નવા નિયમો : હવે અમેરિકામાં રહીને ભણવું વધુ કપરું બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મોટાભાગના F-1 વિઝા ધારક વિદ્યાર્થીઓ અને J-1 કેટેગરીના એક્સચેન્જ વિઝિટર્સને હવે એક જ વખતમાં અમેરિકામાં રહેવા માટે મહત્તમ ચાર વર્ષની જ મંજૂરી મળશે. આ પહેલા વિદ્યાર્થીઓ જ્યાં સુધી પોતાના શિક્ષણ સંસ્થાનમાં માન્ય કોર્સ પૂરો ન કરે, ત્યાં સુધી લીગલ સ્ટેટસ સાથે અમેરિકામાં રહી શકતા હતા ઃ અત્યાર સુધી વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા પછી પોતાની રુચિ કે અનુકૂળતા મુજબ કોર્સ અથવા યુનિવર્સિટી બદલી શકતા હતા. પરંતુ હવે નવો નિયમ આ સુવિધા ઉપર પણ પૂર્ણવિરામ મૂકી રહ્યો છે. વિદ્યાર્થીઓ હવે અમેરિકન ઇમિગ્રેશન સત્તાવાળાઓની આગોતરી લેખિત મંજૂરી વિના પોતાની મરજીથી સબ્જેક્ટ (મેજર) બદલી શકશે નહીં ઃ પહેલાના નિયમ હેઠળ અભ્યાસ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓને દેશ છોડવા, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરૂ કરવા અથવા પોતાનું વિઝા સ્ટેટસ બદલવા માટે ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ મળતો હતો. હવે નવા નિયમમાં આ સમયગાળો ઘટાડીને માત્ર ૩૦ દિવસ કરી દેવામાં આવ્યો છે
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું અને ત્યાં પોતાના કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું સપનું જોતા લાખો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અને લાખો ડોલરની નોકરી સૌથી મોટું સપનું હોય છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અને હજારો લોકો અમેરિકન કંપનીઓમાં નોકરી માટે વીઝા લેવા એપ્લિકેશન કરતા હોય છે. તાજેતરમાં તુંડ મિજાજી ટ્રમ્પે વધુ એક અવિચારી નિર્ણય લઈને ઈમિગ્રેશનના નિયમોમાં વધુ એક ફેરફાર કરાવ્યો છે. તેના પગલે ભારતીય સમાજ અને વિદ્યાર્થીઓ માટે ફરી એક ચિંતા ઊભી થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અમેરિકન સ્ટુડન્ટ વિઝા સિસ્ટમમાં છેલ્લા કેટલાક દાયકાઓનો સૌથી મોટો અને આમૂલ ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ નવા નિયમો હેઠળ, અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળતી વર્ષો જૂની 'ડયુરેશન ઓફ સ્ટેટસ'ની સુવિધાને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. તેના સ્થાને હવે અમેરિકામાં રહેવા માટેની એક નિશ્ચિત સમય-સીમા નક્કી કરવામાં આવી છે. અમેરિકી ગૃહ સુરક્ષા વિભાગ દ્વારા આખરી ઓપ આપવામાં આવેલા આ નિયમોથી અમેરિકામાં ભણતા અને ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ અનેકગણી વધી જવાની આશંકા છે.
જાણકારોના મતે અમેરિકી ગૃહ સુરક્ષા વિભાગના નવા નોટિફિકેશન અનુસાર, વિઝા પ્રક્રિયા અને અમેરિકામાં રોકાણના નિયમોને અત્યંત કડક બનાવી દેવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, મોટાભાગના ખ-૧ વિઝા ધારક વિદ્યાર્થીઓ અને વ-૧ કેટેગરીના એક્સચેન્જ વિઝિટર્સને હવે એક જ વખતમાં અમેરિકામાં રહેવા માટે મહત્તમ ચાર વર્ષની જ મંજૂરી મળશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિદ્યાર્થીઓ જ્યાં સુધી પોતાના શિક્ષણ સંસ્થાનમાં માન્ય કોર્સ પૂરો ન કરે, ત્યાં સુધી તેઓ લીગલ સ્ટેટસ સાથે અમેરિકામાં રહી શકતા હતા. હવે નવા નિયમ પ્રમાણે જો કોઈ વિદ્યાર્થીનો કોર્સ ૪ વર્ષ કરતા વધુ સમયનો હશે (જેમ કે પીએચ.ડી. અથવા મેડિકલ), તો તેણે ૪ વર્ષ પૂરા થતા પહેલા વિઝા એક્સટેન્શન માટે અરજી કરવી પડશે અથવા તો અમેરિકાની બહાર બીજા દેશ અથવા તો પોતાના મૂળ દેશમાં જઈને ફરીથી પ્રવેશ મેળવવાની પરવાનગી લેવી પડશે.
આ ઉપરાંત અત્યાર સુધી વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા પછી પોતાની રુચિ કે અનુકૂળતા મુજબ કોર્સ અથવા યુનિવર્સિટી બદલી શકતા હતા. પરંતુ હવે નવો નિયમ આ સુવિધા ઉપર પણ પૂર્ણવિરામ મૂકી રહ્યો છે. વિદ્યાર્થીઓ હવે અમેરિકન ઇમિગ્રેશન સત્તાવાળાઓની આગોતરી લેખિત મંજૂરી વિના પોતાની મરજીથી સબ્જેક્ટ (મેજર) બદલી શકશે નહીં. તેઓ પોતાનો ડિગ્રી પ્રોગ્રામ પણ બદલી શકશે નહીં. એક કોલેજ કે યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લેવા માટે પણ ઇમિગ્રેશન અધિકારીઓની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. સૌથી ચિંતાજનક બાબત એવી પણ છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આ એક મોટો આર્થિક અને માનસિક ફટકો છે. તેનું કારણ એવું છે કે, પહેલાના નિયમ હેઠળ અભ્યાસ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓને દેશ છોડવા, ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરૂ કરવા અથવા પોતાનું વિઝા સ્ટેટસ બદલવા માટે ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ મળતો હતો. હવે નવા નિયમમાં આ સમયગાળો ઘટાડીને હવે માત્ર ૩૦ દિવસ કરી દેવામાં આવ્યો છે. એટલે કે અભ્યાસ પૂરો થયાના એક મહિનાની અંદર વિદ્યાર્થીએ આગળનો નિર્ણય લઈ લેવો પડશે અથવા દેશ છોડવો પડશે.
મહત્ત્વની વાત એ છે કે, આ નવો નિયમ સત્તાવાર રીતે પબ્લિશ થયાના ૬૦ દિવસ પછી લાગુ થવા જઈ રહ્યો છે. જો કે, આ સમયગાળા દરમિયાન તે અમેરિકન કોંગ્રેસની સમીક્ષા પ્રક્રિયા હેઠળ રહેશે. જો કોઈ કાનૂની પડકાર કે મોટો વિરોધ ન આવે, તો આ નિયમ આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણના સમીકરણો સંપૂર્ણપણે બદલી નાખશે.
ખાસ વાત એ છે કે, અમેરિકાની આ નવી નીતિ સુરક્ષા અને દેખરેખના નામે ભલે યોગ્ય ઠેરવવામાં આવી રહી હોય, પરંતુ વ્યવહારિક સ્તરે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક મોટો અવરોધ સાબિત થશે. ભારતીય વિદ્યાર્થીઓએ હવે વધુ સાવધ, વ્યવસ્થિત અને કાનૂની રીતે સજાગ રહેવું પડશે જેથી કરીને તેમનું વૈશ્વિક શિક્ષણનું સપનું અધૂરું ન રહી જાય.
જાણકારોના મતે અમેરિકનોમાં પોતાની લોકચાહના જાળવી રાખવા ટ્રમ્પ સતત વિદેશીઓ અને ભારતીયોને ટાર્ગેટ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની આ નીતિ તેમના વ્યાપક ઇમિગ્રેશન કંટ્રોલ અને 'અમેરિકા ફર્સ્ટ' એજન્ડાનો એક ભાગ છે. ગૃહ સુરક્ષા વિભાગે આ નિયમો પાછળ કેટલાક કારણો પણ આપ્યા હતા. ગૃહ વિભાગના મતે જૂની 'ડયુરેશન ઓફ સ્ટેટસ' સિસ્ટમના કારણે વિદ્યાર્થીઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે તેની સચોટ માહિતી રાખવી મુશ્કેલ બનતી હતી.
આ ઉપરાંત ઘણા વિદેશી વિદ્યાર્થીઓ એક પછી એક નાના કોર્સો કરીને, રિસર્ચના નામે અથવા પાર્ટ-ટાઇમ નોકરીઓના બહાને વર્ષો સુધી અમેરિકામાં જ રોકાઈ રહેતા હતા. આ નિયમથી આવા કેસો અટકશે. ટ્રમ્પ પ્રશાસને સત્તામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની તપાસ, કડક વિઝા ઇન્ટરવ્યુ અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન જેવા કડક પગલાં લીધા છે. આ નવો નિયમ ઇમિગ્રેશનની છટકબારીઓ બંધ કરવાનું કામ કરશે. ખાસ વાત એ છે કે, ઓપન ડોર્સ રિપોર્ટના તાજેતરના આંકડા અનુસાર, અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે અને ટૂંક સમયમાં જ ભારત પ્રથમ ક્રમે પહોંચવાની દિશામાં છે. હાલમાં અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં ૩,૩૦,૦૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના આશરે ૨૫% થી વધુ હિસ્સો ધરાવે છે. ભારતીય વિદ્યાર્થીઓ ટયુશન ફી, લિવિંગ કોસ્ટ અને અન્ય ખર્ચાઓ દ્વારા દર વર્ષે અમેરિકન અર્થતંત્રમાં ૧૦ અબજ ડોલરનું યોગદાન આપે છે.
આ ઉપરાંત અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓમાંથી આશરે ૭૫% થી ૮૦% વિદ્યાર્થીેઓ જી્ઈસ્ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)ના કોર્સો પસંદ કરે છે, જેમાં પીએચ.ડી. અને લાંબા ગાળાના રિસર્ચ પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે. તેથી જ જાણકારો માને છે કે, આ નવા નિયમની સૌથી વિપરીત અસર એવા વિદ્યાર્થીઓ પર પડશે જેઓ લાંબા ગાળાના ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા છે. અમેરિકામાં પીએચ.ડી. પૂર્ણ કરવામાં સામાન્ય રીતે ૫ થી ૭ વર્ષનો સમય લાગે છે. હવે આવા સંશોધકોએ ૪ વર્ષ પૂરા થતા જ વિઝા એક્સટેન્શનની લાંબી, ખર્ચાળ અને જટિલ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જો કોઈ કારણસર એક્સટેન્શન રિજેક્ટ થાય, તો તેમનું વર્ષોનું સંશોધન અધવચ્ચે જ લટકી જશે.
આ ઉપરાંત મેડિકલના અભ્યાસક્રમો અને જેઓ માસ્ટર્સ સાથે પીએચ.ડી. (ઘેચન ઘીયિીી) કરી રહ્યા છે, તેમના પ્રોગ્રામ પણ ૪ વર્ષથી વધુ ચાલે છે. તેમને દર વર્ષે કે દર બે વર્ષે ઇમિગ્રેશન ઓફિસના ધક્કા ખાવા પડશે.
વિઝા એક્સટેન્શન માટેની અરજી ફી, વકીલોની ફી અને વારંવાર થતા કાગળકામના કારણે મધ્યમવર્ગીય ભારતીય પરિવારો પર આર્થિક બોજ ઘણો વધી જશે.
એક અહેવાલ પ્રમાણે હાલમાં અમેરિકામાં અંદાજે ૩,૩૭,૬૩૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આ અત્યાર સુધીનો સૌથી સર્વોચ્ચ આંકડો છે.
છેલ્લા બે વર્ષમાં અમેરિકા જનારા ચીની વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વાર્ષિક ૨૩% થી ૨૫% નો રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને ગ્રેજ્યુએટ (માસ્ટર્સ અને પીએચ.ડી.) સ્તરે ભારતીય વિદ્યાર્થીઓ હવે પ્રથમ ક્રમે છે. ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ ટેક્સાસ, ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, ઇલિનોઇસ અને મેસેચ્યુસેટ્સ રાજ્યોની યુનિવર્સિટીઓ પસંદ કરે છે.
- શિક્ષણ જગત અને યુનિવર્સિટીઓમાં
નવા નિયમોના કારણે ચિંતા
અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓ (જેવી કે હાર્વર્ડ, એમઆઈટી, સ્ટેનફોર્ડ) અને હાયર એજ્યુકેશન યુનિયનોએ આ નિયમની આકરી ટીકા કરી છે. તેમના આ નવી સિસ્ટમ સામે કેટલાક વાંધા છે જેનો હજી સરકારે કે તંત્ર દ્વારા કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી.
તેમનું માનવું છે કે, અમેરિકા પહેલેથી જ સ્ટુડન્ટ અને એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા દરેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની પળેપળની માહિતી રાખે છે.
આવા સંજોગોમાં આ નવો નિયમ માત્ર એક બિનજરૂરી વહીવટી બોજ ઊભો કરશે. તે ઉપરાંત યુનિવર્સિટીઓનું માનવું છે કે આ કડક નિયમોના કારણે દુનિયાભરના તેજસ્વી વિદ્યાર્થીઓ અમેરિકા આવવાના બદલે કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે જર્મની જેવા દેશો તરફ વળી જશે, જ્યાં વિઝા નિયમો વધુ અનુકૂળ છે. અમેરિકાની વૈજ્ઞાાનિક પ્રગતિ પાછળ વિદેશી સંશોધકોનો મોટો હાથ છે. જો સંશોધકો અનિશ્ચિતતામાં જીવશે, તો અમેરિકાની નવીનતા અને વૈશ્વિક નેતૃત્વની ક્ષમતા નબળી પડશે. - ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય ઈમિગ્રન્ટ્સે આ બાબતો ધ્યાને રાખવી
જાણકારોના મતે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કે રિસર્ચ માટે અમેરિકા જવા ઈચ્છતા હોય તો તેમણએ કેટલીક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. આ બદલાયેલા માહોલમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે, હવે માત્ર એડમિશન મેળવવું કે ફી ભરવી પૂરતું નથી. વિદ્યાર્થીઓએ પોતાના વિઝા સ્ટેટસ, ૪ વર્ષની સમયસીમા અને આગામી પેપરવર્ક પર સતત નજર રાખવી પડશે. તે ઉપરાંત ભારતથી નીકળતા પહેલા જ યોગ્ય કોર્સ અને યુનિવર્સિટીની પસંદગી ફાઇનલ કરી લેવી હિતાવહ રહેશે, કારણ કે અમેરિકા ગયા પછી કોર્સ કે કોલેજ બદલવાની પ્રક્રિયા હવે અત્યંત જટિલ અને જોખમી બની ગઈ છે. ગ્રેસ પિરિયડ ૬૦ દિવસથી ઘટીને ૩૦ દિવસ થઈ ગયો હોવાથી, અભ્યાસના છેલ્લા સેમેસ્ટરમાં જ નોકરીની શોધ અથવા ર્ંઁ્ માટેની અરજી સબમિટ કરી દેવી પડશે, જેથી ભણવાનું પૂરું થતા જ લીગલ સ્ટેટસ જળવાઈ રહે.









