News Focus

ધર્મની સાથે વિજ્ઞાનનો વિકાસ થશે તો સાચા વિશ્વગુરુ થવાશે

By GS Team
19 Jul 20267 mins read
TukuTouch Logo
ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે મોટી ઘટનાઓ બની છે. 100 થી વધુ વૈજ્ઞાનિકોએ ISRO છોડી દીધું છે. બીજી તરફ, હૈદરાબાદની ખાનગી સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસે વિક્રમ-1 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ કંપની ISRO છોડનારા 2 વૈજ્ઞાનિકોએ 2018માં સ્થાપી હતી. વર્તમાન સરકારમાં વૈજ્ઞાનિક અભિગમને બદલે ધાર્મિક વિકાસને પ્રાધાન્ય મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મની સાથે વિજ્ઞાનનો વિકાસ થશે તો સાચા વિશ્વગુરુ થવાશે

ભાજપ રાજમાં બાંગો પોકારવામાં આવે છે કે, છેલ્લાં 70 વર્ષમાં જે નહોતું થયું તે હવે થઈ રહ્યું છે. છેલ્લાં પંદર વર્ષમાં થઈ રહ્યું છે. વાત બિલકુલ સાચી છે, છેલ્લાં ૭૦ વર્ષમાં ઈસરો છોડીને કોઈ જતું નહોતું પણ હવે ખાનગીકરણ અને પોલિસી પેરાલિસિસના પગલે સંશોધકો ઈસરો છોડીને ખાનગી કંપનીઓ સાથે જોડાઈ રહ્યા છે : આઝાદી બાદ વડા પ્રધાન નહેરુએ ધાર્મિક સમરસતાને માન આપીને વૈજ્ઞાનિક અભિગમ સાથએ આગળ વધવાનું નક્કી કર્યું હતું. હાલની સરકારમાં છેલ્લાં પંદર વર્ષમાં વૈજ્ઞાનિક અભિગમ ક્યાંય ગંગા નદીના તળીયે જતો રહ્યો છે અને માત્ર ધાર્મિક વિકાસ અને મંદિરોના અને ધાર્મિક સ્થળોના વિકાસ સિવાય કશું જ થતું નથી : ભાજપ સરકારે નવી IITs અને AIIMS ખોલવાની જાહેરાત તો કરી, પરંતુ મોટાભાગની નવી સંસ્થાઓ કાયમી કેમ્પસ, પૂરતા પ્રોફેસરો અને પ્રયોગશાળાઓ વિના ભાડાના મકાનો કે હંગામી વ્યવસ્થા હેઠળ ચાલી રહી છે. નેહરુએ સ્થાપેલી ૫ IITs જેવી ગુણવત્તા નવી ૧૫ IITs ભેગી મળીને પણ આપી શકતી નથી. આ સિવાય ઇસરો અને ડીઆરડીઓ જેવા પ્રતિષ્ઠિત સંગઠનોમાં અમલદારશાહીનું વર્ચસ્વ વધ્યું છે

ભારતમાં તાજેતરમાં વૈજ્ઞાનિક સંસોધન અને સ્પેસ સંશોધન ક્ષેત્રમાં બે મોટી ઘટનાઓ બની છે. એક તરફ ૧૦૦થી વધારે સંશોધકો અને વૈજ્ઞાનિકોએ ઈસરોમાંથી રાજીનામા આપી દીધા છે. મોટાભાગનાએ વીઆરએસ લઈ લીધું છે. આ તો થઈ પહેલી ઘટનાની વાત જેણે દેશભરમાં વૈચારિક ભૂકંપ લાવી દીધો છે. બીજી ઘટનાની વાત કરીએ તો શનિવારે ભારતની જ ખાનગી સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હતી. આ ખાનગી સ્પેસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું વિક્રમ-૧ નામનું ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ થઈને ઉપગ્રહને અવકાશમાં સ્થાપિત કરી આવ્યું હતું. આત્મનિર્ભર ભારતના મિશનની દિશામાં આ ઉત્તમ પગલું ગણવામાં આવી રહ્યું છે. ભારતીય વડા પ્રધાને પણ આ અભિયાનની સફળતાના ખોબલે ખોબલે વખાણ કર્યા હતા.
આ બંને ઘટનાઓ એકબીજાથી અલગ છે છતાં સંકળાયેલી છે. હાલમાં જે ઈસરોના સંશોધકોની નોકરી છોડવાની વાતો ચાલી છે તેવા જ બે સંશોધકોએ ૨૦૧૮માં ઈસરો છોડી દીધું હતું.
પવન કુમાર ચંદાના અને નાગા ભરથ ડાકા નામના બે સંશોધકોએ ઈસરો છોડીને હૈદરાબાદ ખાતે સ્કાયરૂટ એરોસ્પેસ નામની ખાનગી સ્પેસ કંપનીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમની સાથે ઘણા નિવૃત્ત ઈસરો સંશોધકો જોડાયા હતા. બીજી તરફ એવા પણ અહેવાલો છે કે, ઘણા ઈસરો છોડીને પવન અને નાગા ભરથ સાથે જોડાયા હતા. આ બંને ઈસરો છોડનારા સંશોધકોની જ કંપનીઓ હવે ભારતને મહત્ત્વની સિદ્ધિ અપાવી છે. તેમની નોકરી છોડવા પાછળ કે પોતાની કંપની બનાવવા પાછળ જે કારણો રહ્યા હશે કે હાલમાં જે રહ્યા છે તેની તરફ લોકોનું ધ્યાન જતું જ નથી.
હકિકત એવી છે કે, ભાજપ રાજમાં બાંગો પોકારવામાં આવે છે કે, છેલ્લાં ૭૦ વર્ષમાં જે નહોતું થયું તે હવે થઈ રહ્યું છે. છેલ્લાં પંદર વર્ષમાં થઈ રહ્યું છે. વાત બિલકુલ સાચી છે, છેલ્લાં ૭૦ વર્ષમાં ઈસરો છોડીને કોઈ જતું નહોતું પણ હવે ખાનગીકરણ અને પોલિસી પેરાલિસિસના પગલે સંશોધકો ઈસરો છોડીને ખાનગી કંપનીઓ સાથે જોડાઈ રહ્યા છે. ભારતની આઝાદી બાદ આર્થિક સ્થિતિ ખસ્તાહાલ હતી છતાં કોંગ્રેસ સરકારે ભારતને આગળ વધારવા માટે મોટી મોટી શિક્ષણ સંસ્થાઓ, આઈઆઈટી, આઈઆઈએમ, ઈસરો જેવી સંસ્થાઓ શરૂ કરી હતી. તે સમયના વડા પ્રધાન નહેરુએ ધાર્મિક સમરસતાને માન આપીને વૈજ્ઞાનિક અભિગમ સાથએ આગળ વધવાનું નક્કી કર્યું હતું. હાલની સરકારમાં છેલ્લાં પંદર વર્ષમાં વૈજ્ઞાનિક અભિગમ ક્યાંય ગંગા નદીના તળીયે જતો રહ્યો છે અને માત્ર ધાર્મિક વિકાસ અને મંદિરોના અને ધાર્મિક સ્થળોના વિકાસ સિવાય કશું જ થતું નથી.
ઉલ્લેખનીય છે કે, આઝાદી પછીના આ ૭૫ વર્ષની સફર જોઈએ તો તેમાં મોટો તફાવત છે જે આંખે ઉડીને વળગે તેવો છે પણ હાલની પેઢી અને પ્રજા તેને સ્વીકારી શકે તેવી સ્થિતિમાં નથી અને કદાચ સ્વીકારવા માગતી પણ નથી. નેહરુ અને મોદી શાસનકાળ વચ્ચેનો સૌથી મોટો તફાવત સરકારની પ્રાથમિકતાઓમાં જોવા મળે છે. ટીકાકારો અને સમાજશાસ્ત્રીઓના મતે વર્તમાન સમયમાં દેશની દિશા ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રગતિથી હટીને ધાર્મિક પુનરુત્થાન તરફ વળી ગઈ છે. ભાજપ શાસનમાં ધાર્મિક સ્થળો, ભવ્ય મંદિરોના નિર્માણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સત્તાવાર પ્રોત્સાહન મળ્યું છે. આના પરિણામે સમાજમાં બહુમતીવાદ હાવી થયો છે અને ધાર્મિક સહિષ્ણુતા ઘટી છે. ભીડ દ્વારા હિંસા, અપ્રમાણિત ધાર્મિક કથનોને વિજ્ઞાન તરીકે રજૂ કરવાની પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયા પર વધતી નફરતને કારણે દેશનું સામાજિક માળખું નબળું પડયું છે.
બીજી ચિંતાજનક બાબત એવી છે કે, નેહરુએ સ્થાપેલી સંસ્થાઓ જેવી કે ૈંભલ્લઇ શભઈઇ્ અને અગ્રણી યુનિવર્સિટીઓ (જેમ કે વશેં, છસ્ેં, મ્લ્લેં) માં યોગ્યતાના આધારે નહીં પરંતુ વૈચારિક વફાદારીના આધારે નિમણૂકો થતી હોવાના આક્ષેપો છે. પાઠયપુસ્તકોમાંથી ઇતિહાસ અને વિજ્ઞાનના પ્રકરણો (હટાવવાના નિર્ણયોએ વૈજ્ઞાનિક સમુદાયમાં ચિંતા જન્માવી છે. વાર્ષિક ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં પ્રાચીન ભારતીય વિજ્ઞાનના નામે અતિશયોક્તિભર્યા અને અપ્રમાણિત દાવાઓ રજૂ થવા લાગ્યા, જેનાથી વૈશ્વિક સ્તરે ભારતીય વૈજ્ઞાનિક શાખને નુકસાન થયું છે.
આઝાદીના અમૃત મહોત્સવો ઉજવાયા પણ ખરેખર દેશમાં ક્યાંય અમૃતકાળ જેવું નથી. શિક્ષણ સંસ્થાઓ અને વૈજ્ઞાનિક કામગીરીમાં ઘટાડો નોંધાય છે. આંકડાકીય અને ગુણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો નેહરુકાળમાં શૂન્યમાંથી સંસ્થાઓનું નિર્માણ થયું હતું, જ્યારે વર્તમાન સમયમાં માત્ર સંસ્થાઓની સંખ્યા વધારવા પર ભાર છે, તેની ગુણવત્તા પર નહીં. ભારત પોતાના જીડીપી ના માત્ર ૦.૬% થી ૦.૭% જેટલો હિસ્સો જ સંશોધન પાછળ ખર્ચે છે, જે ચીન (૨.૪%) કે અમેરિકા (૩.૪%) ની સરખામણીએ ઘણો ઓછો છે.
ભાજપ સરકારે નવી ૈંૈં્જ અને છૈંૈંસ્જી ખોલવાની જાહેરાત તો કરી, પરંતુ મોટાભાગની નવી સંસ્થાઓ કાયમી કેમ્પસ, પૂરતા પ્રોફેસરો અને પ્રયોગશાળાઓ વિના ભાડાના મકાનો કે હંગામી વ્યવસ્થા હેઠળ ચાલી રહી છે. નેહરુએ સ્થાપેલી ૫ ૈંૈં્જ જેવી ગુણવત્તા નવી ૧૫ ૈંૈં્જ ભેગી મળીને પણ આપી શકતી નથી. આ સિવાય ઇસરો અને ડીઆરડીઓ જેવા પ્રતિષ્ઠિત સંગઠનોમાં અમલદારશાહીનું વર્ચસ્વ વધ્યું છે. વૈજ્ઞાનિકોને મુક્તપણે કામ કરવાની સ્વાયત્તતા ઓછી મળી રહી છે અને તેમના વેતન ભથ્થાં વૈશ્વિક કે ખાનગી બજારની સરખામણીએ ખૂબ જ સીમિત છે.
પરિણામે, ડેટા દર્શાવે છે કે આઈઆઈટી અને આઈઆઈએમમાંથી પાસ થતા યુવાનો અને ઇસરોના અનુભવી વૈજ્ઞાનિકો દેશ છોડી રહ્યા છે અથવા ખાનગી કોર્પોરેટ સેક્ટરમાં જોડાઈ રહ્યા છે. હાલમાં સર્જાયેલી બ્રેેઈન ડ્રેઈનની સ્મસ્યાએ સમગ્ર દેશને ચિંતામાં મુકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, નહેરૂકાળમાં આયોજન પંચ દ્વારા પંચવર્ષીય યોજનાઓ હેઠળ લાંબાગાળાનું આયોજન થતું હતું. તેની સરખામણીમાં હાલમાં ભાજપ શાસનમાં નીતિઓ લાંબાગાળાના વિઝન વગર, અચાનક અને હેડલાઇન મેનેજમેન્ટ માટે લેવાતી હોવાની છાપ ઊભી થઈ છે, જે પોલિસી પેરાલિસિસ સિવાય કશું જ નથી. તેની અસર જોઈએ તો વર્ષ ૨૦૧૬માં કોઈ પણ પૂર્વ આયોજન કે આથક નિષ્ણાતોની સલાહ વિના લેવાયેલા નોટબંધીના મનસ્વી નિર્ણયે ભારતીય અર્થતંત્રની કમર તોડી નાખી. અસંગઠિત ક્ષેત્ર અને લઘુ ઉદ્યોગો આજ દિન સુધી આ આંચકામાંથી બહાર આવી શક્યા નથી. તેવી જ રીતે જીએસટીનો કાયદો સારો હોવા છતાં તેનો ઉતાવળિયો અમલ તથા તેનું જટિલ અને અવારનવાર બદલાતું માળખું વેપારીઓ માટે માથાનો દુખાવો બન્યું છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તેના કારણે નાણાકીય વિવાદો વધ્યા છે.
મહત્ત્વની વાત એ છે કે, કોંગ્રેસ રાજમાં વિકાસ થયો અને ભાજપ રાજમાં રકાસ થયો તેવું નથી. બંને સરકારોના સમયમાં તેમની રીતે કામ થયું છે અને તેમના નકારાત્મક પાસાઓ પણ છે. તેમ છતાં હાલમાં ભારતની જે વૈજ્ઞાનિક સ્થિતિ છે અને સંશોધકોની કફોડી હાલત છે તેમાં પોલિસી પેરાલિસિસ સૌથી મોટો ભાગ ભજવે છે. જાણકારો માને છે કે, આઝાદી બાદ કોંગ્રેસકાળમાં સંસ્થાકીય માળખા બન્યા અને નવી સંસ્થાઓનો વિકાસ થયો પણ તે માત્ર શહેરી વિસ્તારમાં થયો અને તેનો લાભ ઉચ્ચ વર્ગ સુધી જ સિમિત રહ્યો. બીજી તરફ હાલમાં સંસ્થાઓની સંખ્યા મોટાપાયે વધી છે પણ તેની સ્વાયત્તતા પૂરી થઈ ગઈ છે. સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપર વૈચારિક દબાણ વધ્યું છે. કોંગ્રેસ કાળમાં આથક અસમાનતા વધી હતી પણ સેક્યુલારિઝમ જળવાઈ રહ્યું હતું. હાલમાં સામાજિક ધુ્રવીકરણ ચરમસીમાએ ચાલી રહ્યું છે. ધાર્મિક અને સામાજિક કટ્ટરતા ચરમસીમાએ છે જેના કારણે દેશની આંતરિક સુરક્ષા અને શાંતિ જોખમાયા છે.
તેવી જ રીતે નીતિગત બાબતો જોઈએ તો આઝાદી પછીની તત્કાલિન સરકારે સોવિયેત મોડલ અપનાવ્યું હતું. તેના કારણે આર્થિક વિકાસ દર ધીમે હતો પણ મજબૂત રીતે આગળ વધતો હતો. હાલના સમયે વિકાસદર વધારે છે પણ અણધારી અને અવિચારી કેન્દ્રીય નીતિઓ જેવી કે જીએસટી, નોટબંધી, લોકડાઉન વગેરેના કારણે આર્થિક અસ્થિરતા આવી છે.
આ ઉપરાંત આઝાદી બાદ પ્રાથમિક શિક્ષણની ઉપેક્ષા થઈ હતી પણ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ વિકસી હતી અને તેની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા હતી. હાલમાં તમામ સ્તરે બજેટ કપાયું છે. સંશોધન થતા નથી અને સંશોધન કે પ્રયોગોના નામે સ્યુડો સાયન્સનો પ્રચાર થઈ રહ્યો છે.

  • વિજ્ઞાનના ધર્મ અને ધર્મના વિજ્ઞાનને સમજીને આગળ વધીશું તો સાચો વિકાસ થશે
    જ્યારે કોઈ દેશ વિજ્ઞાન, તર્ક અને ગુણવત્તાયુક્ત શિક્ષણને બાજુ પર મૂકીને માત્ર ધાર્મિક ભવ્યતા, ઈતિહાસના વિવાદો અને રાષ્ટ્રવાદી લાગણીઓ પર રાજનીતિ કરવા લાગે છે, ત્યારે લાંબાગાળે દેશનું વૈશ્વિક સ્થાન નબળું પડે છે.
    નેહરુ યુગની ભૂલો આર્થિક નીતિઓ અને ધીમી પ્રક્રિયાની હોઈ શકે, પરંતુ તેમનું વિઝન આધુનિક ભારતનું નિર્માણ કરવાનું હતું. તેની સામે, મોદી શાસનમાં ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (જેવા કે હાઇવે અને ડિજિટલ કનેક્ટિવિટી) નો વિકાસ ચોક્કસ થયો છે, પરંતુ માનવ સંસાધન, વૈજ્ઞાનિક વિચારધારા અને સામાજિક એકતાના સ્તરે દેશને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
    જો ભારતને વિશ્વગુરુ બનવું હોય, તો મંદિરોની ભવ્યતાની સાથે-સાથે પ્રયોગશાળાઓની સ્વાયત્તતા અને વૈજ્ઞાનિકોના સન્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ પડશે.
    તાજેતરમાં હાઈડ્રોજન ટ્રેન શરૂ કરવાની સિદ્ધિ અંગે બાંકો પોકારાઈ રહી છે પણ આ એક ટ્રન કેટલું ચાલશે. છેલ્લાં પંદર વર્ર્ષથી બુલેટ ટ્રેનના ગાણા ગવાય છે પણ દેશમાં પિલરો સિવાય કશું જ દેખાતું નથી.
    દેશમાં ધાર્મિક કોરિડોરની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને કામ કરવામાં આવશે તો વિકાસ થશે અને દેખાશે બાકી તો યુવાનો વિદેશ પલાયન કરી જશે અને વધ્યા છે તે સરકાર છોડીને ખાનગી સેક્ટરમાં જતા રહેશે. ભાજપ સરકારને આત્મશ્લાઘાના ભજનો કરવાનો વારો આવશે.