News Focus
દર વર્ષે કરોડો છોડની વાવણી, છતાં ઘટતું ગ્રીન કવર!
By GS Team
12 Jul 20267 mins read
ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં વિકાસના નામે 2.71 લાખથી વધુ પુખ્ત વૃક્ષો કપાયા છે. 1,313 હેક્ટર વન જમીન બિન-વનીકરણ હેતુઓ માટે ફાળવાઈ, જેમાં 854 હેક્ટર માત્ર રસ્તા પહોળા કરવા માટે વપરાઈ. દેશમાં 3 વર્ષમાં 28 લાખ વૃક્ષોનો ભોગ લેવાયો. ટોરોન્ટો વૃક્ષ કાપવા પર 1 લાખ ડોલર સુધીનો દંડ વસૂલે છે, જ્યારે ઇથિયોપિયાએ 12 કલાકમાં 3.5 કરોડથી વધુ છોડ રોપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
00:00
00:28
Summarized by AI; it may make mistakes. Check important info
ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં વિકાસના નામે 2.71 લાખથી વધુ પુખ્ત વૃક્ષો કપાયા છે. 1,313 હેક્ટર વન જમીન બિન-વનીકરણ હેતુઓ માટે ફાળવાઈ, જેમાં 854 હેક્ટર માત્ર રસ્તા પહોળા કરવા માટે વપરાઈ. દેશમાં 3 વર્ષમાં 28 લાખ વૃક્ષોનો ભોગ લેવાયો. ટોરોન્ટો વૃક્ષ કાપવા પર 1 લાખ ડોલર સુધીનો દંડ વસૂલે છે, જ્યારે ઇથિયોપિયાએ 12 કલાકમાં 3.5 કરોડથી વધુ છોડ રોપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
00:00
00:28
Summarized by AI; it may make mistakes. Check important info

વિકાસના નામે વનોનો વિનાશ : દેશમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિકાસકાર્યો માટે 28 લાખ વૃક્ષોનો ભોગ લેવાયો
- ટોરોન્ટોમાં વૃક્ષ કાપવા પરનો દંડ ૫૦૦ થી લઈને એક લાખ ડોલર પ્રતિ વૃક્ષ સુધીનો છે અને ગંભીર ઉલ્લંઘન માટે વધારાના એક લાખ ડોલર નક્કી કરાયેલા છે. આનું જ પરિણામ છે કે ટોરોન્ટો દર વર્ષે આશરે ૧ લાખ ૨૦ હજાર વૃક્ષો વાવે છે અને શહેરમાં અંદાજિત ૧ કરોડ ૧૫ લાખ વૃક્ષોનું વ્યવસ્થાપન કરે છે ઃ ઇથિયોપિયાએ માત્ર ૧૨ કલાકમાં સાડા ત્રણ કરોડથી પણ વધુ છોડ રોપ્યા અને એક દિવસમાં સૌથી વધુ છોડ રોપવાનો વૈશ્વિક રેકોર્ડ તોડી નાખ્યો. ઇથિયોપિયા 'ગ્રીન લેગસી' કાર્યક્રમમાં રોપાયેલા ૭૦ ટકાથી વધુ વૃક્ષો સ્થાનિક પ્રજાતિના હતા, જે સ્થાનિક ઇકોસિસ્ટમને ટેકો આપે છે. આ કાર્યક્રમે ગ્રામીણ વિસ્તારોમાં ૩ લાખથી વધુ રોજગારી ઊભી કરી ઃ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતભરમાં વન અને ડાયવર્ટેડ વિસ્તારોમાં સત્તાવાર રીતે ૨.૭૧ લાખથી વધુ પુખ્ત વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું નોંધાયું છે. બિન-વનીકીકરણ હેતુઓ માટે ૧,૩૧૩ હેક્ટરથી વધુ વન જમીન અન્ય હેતુઓ માટે ફાળવવામાં આવી હતી, જેમાં માત્ર રસ્તા પહોળા કરવાની પરિયોજનાઓ જ ૮૫૪ હેક્ટર જમીન કપાતમાં જતી રહી છે
ચોમાસાનો પહેલો વરસાદ જેવો થાય કે પહેલાં તો તંત્રની પ્રી મોનસુન કામગીરીની પોલ ખુલી જાય અને ત્યારબાદ વધુ એક સરકારી તરકટ ભીંજવી જાય છે. વરસાદ આવ્યા બાદ સરકારી તંત્ર પોતાની સુપરિચિત ઔપચારિકતામાં વ્યસ્ત થઈ જાય છે. વન વિભાગ, મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને સ્વયંસેવી સંસ્થાઓ લાખો છોડ રોપવાના લક્ષ્યાંકો નક્કી કરે છે, અખબારી યાદીઓ બહાર પાડે છે અને બીજા વર્ષના ચોમાસા સુધીના કાર્યક્રમો અને દેખાડાનું લિસ્ટ બને છે પણ વૃક્ષો કે છોડને સાચવવાનું કોઈ કામ થતું નથી. માત્ર જાહેરાતો, તસવીરો, સોશિયલ મીડિયામાં ચર્ચા અને સાહેબોની કથિત કામગીરી અને વિકાસના પોસ્ટરોમાં દેખાતી લિલોતરી સિવાય આ અભિયાનોમાં કશું જ હોતું નથી.
દર વર્ષે કરોડો છોડ રોપવામાં આવે છે, દર વર્ષે આંકડા દર્શાવવામાં આવે છે. પરંતુ દર વખતે જમીન પર ગ્રીન કવર એટલી જ ઝડપથી ઓછું થતું જાય છે. આ એવા તંત્રની બેદરકારીનું સ્વાભાવિક પરિણામ છે, જ્યાં જવાબદારીનાં મૂળ એટલાં જ નબળાં છે, જેટલાં રસ્તાના કિનારે ખાડામાં ધકેલી દેવાયેલા એ છોડના છે, જેને ન તો પાણી મળશે, ન સંભાળ મળશે અને ન તો જીવિત રહેવાની કોઈ વાસ્તવિક તક મળશે.
દિલ્હીનું ઉદાહરણ આ સ્થિતિનો સૌથી સચોટ અરીસો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજધાનીમાં બે કરોડ પાંચ લાખ છોડ રોપવામાં આવ્યા, પરંતુ તેમાંથી માત્ર ૬૦ ટકા જ જીવિત રહી શક્યા. આ એવા શહેરની હાલત છે, જ્યાં સરકારી તંત્ર સૌથી વધુ એક્ટિવ રહે છે. દૂરના જિલ્લાઓ અને ગામડાઓમાં તો આ જીવિત રહેવાનો દર વધુ દયનીય છે. જ્યારે ગ્રીન કવર વધવાની જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે દાવાઓની તપાસ કરવી જરૂરી બની જાય છે. ડિસેમ્બર ૨૦૨૪માં જાહેર કરાયેલા 'ભારત વન સ્થિતિ અહેવાલ-૨૦૨૩' (ૈંજીખઇ) માં જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૨૧થી દેશનો કુલ વન અને વૃક્ષ વિસ્તાર ૧,૪૪૫ ચોરસ કિલોમીટર વધ્યો છે અને તે ૨૦૨૩માં કુલ ભૌગોલિક વિસ્તારના ૨૫.૧૭ ટકા થઈ ગયો છે. જે-તે સમયે આ જ રિપોર્ટ સામે પર્યાવરણવિદોએ ભારે વાંધો ઉઠાવ્યો હતો. અનેક નિષ્ણાતોએ દાવો કર્યો કે સરકારે વાંસના વાવેતર, નાળિયેરીના વૃક્ષો અને બગીચાઓને વન આવરણના ભાગ તરીકે ગણી લીધા અને અહેવાલો મોટા કરીને રજૂ કરાયેલા આંકડાઓ સાથે એક ખામીયુક્ત રિપોર્ટ તૈયાર કર્યો. રબર, નીલગિરી અને બાવળના વાવેતરો જૈવવિવિધતાની દ્રષ્ટિએ એવા ગીચ કુદરતી વનોની બરાબરી બિલકુલ ન કરી શકે, જે સદીઓથી વિકસ્યા હતા અને જેનું એક-એક વૃક્ષ સેંકડો જીવજંતુઓનું આશ્રયસ્થાન હતું. આવા મોટા અને ઘેઘુર વૃક્ષોનું તો સતત છેદન થતું રહે છે અને તેના અહેવાલો કોઈ બનાવતું નથી.
વનોની દેખરેખ રાખતી સંસ્થા 'ગ્લોબલ ફોરેસ્ટ વોચ' ના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૦૧થી ૨૦૨૪ વચ્ચે ભારતે ૨૩.૧ લાખ હેક્ટર ગ્રીન કવર ગુમાવ્યું છે, જે વર્ષ ૨૦૦૦ની સરખામણીએ ૭.૧ ટકાનો ઘટાડો છે. આનાથી ૧.૨૯ ગીગાટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થયું અને વૈશ્વિક સ્તરે ડીફોરેસ્ટેશનની બાબતમાં ભારત વર્ષ ૨૦૧૫થી ૨૦૨૦ વચ્ચે બીજા ક્રમે રહ્યું, જ્યાં દર વર્ષે ૬.૬૮ લાખ હેક્ટર વન વિસ્તાર નષ્ટ થયો.
આ હકીકત જ વૃક્ષારોપણના ધતિંગોની દિશા નક્કી કરી દે છે. વિકાસની દરેક પરિયોજના, દરેક હાઇવે, દરેક ડેમ, દરેક ખાણ સૌથી પહેલા વૃક્ષોનું બલિદાન માંગે છે. પૂર્વોત્તર રાજ્યોમાં સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી), મધ્ય ભારતમાં ખનન અને પશ્ચિમ ઘાટ પર રસ્તા નિર્માણ તેમજ પર્યટનનું દબાણ મળીને એ વનસંપદાને નષ્ટ કરી રહ્યા છે, જેનું સર્જન કરવામાં પ્રકૃતિને હજારો વર્ષ લાગ્યા હતા. વિશ્વમાં વ્યક્તિદીઠ સરેરાશ ૪૦૦ વૃક્ષો છે, જ્યારે ભારતમાં આ સંખ્યા તેનાથી ઘણી ઓછી છે. જે દેશમાં 'ચિપકો આંદોલન' ચાલ્યું, ત્યાં જ વિચાર્યા વગર વૃક્ષો કાપી નાખવામાં આવે છે.
આવા સમયમાં જ્યારે કેનેડાના ક્યુબેક પ્રાંતના એક નાનકડા નગરમાંથી સમાચાર આવે છે કે તેણે સત્તાવાર રીતે વૃક્ષોને પોતાના અધિકારો ધરાવતા જીવંત પ્રાણી તરીકે માન્યતા આપી છે, ત્યારે તેના પર આપણું ધ્યાન જાય છે. ઓન્ટારિયોમાં મ્યુનિસિપલ એક્ટ-૨૦૦૧ હેઠળ નગરપાલિકાઓને વૃક્ષોની સુરક્ષા માટે વિગતવાર પેટા-નિયમો બનાવવાનો અધિકાર મળેલો છે અને તેનો જમીની સ્તરે અમલ પણ થાય છે.
ટોરોન્ટોમાં વૃક્ષ કાપવા પરનો દંડ ૫૦૦ થી લઈને એક લાખ ડોલર પ્રતિ વૃક્ષ સુધીનો છે અને ગંભીર ઉલ્લંઘન માટે વધારાના એક લાખ ડોલર નક્કી કરાયેલા છે. આનું જ પરિણામ છે કે ટોરોન્ટો દર વર્ષે આશરે ૧ લાખ ૨૦ હજાર વૃક્ષો વાવે છે અને શહેરમાં અંદાજિત ૧ કરોડ ૧૫ લાખ વૃક્ષોનું વ્યવસ્થાપન કરે છે, જેનાથી દર વર્ષે ૫ કરોડ ૫૦ લાખ ડોલરથી વધુનો પર્યાવરણીય લાભ મળે છે. આ માત્ર પર્યાવરણની નહીં, અર્થશાસ્ત્રનું પણ પરિમાણ છે. ભારતમાં આ વિચાર હજી સુધી ન તો નીતિઓમાં ઉતર્યો છે, ન વહીવટી માળખામાં દેખાયો ક સ્ફૂર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઇથોપિયાનું ઉદાહરણ પ્રેરણાદાયી અને તેનાથી પણ વધુ બોધપાઠ આપનારું છે. વીસમી સદીની શરૂઆતમાં ઇથોપિયાની ૩૫ ટકા ભૂમિ વનથી ઘેરાયેલી હતી, જે વર્ષ ૨૦૦૦ સુધીમાં ઘટીને માત્ર ચાર ટકા રહી ગઈ હતી. આ ઘટાડાને રોકવા માટે ઇથોપિયાએ જે રસ્તો અપનાવ્યો, તે વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયો. જુલાઈ ૨૦૧૯માં તેણે દેશભરમાં એક હજાર નિર્ધારિત સ્થળો પર માત્ર ૧૨ કલાકમાં સાડા ત્રણ કરોડથી પણ વધુ છોડ રોપ્યા અને એક દિવસમાં સૌથી વધુ છોડ રોપવાનો વૈશ્વિક રેકોર્ડ તોડી નાખ્યો. ઇથોપિયાના 'ગ્રીન લેગસી' કાર્યક્રમમાં રોપાયેલા ૭૦ ટકાથી વધુ વૃક્ષો સ્થાનિક પ્રજાતિના હતા, જે સ્થાનિક ઇકોસિસ્ટમને ટેકો આપે છે. આ કાર્યક્રમે ગ્રામીણ વિસ્તારોમાં ૩ લાખથી વધુ રોજગારી ઊભી કરી, જેમાં ૬૦ ટકા મહિલાઓ અને યુવાનો હતા. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં ઇથિયોપિયાનું વન આવરણ ૧૭.૨ ટકાથી વધીને ૨૩.૬ ટકા થઈ ગયું. આ વધારો આંકડાની જાદુગરી નહોતો, પરંતુ ધરતીની વાસ્તવિક હરિયાળી હતી. ઇથિયોપિયાની સૌથી મોટી સિદ્ધિ એ નથી કે તેણે રેકોર્ડ તોડયો, પરંતુ એ છે કે તેણે વૃક્ષારોપણને એક રાષ્ટ્રીય સંકલ્પમાં બદલી નાખ્યું, જ્યાં નેતાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ બધા એક સાથે આવીને ઊભા રહ્યા. આ સિવાય કોસ્ટા રિકાનો અનુભવ પણ એટલો જ શીખવા જેવો છે. ૧૯૭૦ના દાયકામાં જ્યારે તેનું વન આવરણ માત્ર ૧૭ ટકા રહી ગયું હતું, ત્યારથી લઈને ૨૦૨૪ સુધીમાં તેણે તેને ૫૪ ટકા સુધી પહોંચાડયું. આની પાછળ કોઈ મોટું ભંડોળ નહોતું, પરંતુ એક સરળ અને દૂરંદેશી નીતિ હતી, જેમાં વન ભૂમિ જાળવી રાખનારા ખેડૂતો અને જમીનમાલિકોને સરકાર તરફથી નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવ્યું. રવાન્ડાએ પણ પોતાની અનોખી સામુદાયિક ભાગીદારીના જોરે વન આવરણને વર્ષ ૨૦૦૦માં ૧૦ ટકાથી વધારીને ૨૦૨૪ સુધીમાં ૩૦ ટકાથી વધુ કરી દીધું. ત્યાં એક અનોખી વ્યવસ્થા છે, જે અંતર્ગત નાગરિકો દર મહિને એક શનિવારની સવાર પર્યાવરણના કાર્યો માટે સમર્પિત કરે છે. કાયદા અને સામુદાયિક જવાબદારીના આ સંયોજને રવાન્ડાને આફ્રિકામાં વન સંરક્ષણનું અગ્રદૂત બનાવી દીધું છે.
ભારત પાસે આ તમામ દેશોમાંથી શીખવાની ઉત્તમ તક છે. અહીં ન તો સાધનોની અછત છે, ન જમીનની અને ન તો માનવ સંસાધનોની. ખામી છે તો માત્ર રાજકીય ઈચ્છાશક્તિ, કડક કાયદાકીય માળખા અને લાંબા ગાળાના વિચારની. આજે જ્યારે અલ-નીનોની અસર, રેકોર્ડ તોડતી ગરમી અને ઘેરો બનતો જતો દુષ્કાળ દર વર્ષની સાથે વિકરાળ બની રહ્યો છે, ત્યારે વૃક્ષારોપણને એક ઔપચારિકતાની જેમ નહીં, પરંતુ એક કાયદાકીય જવાબદારી તરીકે જોવાની જરૂર છે.
જે દેશમાં પીપળાને પવિત્ર માનવામાં આવે છે અને વડને અમર, તે દેશમાં વૃક્ષને જીવંત પ્રાણીનો દરજ્જો આપવા માટે કોઈ કાયદાની નહીં, માત્ર સંકલ્પની જરૂર છે. ઈરાદો ત્યારે મજબૂત બને છે, જ્યારે એ સમજાય કે જે વૃક્ષ કાપવામાં આવ્યું, તેની સાથે ભવિષ્યનો એક શ્વાસ પણ કાપી નાખવામાં આવ્યો છે. - ગુજરાતમાં વિકાસના નામે લાખો વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે
ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ (ગુજરાત વન આંકડાકીય અહેવાલ) અને સ્ર્ઈખભભ (કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય) ના તાજેતરના આંકડા અનુસાર, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જાહેર આંતરમાળખાકીય સુવિધાઓ) - ખાસ કરીને રસ્તાઓ અને ઔદ્યોગિક ટાઉનશિપના વિકાસને કારણે મોટા પાયે વૃક્ષોનું નિકંદન નીકળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતભરમાં વન અને ડાયવર્ટેડ વિસ્તારોમાં સત્તાવાર રીતે ૨.૭૧ લાખથી વધુ પુખ્ત વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું નોંધાયું છે. બિન-વનીકીકરણ હેતુઓ માટે ૧,૩૧૩ હેક્ટરથી વધુ વન જમીન અન્ય હેતુઓ માટે ફાળવવામાં આવી હતી, જેમાં માત્ર રસ્તા પહોળા કરવાની પરિયોજનાઓ જ ૮૫૪ હેક્ટર જમીન કપાતમાં જતી રહી છે. તેના ઉપર લાખો વૃક્ષો અને છોડનું અસ્તિત્વ જ ભુંસાઈ ગયું છે.
રાજ્યમાં નોંધાયેલા વન વિસ્તારોની બહાર લાંબા ગાળાનું વૃક્ષ આચ્છાદન વર્ષ ૨૦૧૫-૧૬ માં ૮,૦૩૪ ચોરસ કિમી હતું, જે ઘટીને ૨૦૨૧-૨૩ના ચક્ર સુધીમાં ૬,૬૩૨ ચોરસ કિમી થઈ ગયું છે (આશરે ૧૭% થી ૨૦% નો લાંબા ગાળાનો ઘટાડો).
આ ઘટાડો મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોલાર પ્લાન્ટ્સની સ્થાપના માટે ખુલ્લી જમીનો તેમજ અનામત પાકેટ્સનો ઉપયોગ થવાને કારણે થયો હતો, જો કે ત્યારબાદ તેમાં નજીવો સુધારો જોવા મળ્યો છે.




