News Focus

પોલિમર નોટ : 10 રૂપિયાની એક નોટ છાપવાનો ખર્ચ 96 પૈસા છે

By GS Team
2 Aug 20267 mins read
TukuTouch Logo
ડિજિટલ પેમેન્ટ વધવા છતાં, મોદી સરકારે ૨૦૨૬ સુધીમાં પ્લાસ્ટિક (પોલિમર) નોટો લાવવાની તૈયારી કરી છે. RBI એ ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી છે, જેમાં ૧૦ અને ૨૦ રૂપિયાની ૨૦૦ કરોડ નોટો છપાશે. નકલી નોટો રોકવા અને છાપકામ ખર્ચ ઘટાડવા આ પગલું લેવાયું છે. વિશ્વના ૭૦થી વધુ દેશોમાં પ્લાસ્ટિક નોટોનો ઉપયોગ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલિમર નોટ : 10 રૂપિયાની એક નોટ છાપવાનો ખર્ચ 96 પૈસા છે

ઓનલાઈન ચુકવણી વધવા છતાં પણ રોકડનો ઉપયોગ ઓછો થઈ રહ્યો નથી. માર્ચ૨૦૨૫ માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કાગળની નોટ છાપવા માટે રૂા. ૬,૩૭૨.૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેનો ખર્ચ એક વર્ષ પહેલા સુધી રૂા. ૫,૧૦૧.૪ કરોડ રહ્યો હતો. આ ખર્ચ રોકડની માગ વધવાના કારણે આવ્યો છે. અહેવાલો પ્રમાણે છેલ્લાં એક દાયકામાં કાગળની નોટો છાપવા પાછળ ૫૨ હજારો કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ થયો છે ઃ ૨૦ રૂપિયાની એક નોટ છાપવામાં ૯૫ પૈસાનો ખર્ચ જ્યારે ૫૦ રૂપિયાની એક નોટ છાપવાનો ખર્ચ ૧ રૂપિયો ૧૩ પૈસા થાય છે. ૧૦૦ રૂપિયાની એક નોટ છાપવામાં ૧ રૂપિયો ૭૭ પૈસાનો જ્યારે ૨૦૦ રૂપિયાની એક નોટ છાપવી હોય તો તેના માટે ૨ રૂપિયા ૩૭ પૈસાનો ખર્ચ કરવો પડે તેમ છે. ૫૦૦ રૂપિયાની એક નોટ છાપવામાં ૨ રૂપિયા ૨૯ પૈસાનો ખર્ચ આવે છે

ડિજિટલ પેમેન્ટના ઝડપથી વધતા યુગમાં પણ કૅશ એટલે કે નોટોનો ચલણ ઓછો થયો નથી. ખિસ્સામાં રાખેલી કાગળની નોટ અવારનવાર પરસેવો થવાથી, વરસાદમાં પલળવાથી કે વારંવાર ઉપયોગ કરવાથી જલ્દી ફાટી કે ગંદી થઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે દુનિયાના ઘણા દેશોએ પ્લાસ્ટિક એટલે કે પોલિમરની બેંક નોટો અપનાવવાનું શરૂ કરી દીધું છે. સામાન્ય બોલચાલની ભાષામાં લોકો તેને 'પ્લાસ્ટિકની નોટ' કહે છે, પરંતુ ટેકનિકલ રીતે તે એક ખાસ પ્રકારના પોલીપ્રોપીલીન પ્લાસ્ટિકમાંથી બને છે, જે સ્પર્શ કરવામાં વળી શકે તેવી અને ખૂબ જ મજબૂત હોય છે. ભારતે પણ હવે આ દિશામાં કામગીરી શરૂ કરી છે. ૨૦૧૬માં નોટબંધી આવ્યા બાદ હવે એક દાયકા બાદ ૨૦૨૬માં પોલિમરની નોટો લાવવાનું કામ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સંસદમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૦ અને ૨૦ રૂપિયાની ૨૦૦ કરોડ નોટ્સનું પ્રિન્ટિંગ થશે. આ નોટોની કુલ વેલ્યુ ૩ હજાર કરોડ રૂપિયા થશે. સરકારે પોલિમર કરન્સી નોટોના ફિલ્ડ ટ્રાયલ માટે ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં ઇમ્ૈં એ પોતાના સેન્ટ્રલ બોર્ડની ભલામણ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૪ની કલમ ૨૫ હેઠળ સરકારને આ અંગે એક પ્રસ્તાવ મોકલ્યો હતો.
ખાસ વાત એ છે કે, આ પહેલી વખત નથી કે આરબીઆઈ પ્લાસ્કિટ અથવા તો પોલિમરની નોટો છાપીને તેને ચલણમાં લાવવા માગે છે. આ પહેલાં ૨૦૧૨-૧૩માં પણ યુપીએ સરકારના કાર્યકાળમાં આરબીઆઈ દ્વારા ૧૦ રૂપિયાની પોલિમરની નોટો જારી કરવામાં આવી હતી. તે વખતે પોલિમરની નોટોનું ટ્રાયલ કરવા માટે ૧ અબજ નોટને સર્ક્યુલેશનમાં મુકવામાં આવી હતી. તે સમયે કોચી, જયપુર, મૈસુર, શિમલા, ભુવનેશ્વર જેવા શહેરોમાં આ નોટો ટ્રાયલ માટે ફરતી કરવામાં આવી હતી. જો કે, સરકારે ત્યારબાદ ટ્રાયલ અટકાવી દીધી હતી. હવે ૧૫ વર્ષ બાદ ફરી એક વખત કેન્દ્ર સરકારે આ દિશામાં કામગીરી શરૂ કરી છે. જાણકારોના મતે નકલી નોટોનું નેક્સસ રોકવા માટે અને પ્રિન્ટિંગ ખર્ચ બચાવવા માટે જ સરકાર દ્વારા આ પગલું ભરાયું હોય તેમ લાગી રહ્યું છે.
સૌથી રસપ્રદ બાબત એ છે કે, આ નોટોની પ્રિન્ટિંગનો ખર્ચ કેટલો થાય છે. સામાન્ય રીતે લોકોને લાગે છે કે પ્લાસ્ટિક સસ્તું હશે તો નોટ પણ સસ્તી છપાતી હશે, પરંતુ હકીકત આનાથી ઊલટી છે. ભારતની વાત કરીએ તો અહીં પ્લાસ્ટિક નોટનું છાપકામ હજુ સત્તાવાર રીતે શરૂ થયું નથી અને ના તો આનો ખર્ચ સામે આવ્યો છે. જોકે દુનિયાના જે દેશોમાં આ છપાય છે, ત્યાં કોટન પેપરની નોટની સરખામણીમાં ૩૦ ટકાથી ૫૦ ટકા સુધી વધુ ખર્ચ આવે છે. કેટલાક જાણકારો નામે છે કે, આમાં શરૂઆતી ખર્ચથી લઈને લાંબા ગાળાની બચત સુધીનું મહત્વ રહેલું છે.
વર્ષ ૨૦૨૧-૨૨માં એક ઇમ્ૈં થી મળેલી માહિતી અનુસાર ૧૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીની દરેક નોટ છાપવામાં કેટલો ખર્ચ આવતો હતો તેની વિગતો સામે આવી છે. સામાન્ય રીતે ૧૦ રૂપિયાની એક નોટ છાપવામાં ૯૬ પૈસાનો ખર્ચ આવે છે. તેવી જ રીતે ૨૦ રૂપિયાની એક નોટ છાપવામાં ૯૫ પૈસાનો ખર્ચ જ્યારે ૫૦ રૂપિયાની એક નોટ છાપવાનો ખર્ચ ૧ રૂપિયો ૧૩ પૈસા થાય છે. મોટી ચલણી નોટોની વાત કરીએ તો ૧૦૦ રૂપિયાની એક નોટ છાપવામાં ૧ રૂપિયો ૭૭ પૈસાનો ખર્ચ આવે છે. તેવી જ રીતે ૨૦૦ રૂપિયાની એક નોટ છાપવી હોય તો તેના માટે ૨ રૂપિયા ૩૭ પૈસાનો ખર્ચ કરવો પડે તેમ છે. હાલમાં ચલણમાં રહેલી સૌથી મોટી નોટ એટલે કે, ૫૦૦ રૂપિયાની એક નોટ છાપવામાં ૨ રૂપિયા ૨૯ પૈસાનો ખર્ચ આવે છે. આમ સરેરાશ આ નોટો છાપવાનો ખર્ચ ઘણો વધારે છે.
એક અહેવાલ પ્રમાણે સરકાર દ્વારા ૧૦ અને ૨૦ રૂપિયાની જે ૨૦૦ કરોડ નોટ છાપવાનો આદેશ અપાયો છે તેની પાછળ હાલમાં ૧૯ કરોડનો ખર્ચ આવે તેવું દેખાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પરંપરાગત કાગળની વાત કરીએ તો તે કપાસ અને લિનનમાંથી બને છે. તેની સરખામણીમાં પ્લાસ્ટિક કે પોલિમર સબસ્ટ્રેટના પ્રિન્ટિંગનો ખર્ચ શરૂઆતી તબક્કામાં વધુ હોય છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, સર્ક્યુલેશનમાંથી બહાર કાઢવામાં આવતી ખરાબ નોટોમાં સૌથી વધુ ભાગીદારી ૫૦૦ની નોટોની છે, જેની પછી ૧૦૦ની નોટોનો નંબર આવે છે. ઓનલાઈન ચુકવણી વધવા છતાં પણ રોકડનો ઉપયોગ ઓછો થઈ રહ્યો નથી. ૧૫ મે સુધીના આંકડા જોઈએ તો સર્ક્યુલેશનમાં કુલ રૂા. ૪૨.૮૬ લાખ કરોડની કરન્સી હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૬ અઠવાડિયામાં જ કરન્સીનું સર્ક્યુલેશન રૂા. ૧.૫ લાખ કરોડ વધી ગયું છે.
જાણખારોના મતે આરબીઆઈએ આ પગલું કરન્સી છાપવાના વધતા ખર્ચને ઓછો કરવા અને નોટનું આયુષ્ય વધારવા માટે ઉઠાવ્યું છે. એક અહેવાલ અનુસાર, માર્ચ ૨૦૨૫ માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં નોટ છાપવા માટે રૂા. ૬,૩૭૨.૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેનો ખર્ચ એક વર્ષ પહેલા સુધી રૂા. ૫,૧૦૧.૪ કરોડ રહ્યો હતો. આ ખર્ચ રોકડની માગ વધવાના કારણે આવ્યો છે.
અહેવાલો પ્રમાણે છેલ્લાં એક દાયકામાં કાગળની નોટો છાપવા પાછળ ૫૨ હજારો કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ થયો છે. તે ઉપરાંત દર વર્ષે મોટી સંખ્યામાં ખરાબ થઈ ગયેલી અને જૂની તથા ફાટેલી નોટો પાછી લઈને ડિસ્પોઝ કરવાનું પ્રમાણ પણ ઘણું વધી ગયું છે. આની સાથે જ નોટ ખરાબ થવાનું પ્રમાણ પણ પાછલા વર્ષ કરતા ૧૨.૩ ટકા વધી ગયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૨૩.૮ અબજ નોટોને સર્ક્યુલેશનમાંથી બહાર કરવામાં આવી હતી, જે એક વર્ષ પહેલા સુધી ૨૧.૨૪ અબજ નોટો હતી.
ભારતમાં ઇમ્ૈં જે પોલિમરનો ઉપયોગ નોટ છાપવા માટે કરવા જઈ રહી છે, તેને ટેકનિકલ ભાષામાં બાયએક્સિયલી ઓરિએન્ટેડ પોલીપ્રોપીલીન (મ્ર્ંઁઁ) કહેવામાં આવે છે. આ પ્લાસ્ટિક તો છે, પરંતુ સામાન્ય કેરી બેગ જેવું તો બિલકુલ નથી હોતું. આ મ્ર્ંઁઁ ની વાત કરીએ તો તે ખાસ પ્રકારની પ્લાસ્ટિક શીટ હોય છે, જેને બંને દિશાઓમાં એટલે કે લંબાઈ અને પહોળાઈમાં ખેંચીને મજબૂત અને પારદર્શક બનાવવામાં આવે છે. તે ખૂબ જ પાતળી એટલે કે લગભગ ૯૦ માઇક્રોન હોવા છતાં સરળતાથી ફાટતી કે વળતી નથી. જાણકારો માને છે કે, પ્લાસ્ટિક-પોલિમરનો નોટો લાંબી રેસનો ઘોડો છે. આ જ કારણ છે કે સરકાર અને બેંકોને વારંવાર નવી નોટો છપાવવા અને જૂની ફાટેલી નોટો નષ્ટ કરવાના ખર્ચમાંથી મોટી રાહત મળે છે. તેથી લોંગ-ટર્મ ફાયદાના દ્રષ્ટિકોણથી પ્લાસ્ટિક નોટનો આ સોદો સસ્તો સાબિત થાય છે. પ્લાસ્ટિકની નોટોના ઉપયોગથી કાગળ, ઈંક, પાણી જેવા સંસાધનોનો ઉપયોગ ઘટી જશે. તે સિવાય પ્લાસ્ટિકની નોટો રિસાઈકલ કરી શકાય છે અને તેમાંથી અન્ય સંસાધનો બનાવી શકાય છે. આમ સરેરાશ પર્યાવરણનો બચાવ થશે અને યોગ્ય કામગીરી પણ થઈ શકશે.

  • દુનિયામાં ૭૦થી વધુ દેશોમાં પોલિમરની નોટોનો ઉપયોગ થાય છે
    પ્લાસ્ટિકની નોટોનો ઇતિહાસ ઓસ્ટ્રેેલિયા સાથે જોડાયેલો છે. એંસીના દશકમાં ઓસ્ટ્રેલિયામાં નકલી નોટોનો કારોબાર ખૂબ વધી ગયો હતો. આનાથી નિપટવા માટે ત્યાંની રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેેલિયાએ વૈજ્ઞાાનિક સંશોધન સંસ્થાઓ સાથે મળીને પ્લાસ્ટિકની નોટો તૈયાર કરી હતી.
    દુનિયામાં સૌથી પહેલી પ્લાસ્ટિક નોટ વર્ષ ૧૯૮૮માં ઓસ્ટ્રેલિયામાં બહાર પાડવામાં આવી હતી, જે દેશની આઝાદી અથવા કહીએ કે બ્રિટિશરોના આગમનની ૨૦૦મી જન્મજયંતિના પ્રસંગે એક કોમોડિટી નોટ તરીકે આવી હતી. આ પછી વર્ષ ૧૯૯૬ સુધીમાં ઓસ્ટ્રેેલિયાએ પોતાની તમામ કાગળની નોટોને સંપૂર્ણપણે પ્લાસ્ટિકની નોટોમાં બદલી નાખી હતી. ઓસ્ટ્રેલિયા પછી દુનિયાના ૭૦થી વધુ દેશો પ્લાસ્ટિકની નોટો અપનાવી ચૂક્યા છે અથવા તો તેનો આંશિક રીતે ઉપયોગ કરી રહ્યા છે. આમાંથી ઘણા દેશોએ પોતાની સંપૂર્ણ કરન્સીને કાગળમાંથી પ્લાસ્ટિકમાં શિફ્ટ કરી લીધી છે. આ નોટોનો ઉપયોગ કરનારા મોટા દેશોમાં બ્રિટનનું નામ આવે છે. બ્રિટને પોતાની તમામ નોટો એટલે કે ૫, ૧૦, ૨૦ અને ૫૦ પાઉન્ડને સંપૂર્ણપણે પ્લાસ્ટિક પોલિમરમાં બદલી નાખી છે.
    આના પર ત્યાંની જાણીતી હસ્તીઓના ફોટો છપાયેલા છે. તેવી જ રીતે વર્ષ ૨૦૧૧થી કેનેડિયન ડોલરને પ્લાસ્ટિકમાં બદલવાની શરૂઆત થઈ હતી અને આજે ત્યાં સંપૂર્ણપણે પોલિમર નોટો ચલણમાં આવી ગઈ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પડોશી દેશ ન્યૂઝીલેન્ડ પણ પોતાની સંપૂર્ણ કરન્સીને પોલિમરમાં ઢાળી ચૂક્યો છે.
    યુરોપની વાત કરીએ તો રોમાનિયા યુરોપનો પહેલો દેશ હતો જેણે ૧૯૯૯માં પ્લાસ્ટિક નોટો છાપી હતી અને ૨૦૦૩ સુધીમાં સંપૂર્ણપણે અપનાવી લીધી હતી.
    આ સિવાય વિયેતનામ, બ્રુનેઈ, પાપુઆ ન્યુ ગિની, માલદીવ, નાઇજીરિયા અને સિંગાપોર જેવા ઘણા દેશોમાં પ્લાસ્ટિકની નોટોનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે.