનો અમેરિકા પાસે છે અને TOP૫૦૦માંથી ૧૬૧ સિસ્ટમ્સ એકલા અમેરિકાની છે.
આ સિદ્ધિઓની વચ્ચે ભારતની સુપર કમ્પ્યુટિંગની સ્થિતિ નિરાશ કરે છે. ટોપ-૫૦૦ ની યાદીમાં 'ઐરાવત-પીએસએઆઈ' ૧૮૮મા, 'અર્ક' (Arka) સુપર કમ્પ્યુટર ૧૯૬મા, 'અરુણિકા' (Arunika) ૨૫૧મા, 'પ્રત્યુષ' (Pratyush) ૩૩૮મા અને 'અર્ક એઆઈ-એમએલ' (Arka AI-ML) ૪૬૯મા સ્થાને છે. જોકે હવે વર્ષ ૨૦૨૪થી શરૂ કરવામાં આવેલી નવી શ્રેણીના સુપર કમ્પ્યુટર્સ એટલે કે 'પરમ-રૂદ્ર' (PARAM Rudra) પાસે આશા જાગી છે, જેને દેશના અલગ-અલગ વિજ્ઞાાન કેન્દ્રોમાં તૈનાત કરવામાં આવ્યા છે. બીજું કટુ સત્ય છે કે સુપર કમ્પ્યુટિંગના ચમત્કારની હવે કોઈ ખાસ ચર્ચા નથી કરી રહ્યું અને ન તો ક્યાંય તેની ચિંતા દેખાઈ રહી છે.
જાણકારોના મતે માત્ર દેશની સરકાર જ નહીં પણ સામાન્ય લોકોને પણ સુપર કમ્પયૂટરમાં રસ નથી. વિજ્ઞાાન જગતની બહાર સુપર કમ્પ્યુટિંગની હલચલ પર ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાણકારો માને છે કે, તેની પાછળ બે કારણો હોઈ શકે છે. આજની દુનિયામાં એટલા બધા તકનીકી ચમત્કારો થઈ રહ્યા છે કે જ્યાં સુધી કોઈ મોટું આશ્ચર્ય ન થાય ત્યાં સુધી કોઈ મોટા ફેરફારને પણ સામાન્ય માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે હવે આખી દુનિયામાં સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં ઝડપથી કામ થઈ રહ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં સુપર કમ્પ્યુટર્સ સંબંધિત નવી ઘટનાઓની અપેક્ષિત ચર્ચા નથી થઈ રહી.
ખાસ વાત એ છે કે, સુપર કમ્પ્યુટર્સની ભૂમિકાને જોતા કહેવું પડશે કે કોઈપણ ટેકનિકલ ડેવલપમેન્ટનો આજે પણ આ જ મુખ્ય આધાર છે. ચીની સુપર કમ્પ્યુટરની સ્થિતિ સીધી રીતે જ ભારતની કામગીરી અને વૈશ્વિક સ્તરે તેની સ્થિતિ સામે આંગળી ચિંધે છે અને આત્મમંથન કરવાનો સવાલ કરે છે. આપણા દેશમાં સુપર કમ્પ્યુટરની કોઈપણ ચર્ચા અવારનવાર એ સંદર્ભ સાથે શરૂ થાય છે કે એક જમાનામાં અમેરિકાએ આપણને હવામાનની આગાહી કરવાના હેતુથી ઉપયોગમાં લેવાતું સુપર કમ્પ્યુટર આપવાનો ઇનકાર કરી દીધો હતો.
નેવુંના દાયકામાં ભારત પર લાદવામાં આવેલા આ પ્રતિબંધનું પરિણામ એ આવ્યું કે સરકારના નિર્દેશ પર સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (ભ-ઘછભ), પુણેના વૈજ્ઞાાનિકોએ વર્ષ ૧૯૯૧માં 'પરમ ૮૦૦૦' (ઁછઇછસ્ ૮૦૦૦) નામનું દેશનું પહેલું સુપર કમ્પ્યુટર બનાવી દીધું. તે સમયે ભારત વિશ્વનો ત્રીજો અને એશિયાનો બીજો એવો દેશ હતો જેણે સુપર કમ્પ્યુટર બનાવવામાં સફળતા મેળવી હતી. આ પછી સુપર કમ્પ્યુટિંગના ક્ષેત્રમાં ભારત તબક્કાવાર આગળ વધ્યું, જેની એક સિદ્ધિ 'પરમ રુદ્ર' નામના ત્રણ નવા સુપર કમ્પ્યુટર્સનો વિકાસ છે.
આ શ્રેણીના ત્રણ સુપર કમ્પ્યુટર્સમાંથી પહેલું સુપર કમ્પ્યુટર પુણે સ્થિત 'જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ' (ય્સ્ઇ્)માં લગાવવામાં આવ્યું છે. ત્યાં આ સુપર કમ્પ્યુટર ખગોળીય સંકેતોને સમજવા અને ખાસ કરીને 'ફાસ્ટ રેડિયો બર્સ્ટ' (રેડિયો સિગ્નલો) ને પકડવા માટે ડેટાને ઝડપથી એકત્રિત કરવામાં પોતાની ભૂમિકા ભજવશે. તેવી જ રીતે બીજા 'પરમ રુદ્ર' ની સ્થાપના દિલ્હી સ્થિત 'ઇન્ટર યુનિવર્સિટી એક્સેલેરેટર સેન્ટર' (ૈંેંછભ)માં કરવામાં આવી છે. અહીં તેની ભૂમિકા મટીરિયલ સાયન્સ અને ન્યુક્લિયર ફિઝિક્સના ક્ષેત્રમાં સંશોધનની ગતિ વધારવામાં યોગદાન આપવાની છે. કોલકાતાના એસ.એન. બોઝ સેન્ટરમાં લગાવવામાં આવેલા ત્રીજા 'પરમ રુદ્ર' સુપર કમ્પ્યુટરની મદદથી ફિઝિક્સ, સ્પેસ સાયન્સ અને પૃથ્વીની હલચલ સંબંધિત પ્રવૃત્તિઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે.
આ ત્રણેયમાંથી દિલ્હી સ્થિત ૈંેંછભમાં સ્થાપિત સુપર કમ્પ્યુટરની ક્ષમતા સૌથી વધારે છે. હવે વાસ્તવિકતા એવી પણ છે કે, સુપર કમ્પ્યુટર્સની જે ટોચની યાદી દર વર્ષે તૈયાર થાય છે, તેમાં મોટે ભાગે અમેરિકા અને ચીનના સુપર કમ્પ્યુટર્સ અવ્વલ આવે છે. જ્યારે પોતાને કમ્પ્યુટિંગનો અગ્રેસર ગણાવતું ભારત આ બાબતમાં ઘણું પાછળ રહી ગયું છે.
- ભૂતકાળની સિદ્ધિની વાતો નહીં પણ વર્તમાનમાં નક્કર કામગીરી કરવી પડશે
સવાલ એ છે કે શું આપણે હાર માની લીધી છે અને સુપર કમ્પ્યુટિંગના મેદાનને બીજાઓ માટે ખાલી છોડી દીધું છે? જો એમ નથી, તો આખરે આ ક્ષેત્રમાં પાછળ રહેવાનું કારણ શું છે? અસલમાં વિજ્ઞાાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એ વાત ખૂબ મહત્વ રાખે છે કે કોઈ દેશમાં તેનાથી સંબંધિત પ્રોજેક્ટ્સ અને સંશોધન કાર્યોની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે. ભારતે પહેલું સુપર કમ્પ્યુટર 'પરમ ૮૦૦૦' બનાવવાની દિશામાં ત્યારે પગલું ભર્યું હતું જ્યારે અમેરિકાએ સુપર કમ્પ્યુટર આપવાની ના પાડી દીધી હતી. આ દિશામાં બીજી મોટી પહેલ વર્ષ ૨૦૧૫માં થઈ, જ્યારે નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન ૨.૦ (શીય્ઁ) અંતર્ગત તમામ પ્રકારની સરકારી સેવાઓને ઈલેક્ટ્રોનિક માધ્યમોના પ્લેટફોર્મ પર લાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી. તેનો ઉદ્દેશ્ય સામાન્ય જનતાને શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને સાયબર સુરક્ષા સહિતના અન્ય ઘણા ક્ષેત્રોની સેવાઓ ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવાનો છે. આ મહાઅભિયાનની સફળતા કમ્પ્યુટિંગની અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે જોડાયેલી હોવાથી, સરકારે ૪૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે દેશમાં ૭૩ સુપર કમ્પ્યુટર બનાવવાનો નિર્ણય પણ કર્યો હતો. કહી શકાય કે 'પરમ રુદ્ર' નામના ત્રણ નવા સુપર કમ્પ્યુટર્સની સ્થાપના આ જ સિલસિલાની એક મહત્વપૂર્ણ કડી છે. આનાથી સુપર કમ્પ્યુટિંગમાં ભારતની સ્થિતિમાં સુધારો તો થશે, પરંતુ આ ગતિ હજુ પણ ખૂબ ધીમી છે. ચિંતા એ વાતની છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા નવા ક્ષેત્રોની ભવિષ્યની જરૂરિયાતો માટે આપણે સુપર કમ્પ્યુટર્સની બાબતમાં ફરી એકવાર પશ્ચિમી દેશો પર નિર્ભર ન રહેવું પડે. મુક્ત બજાર વ્યવસ્થામાં આપણે આપણી જરૂરિયાત મુજબ વધુ ક્ષમતાવાળું કોઈપણ સુપર કમ્પ્યુટર ગમે ત્યાંથી મેળવી શકીએ છીએ, પરંતુ સુપર કમ્પ્યુટિંગના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનો એક અર્થ એ છે કે આપણા દેશમાં પ્રગતિનું ચિત્ર બદલવાની અને પ્રવાહને પોતાના પક્ષમાં વાળવાની ક્ષમતા છે. આજકાલ જે રીતે સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આપવામાં આવી રહ્યું છે તેવી જ રીતે સુપર કમ્પ્યૂટિંગની દિશામાં પણ ધ્યાન આપવામાં આવે તે વધારે જરૂરી છે.









