ઇરાન અને ઓમાન સ્ટ્રેટ ઓફ મલક્કાનું મોડલ અપનાવવા માગે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હિંસા અને યુદ્ધના ભય વચ્ચે સમજૂતીથી આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે ઓમાન-ઈરાનની વિચારણા
- હોર્મુઝ પર ચાલી રહેલા તણાવ વચ્ચે અચાનક સ્ટ્રેટ ઓફ મલક્કા એટલે કે મલક્કાની ખાડી ચર્ચામાં આવી ગઈ છે. ભારતથી અંદાજે ૩ હજાર કિમી દૂર આવેલો આ એવા દરિયાઈ માર્ગ છે જેના પર સમગ્ર એશિયાનો વેપાર ટકેલો છે. આ હોર્મુઝની જેમ જ એક મહત્વપૂર્ણ દરિયાઈ ચેક પોઇન્ટ છે, જે પશ્ચિમમાં અંદમાન સાગર અને પૂર્વમાં સાઉથ ચાઈના સીને જોડે છે : હોર્મુઝ પર જ્યારે પણ તણાવ વધે છે, ત્યારે મલક્કાની ચર્ચા શરૂ થઈ જાય છે. વાસ્તવમાં, હોર્મુઝને પર્સિયન ખાડીનો ગેટ (પ્રવેશદ્વાર) માનવામાં આવે છે. ખાડીના ઉત્પાદક દેશોમાંથી પહેલાં કાચું તેલ હોર્મુઝ થઈને અરબ સાગરમાં આવે છે અને ત્યાંથી હિંદ મહાસાગર, મલક્કા થઈને સાઉથ ચાઈના સી મારફતે પૂર્વ એશિયામાં પહોંચે છે : ઓમાને પણ હવે ઈરાનને મુકેલા પ્રસ્તાવ હેઠળ, ઇરાન અને ઓમાન હાલની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ પર નિર્ભર રહેવાને બદલે હોર્મુઝમાંથી વ્યાપારી નેવિગેશનનું સંયુક્ત રીતે સંકલન કરશે. ઓમાનના આ પ્રસ્તાવમાં શિપિંગ રૂટને ઇરાની અને ઓમાની પ્રાદેશિક જળસીમા વચ્ચે સરખે ભાગે વહેંચવાનો સમાવેશ થાય છે
અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવ વધ્યો છે તેનો અંત આવે તેવું લાગતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ઈરાન ઉપર સતત હુમલા કરાવે છે અને બીજી તરફ ઈરાનની સાથે હોર્મુઝની ખાડી માટે વાટાઘાટો કરતા હોવાની પણ વાતો ફેલાવે છે. ઈરાન યુદ્ધ ચાલુ હોવાનું જ રટણ કર્યા કરે છે. આ બંને દેશો ક્રૂડના વૈશ્વિક વેપાર ઉપર પોતાનો દબદબો કરવા ઈચ્છે છે અને તેના કારણે સંઘર્ષ અટકતો જ નથી. તેમાંય અમેરિકાના હિત તેનાથી પણ વધારે છે. બીજી તરફ ઈઝરાયેલના પોતાની હિતો છે. આ બધા વચ્ચે દુનિયાના બીજા દેશોની સ્થિતિ કફોડી થયેલી છે. હોર્મુઝની ખાડીમાં સમસ્યા ઉકલી ન હોવાથી ક્રૂડનો વૈશ્વિક વેપાર ખોટકાયેલો છે.
ફરી એક વખત ઈરાન, અમેરિકા અને ઓમાન વાટાઘાટો કરતા હોવાની ચર્ચા ચાલી છે પણ આ ચર્ચા કેટલી સાચી અને ખોટી તે આવનારો સમય જણાવશે. હોર્મુઝની ખાડીનો તો હાલમાં ઉકેલ આવે તેમ જણાતું નથી. બીજી તરફ સાઉદી પાસે આવેલી બાબ અલ મંદેબને પણ હુથી લડવૈયાઓએ તંગ કરી દીધી છે. અહીંયા પણ વૈશ્વિક જહાજો ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે. હવે એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ઈરાન અને ઓમાન મલક્કાની ખાડીની જે વ્યવસ્થા છે તેવી રીતે કામ કરવા માગે છે. તેના દ્વારા ફરી એક વખત વૈશ્વિક સ્તરે ક્રૂડનો સપ્લાય રિસેટ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ પર ચાલી રહેલા તણાવ વચ્ચે અચાનક સ્ટ્રેટ ઓફ મલક્કા એટલે કે મલક્કાની ખાડી ચર્ચામાં આવી ગઈ છે. ભારતથી અંદાજે ૩ હજાર કિમી દૂર આવેલો આ એવા દરિયાઈ માર્ગ છે જેના પર સમગ્ર એશિયાનો વેપાર ટકેલો છે. આ હોર્મુઝની જેમ જ એક મહત્વપૂર્ણ દરિયાઈ ચેક પોઇન્ટ છે, જે પશ્ચિમમાં અંદમાન સાગર અને પૂર્વમાં સાઉથ ચાઈના સીને જોડે છે. હોર્મુઝની જેમ જ અહીંથી પણ વૈશ્વિક તેલ પુરવઠાનો એક મોટો હિસ્સો પસાર થાય છે. આ સિવાય ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી, કાચો માલ, ન્શય્ અને તૈયાર માલ માટે પણ આ એક અગ્રણી માર્ગ છે. મલક્કા પર ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાની સપ્લાય ચેઈન પૂરી રીતે નિર્ભર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે છેલ્લા દિવસોમાં સ્ટ્રેટ ઓફ મલક્કા ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેના પર ટોલ ટેક્સ લગાવવાની વાત કહેવામાં આવી હતી. આનાથી દુનિયાભરના દેશો ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે, ઈન્ડોનેશિયાના નાણામંત્રીએ આના પર ટોલ લાગવાની શક્યતાને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે હાલમાં દેશની સરકારનો આવો કોઈ પ્લાન નથી. તેના પગલે સ્થિતિ કાબુમાં આવી ગઈ હતી.
મલક્કાની ખાડી, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચેનો એક સાંકડો દરિયાઈ માર્ગ છે. જો ભારતના દ્રષ્ટિકોણથી જોઈએ તો પહેલા હિંદ મહાસાગર અને ત્યારબાદ અંદમાન સાગર આવે છે. અહીં જ મલક્કા સમુદ્ર ધુની આવેલી છે. આ પછી સિંગાપુરથી સાઉથ ચાઈના સી શરૂ થઈ જાય છે. આગળ જઈને આ જ રસ્તો ચીન, જાપાન, સાઉથ કોરિયા થઈને પ્રશાંત મહાસાગર સુધી પહોંચે છે. આ સમુદ્ર માર્ગ આશરે ૮૦૦ કિલોમીટર લાંબો છે, જે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાં ગણાય છે. મલક્કાની સમુદ્ર ધુની મુખ્યત્વે ત્રણ દેશોથી ઘેરાયેલી છે. તેમાં પશ્ચિમ અને દક્ષિણમાં ઈન્ડોનેશિયાનો સુમાત્રા ટાપુ આવેલો છે જ્યારે ઉત્તર-પૂર્વમાં મલેશિયા અને દક્ષિણે સિંગાપુર આવેલો છે. તેનો કેટલોક ભાગ થાઈલેન્ડ સાથે પણ જોડાય છે. જોકે, આનું સંચાલન ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપુર દ્વારા કરવામાં આવે છે. આ રસ્તો ખૂબ સાંકડો છે. આવા સાંકડા રસ્તાઓ જ્યાંથી મોટી માત્રામાં જહાજો પસાર થતા હોય તેને ચેક પોઇન્ટ કહેવામાં આવે છે. જો કોઈ કારણસર આ રસ્તો ખોટકાઈ જાય, તો વૈશ્વિક વેપાર પર માઠી અસર પડે છે.
ઉલ્લેખનીય છે કે, મલક્કા એશિયા અને યુરોપ વચ્ચેનો સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ છે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો અહીંથી જ પસાર થાય છે. ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના વેપાર માટે પણ આ મુખ્ય માર્ગ છે. વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજો આ જ રસ્તેથી પસાર થાય છે. એ જ કારણ છે કે હોર્મુઝ પર જ્યારે પણ તણાવ વધે છે, ત્યારે મલક્કાની ચર્ચા શરૂ થઈ જાય છે. વાસ્તવમાં, હોર્મુઝને પર્સિયન ખાડીનો ગેટ (પ્રવેશદ્વાર) માનવામાં આવે છે. ખાડીના ઉત્પાદક દેશોમાંથી પહેલાં કાચું તેલ હોર્મુઝ થઈને અરબ સાગરમાં આવે છે અને ત્યાંથી હિંદ મહાસાગર, મલક્કા થઈને સાઉથ ચાઈના સી મારફતે પૂર્વ એશિયામાં પહોંચે છે.
મહત્ત્વની વાત એ છે કે, ચીનની ઊર્જા સુરક્ષાનો મોટો હિસ્સો આના પર જ નિર્ભર કરે છે. ચીન લાંબા સમયથી ધમલક્કા ડિલેમાધની વાત કરતું રહ્યું છે. એટલે કે, જો અહીં કોઈ સંઘર્ષ કે સંકટની પરિસ્થિતિ ઊભી થાય તો મલક્કા માર્ગ બંધ થઈ જશે. આનાથી ચીનનો તેલ અને ગેસ પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થશે. ચીન પોતે પણ આને પોતાની સૌથી મોટી વ્યૂહાત્મક નબળાઈઓમાંથી એક માને છે. એટલા માટે જ તે 'ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર' (ભઁઈભ), મ્યાનમાર પાઈપલાઈન પ્રોજેક્ટ અને 'બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ' (મ્ઇૈં) જેવી યોજનાઓ ચલાવી રહ્યું છે, જેથી મલક્કા પર તેની નિર્ભરતા ઘટી શકે. બીજી તરફ, સિંગાપુરને આ ખાડી માર્ગે માટે અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. સિંગાપુર મલક્કાની દક્ષિણમાં આવેલું છે. એનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે અહીં વૈશ્વિક કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ હબ છે. ઘણા જહાજો અહીં જ માલ ઉતારે છે અને ફરીથી લોડ કરે છે. જહાજો અહીંથી જ બળતણ (ઈંધણ) ભરે છે. એશિયા અને યુરોપ વચ્ચેના દરિયાઈ માર્ગમાં આ એક અત્યંત મહત્વપૂર્ણ પડાવ છે. આ ઉપરાંત મલક્કા સમુદ્ર ધુની ક્ષેત્ર અંદમાન સાગરથી શરૂ થાય છે. આ અંદમાન અને નિકોબાર ટાપુઓની બિલકુલ નજીક છે. આ જ કારણ છે કે ભારત અહીં સૈન્ય અને નૌકાદળની મજબૂત હાજરી ધરાવે છે. આનાથી દરિયાઈ દેખરેખ રાખવી સરળ બને છે અને હિંદ-પ્રશાંત વ્યૂહરચનામાં ભારતની ભૂમિકા જળવાઈ રહે છે. તેથી, ભારત માટે આ માત્ર એક દરિયાઈ માર્ગ નથી. આ ઉપરાંત દેશ ન્શય્ અને તેલની આયાત માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને આસિયાન (છજીઈછશ) દેશો સાથે સંપર્ક માટે મલક્કા જ એકમાત્ર દરિયાઈ માર્ગ છે.
જાણકારો માને છે કે, આ સમુદ્રમાર્ગ ઉપર ટોલ ટેક્લ લગાડવાની અવારનવાર વાતો થઈ રહી છે પણ તે શક્ય બનતું નથી. તેની સંભાળ રાખતા દેશો હજી આ દિશામાં વિચારતા નથી પણ જો ખરેખર હોર્મુઝ જેવી સ્થિતિ અહીંયા ઊભી થાય કે ટોલ લાગુ કરવામાં આવે તો વૈશ્વિક વેપારને માઠી અસર થઈ શકે તેમ છે. જાણકારોના મતે અહીંથી પસાર થતા જહાજો પર વધારાની ટ્રાન્ઝિટ ફી લાગશે, જેનાથી દરિયાઈ મુસાફરી મોંઘી થશે.
ઉપરાંત શિપિંગ કંપનીઓની પડતર કિંમત વધશે અને વીમા પ્રીમિયમ મોંઘા થઈ જશે. તેને પગલે તેલ, ગેસ અને કાચા માલની કિંમતો પણ વધી શકે છે. આ રસ્તેથી અબજો ડોલરનો વેપાર થાય છે, તેથી મામૂલી ફી પણ સમગ્ર વૈશ્વિક સપ્લાય ચેઈન પર મોટી અસર પાડી શકે છે.
ઇરાન અને ઓમાન સંયુક્ત રીતે હોર્મુઝનું સંચાલન કરવા માગે છે
ઓમાને 'સ્ટ્રેટ ઓફ મલક્કા'ની જેમ જ એક સંયુક્ત પ્રાદેશિક સંચાલન પ્રણાલીનો પ્રસ્તાવ મૂક્યો છે, જ્યાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર પોતાના પ્રાદેશિક જળસીમા પર સાર્વભૌમત્વ જાળવી રાખીને નેવિગેશન સુરક્ષા અને દરિયાઈ સંકલન પર સહયોગ કરે છે.
ઓમાને પણ હવે ઈરાનને આવી રીતે જ કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. મસ્કતના આ પ્રસ્તાવ હેઠળ, ઇરાન અને ઓમાન હાલની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ પર નિર્ભર રહેવાને બદલે હોર્મુઝમાંથી વ્યાપારી નેવિગેશનનું સંયુક્ત રીતે સંકલન કરશે. ઓમાનના આ પ્રસ્તાવમાં શિપિંગ રૂટને ઇરાની અને ઓમાની પ્રાદેશિક જળસીમા વચ્ચે સરખે ભાગે વહેંચવાનો સમાવેશ થાય છે. જેમાં પર્સિયન ખાડીમાં પ્રવેશતા જહાજો કોરિડોરની એક બાજુનો અને બહાર નીકળતા જહાજો બીજી બાજુનો ઉપયોગ કરશે. આ પ્રસ્તાવમાં નેવિગેશનલ સુરક્ષા પર વ્યાપક સહયોગની પણ કલ્પના કરવામાં આવી છે, જેને મલક્કા સામુદ્રધૂનીમાં વપરાતી પદ્ધતિઓની જેમ શિપિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવતા સ્વૈચ્છિક યોગદાનથી પણ મદદ મળી શકે છે. ઇરાનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર કાઝેમ ગરીબાબાદીના જણાવ્યા અનુસાર, તેહરાને સૂચવેલા ૫૦-૫૦ વિભાજનને નકારી કાઢયું હતું અને તેના બદલે એક એવું માળખું સૂચવ્યું હતું જે ઇરાનને સામુદ્રધૂનીની તેની બાજુએ શિપિંગની દેખરેખ રાખવાની મંજૂરી આપે, જ્યારે ઓમાન માત્ર સામેની લેનના એક ભાગની જ સુપરવિઝન કરી શકશે.
ઓમાનનું માનવું છે કે હોર્મુઝ માટે પણ મલક્કાનું જ મોડેલ અપનાવી શકાય છે, જે બંને દરિયાકાંઠાના દેશોને પોતપોતાના ક્ષેત્રાધિકારને જાળવી રાખીને વ્યાપારી શિપિંગને સુવિધાજનક બનાવવાની મંજૂરી આપશે.
આવા માળખાની સફળતાપૂર્વક નકલ કરી શકાય કે કેમ તે અનિશ્ચિત છે. મલક્કા સામુદ્રધૂનીથી વિપરીત, હોર્મુઝ એ ઇરાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ખાડીના કેટલાક દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષના કેન્દ્રમાં છે. કોઈપણ રસ્તો આવે પણ અહીંયા આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ અને ઉર્જા બજારોને આશ્વાસન આપવું પડશે કે નેવિગેશન સુરક્ષિત, અનુમાનિત અને રાજકીય વિક્ષેપથી મુક્ત રહેશે.









