નવેમ્બરમાં વરસાદ : દિલ્હીના પ્રદૂષણમાં રાહત કે નવી આફત?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વરસાદ પડયા પછી વાતાવરણમાં ભેજ ખૂબ વધી જાય છે. જ્યારે હવા અત્યંત ભેજવાળી અને ઠંડી હોય, ત્યારે હવામાં રહેલા કેટલાક રાસાયણિક પ્રદૂષકો, ખાસ કરીને સલ્ફેટ્સ, નાઈટ્રેટ્સ અને કાર્બનિક કણો હાઈગ્રોસ્કોપિક બની જાય છે, એટલે કે તેઓ પાણીને પોતાની તરફ આકર્ષિત કરીને શોષી લે છે. તેના કારણે ધુમ્મસનું પ્રમાણ વિશેષ રીતે વધી જાય છે ઃ શિયાળાની રાતો લાંબી અને શાંત હોય છે, જેના કારણે પૃથ્વીની સપાટી ઝડપથી ગરમી ગુમાવીને અત્યંત ઠંડી થઈ જાય છે. ઠંડી હવા ભારે હોવાથી તે ઉપર જઈ શકતી નથી અને ઉપર રહેલું ગરમ હવાનું સ્તર એક અદ્રશ્ય ઢાંકણની જેમ કામ કરે છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો, કારખાનાઓનું ઉત્સર્જન, બાંધકામની ધૂળ અને કચરો બાળવાથી પેદા થતા કણો આ ઠંડા હવામાં જ ફસાઈ જાય છે અને પ્રદુષણનું પ્રમાણ વધે છે ઃ વાસ્તવિકતા એવી છે કે, પ્રદુષણ ઘટાડવામાં કોઈને રસ નથી, લોકોને પોતાની સુવિધાઓ માટે ખાનગી વાહનો જોઈએ છે અને તેથી દેશમાં વાહનો સતત વધતા રહે છે, મોટાપાયે પેટ્રોલ-ડીઝલ વપરાય છે તેના કારણે સરકારી તિજોરીઓ છલકાતી રહે છે અને મંત્રી, નેતાઓની જાહોજલાલી અને વિદેશયાત્રાઓના ખર્ચ નીકળતા રહે છે, ભોગવવાનું માત્ર કુદરતને છે
દર વર્ષે શિયાળાનું આગમન થતાં જ દેશની રાજધાની દિલ્હી અને આસપાસના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. હવામાં ઝેર ઘોળાવવાની આ પ્રક્રિયા કોઈ નવી નથી, પરંતુ દર વર્ષે દિલ્હીવાસીઓ આ અસહ્ય ગૂંગળામણમાંથી મુક્તિ મેળવવા માટે કોઈ કુદરતી ચમત્કારની રાહ જોતા રહે છે. તેમાંય આ ઋતુમાં જ્યારે પણ વાદળો ઘેરાય છે અથવા વરસાદની આગાહી થાય છે, ત્યારે સામાન્ય જનતામાં એવી આશા જાગે છે કે વરસાદ પ્રદૂષણના કણોને ધોઈ નાખશે અને વાતાવરણ ચોખ્ખું બની જશે. વરસાદથી પ્રદૂષણમાં તાત્કાલિક ધોરણે આંશિક ઘટાડો નોંધાય છે તે હકીકત છે, પરંતુ આ જ વરસાદી ભેજ અને બદલાતું તાપમાન પાછળથી અત્યંત ભયાનક સ્મોગનું રૃપ ધારણ કરી લે છે.
નવેમ્બર મહિનાની શરૃઆતમાં જ દિલ્હીની હવાની ગુણવત્તા જોખમી સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરમાં દિલ્હીનો સરેરાશ ૨૪ કલાકનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (છઊૈં) ૩૬૯ નોંધાયો હતો, જ્યારે શહેરના ૫૯ મોનિટરિંગ સ્ટેશનોમાંથી ૨૨ સ્ટેશનો પર રાત સુધીમાં છઊૈં 'ગંભીર' શ્રેણીમાં પ્રવેશી ચૂક્યો હતો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દિવાળીના ફટાકડા અને પરાળી સળગાવવાની ઘટનાઓ દિલ્હીના વાયુ પ્રદૂષણમાં બળતામાં ઘી હોમવાનું કામ કરે છે, પરંતુ આ વખતે તો હજુ દિવાળીના તહેવારો પહેલાં જ હવામાં ઝેર પ્રસરી ચૂક્યું છે.
વાતાવરણમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ ઉત્તર ભારતમાં ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. દિલ્હીવાસીઓને આશા હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સારો વરસાદ લાવશે અને રાહત મળશે, પરંતુ હવામાન વિજ્ઞાાન અનુસાર વરસાદ, ભેજ, તાપમાન અને પ્રદૂષકો વચ્ચેનો સંબંધ એટલો સીધો નથી.
વિજ્ઞાાનની દ્રષ્ટિએ વરસાદ હવામાં રહેલા પ્રદૂષકોને સાફ કરવા માટે સૌથી શક્તિશાળી કુદરતી પરિબળ ગણાય છે. વિજ્ઞાાનમાં આ સમગ્ર પ્રક્રિયાને વેટ ડિપોઝિશન અથવા નેચરલ સ્કેવેન્જિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા મુખ્યત્વે બે વૈજ્ઞાાનિક તબક્કામાં વહેંચાયેલી છે ઃ વોશઆઉટ અને રેનઆઉટ. જ્યારે આકાશમાંથી વરસાદનાં ટીપાં જમીન તરફ પડે છે, ત્યારે તે વાતાવરણમાં તરતા રહેલા મોટા રજકણો, જેમ કે ધૂળ, માટી, રાખ, પરાગરજ અને પાર્ટિક્યુલેટ મેટર ૧૦ (ઁસ્૧૦) ને પોતાની સાથે સમેટીને જમીન પર લાવી દે છે. આ પ્રક્રિયાને વોશઆઉટ કહેવામાં આવે છે, જેમાં ટીપું પ્રદૂષક કણ સાથે ભૌતિક રીતે અથડાઈને તેને નીચે પાડે છે.
બીજી તરફ, રેનઆઉટ પ્રક્રિયા વાદળોના સ્તરે થાય છે, જ્યાં હવામાં તરતા અત્યંત બારીક કણો જળબાષ્પ માટે સંઘનન કેન્દ્ર (ર્ભહગીહજર્ચૌહ શેબનીૈ) તરીકે કામ કરે છે. ભેજ આ કણોની આસપાસ એકત્રિત થઈને પાણીનું ટીપું બને છે અને પછી વરસાદ સ્વરૃપે વરસી પડે છે. આ બંને પ્રક્રિયાઓ મળીને હવામાંથી વિશાળ માત્રામાં કચરો સાફ કરી નાખે છે. છતાં પણ, આ કુદરતી સફાઈ વ્યવસ્થા સંપૂર્ણ નથી. વરસાદ હવામાં રહેલા અતિ સૂક્ષ્મ કણો, ખાસ કરીને પાર્ટિક્યુલેટ મેટર ૨.૫ (ઁસ્૨.૫) ને સંપૂર્ણપણે દૂર કરી શકતો નથી. ઘણી વખત જો વરસાદ અત્યંત હળવો હોય કે માત્ર ઝરમર છાંટા પડયા હોય, તો તે પ્રદૂષણને સાફ કરવાને બદલે હવામાં ભેજનું પ્રમાણ વધારી દે છે, જેના કારણે ઁસ્૨.૫ કણોનું સંકેન્દ્રણ ઘટવાને બદલે ઊલટું વધી જવાની શક્યતા રહે છે.
ઉત્તર ભારતમાં શિયાળાની ઋતુના હવામાનનો સૌથી મોટો નિયામક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ એક બિન-ચક્રવાતી વાતાવરણીય પ્રણાલી છે જે ભૂમધ્ય સમુદ્ર, યુરોપ અને પશ્ચિમ એશિયાના વિસ્તારોમાંથી ઉત્પન્ન થાય છે. આ પ્રણાલી પશ્ચિમી જેટ સ્ટ્રીમ પવનોની સાથે પૂર્વ દિશા તરફ આગળ વધે છે અને ઈરાન, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન વટાવીને ભારતીય ઉપખંડમાં પ્રવેશે છે. ઉત્તર ભારતના રાજ્યો, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સુધી તેની સીધી અસર જોવા મળે છે. હિમાલય પર્વતમાળામાં થતી શિયાળાની બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં પડતો વરસાદ આ પશ્ચિમી વિક્ષોભને આભારી છે.
સૌથી રસપ્રદ પ્રશ્ન એ છે કે જો વરસાદ પ્રદૂષણને સાફ કરે છે, તો પછી વરસાદ બાદ દિલ્હીમાં પરિસ્થિતિ કેમ વધુ વિકટ બની જાય છે? તેનો જવાબ ભેજ અને સ્મોગ વચ્ચેના ભૌતિક-રાસાયણિક સંબંધમાં છુપાયેલો છે.
વરસાદ પડયા પછી વાતાવરણમાં ભેજ ખૂબ વધી જાય છે. જ્યારે હવા અત્યંત ભેજવાળી અને ઠંડી હોય, ત્યારે હવામાં રહેલા કેટલાક રાસાયણિક પ્રદૂષકો, ખાસ કરીને સલ્ફેટ્સ, નાઈટ્રેટ્સ અને કાર્બનિક કણો હાઈગ્રોસ્કોપિક બની જાય છે, એટલે કે તેઓ પાણીને પોતાની તરફ આકર્ષિત કરીને શોષી લે છે. તેમાંય ઁસ્૨.૫ કણો જ્યારે ભેજનું શોષણ કરે છે ત્યારે તેમનું કદ ફૂલીને મોટું થઈ જાય છે.
જ્યારે તાપમાન નીચું હોય અને પવનો શાંત હોય, ત્યારે હવામાં રહેલી જળબાષ્પ આ સૂક્ષ્મ પ્રદૂષક કણોની આસપાસ જમા થવા લાગે છે. આ પ્રદૂષક કણો પાણીનાં ટીપાં બનવા માટે ન્યુક્લિયસનું કામ કરે છે. આ રીતે પ્રદૂષણ અને ભેજના પરસ્પર મિશ્રણથી અત્યંત ઘટ્ટ ઝેરી ધુમ્મસ પેદા થાય છે. શિયાળામાં દિલ્હી ગેસ ચેમ્બર કેમ બને છે તે સમજવા માટે વાતાવરણીય તાપમાનના વિપર્યય એટલે કે ટેમ્પરેચર ઇન્વર્ઝનના વિજ્ઞાાનને સમજવું અનિવાર્ય છે. સામાન્ય કુદરતી નિયમ મુજબ, જમીન નજીકની હવા ગરમ હોય છે અને વાતાવરણમાં જેમ ઊંચાઈએ જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે, એટલે કે હવા ઠંડી થતી જાય છે. ગરમ હવા હળવી હોવાથી તે કુદરતી રીતે ઉપર તરફ ચડે છે અને તેની સાથે જમીન પર પેદા થયેલું તમામ પ્રદૂષણ પણ ઊંચા વાતાવરણમાં વહી જાય છે, જ્યારે ઉપરની ઠંડી હવા નીચે આવે છે. આ સતત ચાલતા સંવહન ચક્રને કારણે પ્રદૂષણ એક જગ્યાએ જમા થતું નથી. પરંતુ શિયાળાની રાતો લાંબી અને શાંત હોય છે, જેના કારણે પૃથ્વીની સપાટી ઝડપથી ગરમી ગુમાવીને અત્યંત ઠંડી થઈ જાય છે. ઠંડી હવા ભારે હોવાથી તે ઉપર જઈ શકતી નથી અને ઉપર રહેલું ગરમ હવાનું સ્તર એક અદ્રશ્ય ઢાંકણ (ન્ૈગ) ની જેમ કામ કરે છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો, કારખાનાઓનું ઉત્સર્જન, બાંધકામની ધૂળ અને કચરો બાળવાથી પેદા થતા કણો આ ઠંડા હવામાં જ ફસાઈ જાય છે. પરિણામે, જમીનથી થોડાક જ સો મીટરના અંતરમાં આખું પ્રદૂષણ કેદ થઈ જાય છે અને લોકો શ્વાસમાં સીધું આ ઝેર લેવા મજબૂર બને છે.
સામાન્ય લોકો ધુમ્મસ, ધૂંધ અને સ્મોગ વચ્ચેનો ભેદ સમજતા નથી અને આ શબ્દોને એકબીજાના સ્થાને વાપરતા હોય છે, પરંતુ વિજ્ઞાાન અનુસાર આ ત્રણેય અવસ્થાઓ સ્પષ્ટ રીતે અલગ છે ઃ
ધુમ્મસ એક સંપૂર્ણ કુદરતી ઋતુજન્ય પ્રક્રિયા છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘણું ઊંચું હોય અને તાપમાન ઓછું હોય, ત્યારે જળબાષ્પ ઠંડી પડીને અત્યંત ઝીણાં પાણીનાં ટીપાંમાં ફેરવાઈ જાય છે. આ ટીપાં હવામાં તરતા રહે છે અને દ્રશ્યતા (ફૈજૈમૈનૈાઅ) ઘટાડે છે, પરંતુ તેમાં પ્રદૂષણ હોતું નથી. બીજી તરફ ધૂંધ એટલે, જ્યારે હવામાં ધૂળ, માટી કે અન્ય સૂક્ષ્મ શુષ્ક રજકણોનું પ્રમાણ વધી જાય છે, ત્યારે સૂર્યપ્રકાશનું વિખેરણ થાય છે અને દૂરની વસ્તુઓ ઝાંખી દેખાય છે.
હેઝમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે અને રજકણો શુષ્ક હોય છે. ત્રીજો સ્મોગ શબ્દ મૂળભૂત રીતે બે શબ્દોના જોડાણથી બન્યો છે, જીર્સંી (ધુમાડો) અને ર્ખય (ધુમ્મસ). જ્યારે કુદરતી ધુમ્મસમાં વાહનો, ઉદ્યોગો અને પરાળીનો રાસાયણિક ધુમાડો ભળી જાય છે, ત્યારે સ્મોગ બને છે. આ વાતાવરણીય પરિસ્થિતિ અત્યંત ઝેરી હોય છે, જેમાં ઓઝોન, સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા હાનિકારક વાયુઓનો સમાવેશ થાય છે.
જાણકારોના મતે, પ્રદૂષણમાંથી મુક્તિ મેળવવા માટે માત્ર વરસાદ જ પૂરતો નથી, બલ્કે વરસાદ સાથે તેજ પવનોની ગતિ હોવી સૌથી નિર્ણાયક પરિબળ છે. વરસાદ હવામાં રહેલા કચરાને ધોઈ નાખે છે અને તેજ પવનો જમીન નજીક જામેલા પ્રદૂષકોને દૂર સુધી વિખેરી નાખે છે. આ બંને પરિબળો સાથે મળે ત્યારે જ છઊૈં માં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ૩૦ ઓક્ટોબરના રોજ પણ એક પશ્ચિમી વિક્ષોભ અને ચક્રવાતી સિસ્ટમના કારણે દિલ્હીમાં વરસાદ અને ઝડપી પવનો ફૂંકાયા હતા, જેના પગલે દિલ્હીની હવામાં અલ્પકાલીન સુધારો નોંધાયો હતો અને લોકોને થોડા સમય માટે શ્વાસ લેવામાં આસાની થઈ હતી.
- મોટી-મોટી પાર્ટીઓ, ઉજવણીઓ અને વૈશ્વિક બેઠકોમાં પ્રદુષણની ચર્ચા ફેશન બની ગઈ છે
વર્તમાન સ્થિતિમાં જે પ્રદુષણ વિશે રોકકળ ચાલી રહી છે તે માત્ર દેખાડો છે. જે નેતાઓ, સંસ્થાઓના અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને બીજા ઘણા લોકો વારંવાર પ્રદુષણ ઘટાડવા માટે મિટિંગો કરે છે, બેઠકો રાખે છે, વૈશ્વિક નેતાઓની બેઠકો થાય છે, વૈશ્વિક સમિટ થાય છે તેના આયોજનમાં જ કેટલું પ્રદુષણ ફેલાય છે તેના તરફ કોઈની નજર જતી નથી. મોટા મોટા અધિકારીઓ, દેશના વડાઓ, મોટી મોટી સંસ્થાના અધિકારીઓ આવી વૈશ્વિક બેઠકોમાં ચાર્ટર પ્લેન લઈને, મોંઘીદાટ ગાડીઓ લઈને અને કાફલા લઈને પહોંચે છે. તેના દ્વારા જે પ્રદુષણ થાય છે તેની તરફ કોઈનું ધ્યાન જ નથી. આ સિવાય સામાન્ય લોકોની વાત કરીએ તો લોકોને સરકારી વાહનો કે સેવાઓમાં રસ નથી. દરેકને પોતાની સગવડ અને લક્ઝરી માટે પોતાનું વાહન જોઈએ છે. તેમાં જે હદે પેટ્રાલ-ડીઝલનો વ્યય થાય છે તે લોકો વિચારતા નથી. લોકો પણ દિવાળી, ક્રિસમસ, ન્યૂયર અને બીજા ઘણા પ્રસંગે પાર્ટીઓનું આયોજન કરે છે.
ધનિકો દ્વારા પણ આવી મોંઘીદાટ પાર્ટીઓ રખાય છે. તેમાં લક્ઝુરિયસ ગાડીઓમાં આવતા લોકો માત્ર ફેશન ખાતર પોલ્યુશનની ચર્ચાઓ કરે છે. હવે પોલ્યુશન વિશે વાત કરવી તે બુદ્ધિજીવી વર્ગમાં એક ફેશન થઈ ગઈ છે. લોકોને પ્રદુષણ ઘટાડવામાં કે તેના વિશે પગલાં લેવામાં રસ નથી પણ તેની ચર્ચા કરવામાં અને પોતાનું જ્ઞાાન વ્યક્ત કરવામાં વધારે રસ છે. આ એક સોશિયો-પોલિટિકલ ફેશન થઈ ગઈ છે.




