ચીને હિમાલયમાં કરેલા અખતરા બાકીના દેશોને નડી રહ્યા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ચીને ડેમ, રેલવે લાઈન, હાઈડ્રોપાવર સ્ટેશનો બનાવવા કુદરત સાથે જે ચેડાં કર્યા તે એશિયાના અન્ય દેશોને ભોગવવાના આવ્યા
- તાજેતરની ઘટનાએ ભારતના જૂના પ્રશ્નને ફરી સામે લાવી દીધો છે કે, જ્યારે એશિયાની સૌથી શક્તિશાળી નદીઓ અને સૌથી મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઉપલા વિસ્તારોમાં અને વિશ્વના સૌથી સંવેદનશીલ તથા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સ્થિત હોય ત્યારે શું થશે. નેપાળમાં આવેલું ભયાનક પૂર કદાચ આ સવાલનો જ જવાબ પણ છે : ચીનના કેટલાક મેગા પ્રોજેક્ટ્સ એશિયાની ઇકોલોજી માટે કેટલો મોટો ખતરો બની શકે છે. પર્યાવરણીય દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું કેટલું મોટું જોખમ હોઈ શકે છે. ચીને આવા અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. તેણે હિમાલયના એક વિશાળ પટ્ટાને કોરી ખાધો છે અને હવે બાકીના દેશો તેનું પરિણામ ભોગવી રહ્યા છે : ચીનના આ મેગા પ્રોજેક્ટ્સ અને કુદરત સાથેના ચેડાંની વાત કરીએ તો તેમાં બ્રહ્મપુત્રા પરનો મેગા ડેમ પહેલું મોટું ઉદાહરણ છે.
નેપાળમાં આવેલા જળપ્રલયે અનેક સવાલો ઊભા કર્યા છે. નેપાળ અને તિબેટની સરહદ પર સર્જાયેલી આ હોનારતની પ્રાથમિક તપાસમાં તેને ભૂકંપની સાથે ગ્લેશિયર બર્સ્ટ અને બરફના એક મોટા પહાડના ભૂસ્ખલન લેન્ડસ્લાઈડ સાથે જોડવામાં આવી છે. આ વિનાશક આપત્તીએ ચીનના ડેમ, રેલવે અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર પણ પ્રશ્નાર્થ મુકી દીધો છે. નેપાળની આ આપત્તિએ યાદ અપાવી દીધું છે કે પર્યાવરણીય દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું કેટલું મોટું જોખમ હોઈ શકે છે. ચીને આવા અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. તેણે હિમાલયના એક વિશાળ પટ્ટાને કોરી ખાધો છે અને હવે બાકીના દેશો તેનું પરિણામ ભોગવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નેપાળની ભોટેકોશી નદી પાસે સર્જાયેલી હોનારતે એ બાબત પર ફરીથી પ્રકાશ પાડયો છે કે ચીનના કેટલાક મેગા પ્રોજેક્ટ્સ એશિયાની ઇકોલોજી માટે કેટલો મોટો ખતરો બની શકે છે. તાજેતરની ઘટનાએ ભારતના જૂના પ્રશ્નને ફરી સામે લાવી દીધો છે કે, જ્યારે એશિયાની સૌથી શક્તિશાળી નદીઓ અને સૌથી મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઉપલા વિસ્તારોમાં અને વિશ્વના સૌથી સંવેદનશીલ તથા ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સ્થિત હોય ત્યારે શું થશે. નેપાળમાં આવેલું ભયાનક પૂર કદાચ આ સવાનો જ જવાબ પણ છે. જાણકારોના મતે હાલમાં પણ ચીન આ વિસ્તારોમાં આવા અનેક પ્રોજેક્ટ્સ તૈયાર કરી રહ્યું છે. તિબેટમાં ચીનની જળવિદ્યુત યોજનાઓ પર ફરીથી સવાલો ઊભા થયા છે, ખાસ કરીને યારલુંગ ત્સાંગપો પર પ્રસ્તાવિત પ્રોજેક્ટ ઉપર મોટો વિવાદ છે. આ જ નદી ભારતમાં પ્રવેશ્યા પછી સિઆંગ અને ત્યારબાદ બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ચીને આવા ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટ્સ વીજળી, પરિવહન, જળ સુરક્ષા અને આર્થિક વિકાસનું વચન આપે છે, પરંતુ તેના નકારાત્મક પ્રભાવો અંગેની ચેતવણીઓનો પણ સામનો કરવો પડયો છે.
મહત્ત્વની વાત એ છે કે, ચીનના આ મેગા પ્રોજેક્ટ્સ અને કુદરત સાથેના ચેડાંની વાત કરીએ તો તેમાં બ્રહ્મપુત્રા પરનો મેગા ડેમ પહેલું મોટું ઉદાહરણ છે. ચીને જુલાઈ ૨૦૨૫માં યારલુંગ ત્સાંગપો હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિર્માણ સત્તાવાર રીતે શરૂ કર્યું હતું. બેઇજિંગનું કહેવું છે કે આ પ્રોજેક્ટમાં પાંચ કેસ્કેડ હાઈડ્રોપાવર સ્ટેશન હશે, જેના પર અંદાજે ૧.૨ ટ્રિલિયન યુઆનનું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ યારલુંગ ત્સાંગપોના નીચાણવાળા વિસ્તારોમાં, ભારતની સરહદ નજીક પ્લાન કરવામાં આવ્યો છે, જ્યાં આ નદી હિમાલયમાંથી પસાર થઈને અરુણાચલ પ્રદેશમાં સિઆંગ તરીકે ભારતમાં પ્રવેશે છે અને આખરે બ્રહ્મપુત્રા બનીને આગળ વહે છે. હિમાલયની ખીણમાંથી પસાર થતી વખતે આ નદી ખૂબ ઊંચાઈ પરથી નીચે પડે છે, જેનાથી વિશાળ હાઈડ્રોપાવર ક્ષમતા મળે છે. તેની પાછળ જોખમો પણ એટલા જ મોટા છે. આ પ્રોજેક્ટ ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના ટકરાવથી બનેલા ક્ષેત્રમાં સ્થિત છે. હિમાલયના આ ભાગમાં ભૂકંપ, ભૂસ્ખલન અને ખડકોનું ખસવું સામાન્ય બાબત છે. તેને એક 'ટાઇમ બોમ્બ' સમાન ગણી શકાય.
નેપાળની તાજેતરની હોનારત પછી આ ચિંતાને અવગણવી હવે વધુ મુશ્કેલ બની ગઈ છે. ચીનના સરકારી ભૂવૈજ્ઞાાનિક સર્વે સાથે જોડાયેલા ભૂસ્તરશાીઓના અભ્યાસમાં મેડોગ હાઈડ્રોપાવર ક્ષેત્ર હેઠળ સક્રિય ફોલ્ટ હોવાનું જણાયું હતું. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો કોઈ મોટો ભૂકંપ આવે, તો ડેમ પોતે સુરક્ષિત રહેવા છતાં ભારે ભૂસ્ખલન અને કાટમાળના પ્રવાહનું કારણ બની શકે છે. તેથી ભારત માટે ચિંતા માત્ર એ વારંવાર કરાતા દાવાઓ સુધી સીમિત નથી કે ચીન બ્રહ્મપુત્રાનું પાણી રોકી શકે છે. તેનાથી પણ વધુ ગંભીર પ્રશ્નો પાણીના પ્રવાહથી લઈને સેડિમેન્ટ, પર્યાવરણીય ફેરફારો, આપત્તિ વ્યવસ્થાપનની તૈયારી અને ઉપલા વિસ્તારોમાં થતી પ્રવૃત્તિઓની રીઅલ-ટાઇમ માહિતી મેળવવા સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે ભોટેકોશીની આપત્તિ બ્રહ્મપુત્રા પર ચાલી રહેલી ચર્ચાના કેન્દ્રબિંદુમાં આવી ગઈ છે.
ગંભીર બાબત એ છે કે, તિબેટમાં ચીનની મહત્ત્વાકાંક્ષાઓ માત્ર ડેમ પૂરતી સીમિત નથી. સિચુઆન-તિબેટ રેલવે દેશના સૌથી મુશ્કેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૈકીનો એક છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં ચીનના નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન (શઘઇભ)એ યાઆન-લિનઝી સેક્શનને મંજૂરી આપી હતી, જેનો ખર્ચ ૩૧૯.૮ બિલિયન યુઆન અંદાજવામાં આવ્યો હતો. આ લાઇન ૨૬ સ્ટેશનો સાથે ૧,૦૧૧ કિલોમીટર લાંબી હશે. જોકે, આ બાંધકામ ભૂકંપ ઝોનમાંથી પસાર થાય છે. ચીનના પોતાના અધિકારીઓ પણ સ્વીકારે છે કે આ એક અસાધારણ એન્જિનિયરિંગ પડકાર છે. આ રેલવે વિશ્વના સૌથી દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થાય છે, જેના માટે મોટા પાયે પુલ, ટનલ અને મોટાપાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. આ પ્રોજેક્ટ માટે સેંકડો કિલોમીટરના કામચલાઉ બાંધકામ માર્ગો અને હજારો કિલોમીટરની વીજળી લાઇનોની પણ જરૂર છે.
મુખ્ય સમસ્યા તેની જિયોલોજીમાં છે. તિબેટનો ઉચ્ચપ્રદેશ તીવ્ર ટેક્ટોનિક પ્રવૃત્તિ, ઊંચા પર્વતો, થીજી ગયેલી જમીન, ભૂસ્ખલન અને અત્યંત ખરાબ હવામાન માટે જાણીતો છે. આવા વિસ્તારમાંથી રેલવે લઈ જવાનો અર્થ એ છે કે એન્જિનિયરોએ માત્ર ભૂકંપ માટે જ તૈયાર રહેવું પડશે એટલું નહીં, પરંતુ એ શક્યતાનો પણ સામનો કરવો પડશે કે એક ભૂકંપ ખડકો ખસવાની, ભૂસ્ખલન અને કાટમાળ તૂટી પડવાનું ચેઈન રિએક્શન શરૂ કરી શકે છે. આ જ કારણ છે કે ચીને જિયોલોજિકલ સર્વે અને બાંધકામ સાથે જોડાયેલી સુરક્ષા પર અત્યંત ભાર મૂકવો પડયો છે. તેના રાષ્ટ્રીય વિકાસ અને સુધારણા આયોગે ખાસ કરીને ઊંડા ભૂવૈજ્ઞાાનિક સંશોધન અને બાંધકામની ગુણવત્તા, સુરક્ષા તથા ઇકોલોજીકલ સંરક્ષણની દેખરેખ વધુ મજબૂત કરવાની અપીલ કરી છે.
બીજી તરફ સિચુઆન અને યુન્નાન વચ્ચે જિનશા નદી પર સ્થિત બૈહેતનની સ્થાપિત ક્ષમતા ૧૬ મિલિયન કિલોવોટ સુધીની છે, જે થ્રી ગોર્જિસ પછી તેને વિશ્વનું બીજું સૌથી મોટું હાઈડ્રોપાવર સ્ટેશન બનાવે છે. તેના ૧૬ ઉત્પાદન એકમોમાંથી દરેકની ક્ષમતા ૧ મિલિયન કિલોવોટ સુધીની છે. પરંતુ વિશાળ જળાશયો સાથે જિયોલોજિકલ જોખમો પણ જોડાયેલા હોય છે. આ જળાશયનો અભ્યાસ કરનારા વૈજ્ઞાાનિકોએ ડેમની પાછળ એકઠા થયેલા પાણીના ભારે જથ્થાને કારણે પેદા થતા તણાવ અને દબાણના ફેરફારોથી ભૂકંપની શક્યતાઓની તપાસ કરી છે. આ પ્રોજેક્ટ ૩૦ અબજ ડોલરનો છે. ભૂસ્ખલનને લગતા દસ્તાવેજી પુરાવા પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને ૨૦૨૩માં બૈહેતન પર કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જળાશયમાં પાણીનું સ્તર ૧૫૦ મીટર વધતાં ભૂસ્ખલન માટે સંવેદનશીલ વિસ્તારનો વ્યાપ ૧૪.૨૬ ચોરસ કિલોમીટર વધી ગયો હતો. આ જળાશયમાં એપ્રિલ ૨૦૨૧માં પાણી ભરવાનું શરૂ થયું હતું અને ઓક્ટોબર સુધીમાં પાણીનું સ્તર લગભગ ૬૬૦ મીટરથી વધીને ૮૧૨ મીટર સુધી પહોંચી ગયું હતું.
ચીનના યુન્નાનમાં ટાઇગર લીપિંગ ગોર્જ એવી ડેમ યોજના છે જે વારંવાર ચર્ચામાં આવે છે. તેના પર પ્રસ્તાવિત હાઈડ્રોપાવર સ્ટેશન વર્ષોના વિવાદ બાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આ પ્રોજેક્ટ યાંગ્ત્ઝી નદીના ઉપલા વિસ્તારો એટલે કે જિનશા નદી પર ડેમની શ્રેણી વિકસાવવાની વિશાળ યોજનાનો એક ભાગ છે. વિવેચકોએ ભૂસ્ખલન, ભૂકંપ, પર્યાવરણીય વિનાશ અને સમુદાયોના વિસ્થાપન અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચીની ભૂસ્તરશાસ્ત્રી ફાન જિયાઓએ તર્ક આપ્યો હતો કે આ પ્રોજેક્ટે ગંભીર ભૂસ્તરશાસ્ત્રીય, પર્યાવરણીય અને સામાજિક ચિંતાઓ ઊભી કરી છે. તેમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે પ્રારંભિક અભ્યાસ ચોક્કસપણે વિચારણા હેઠળ હતો, તેમ છતાં લોંગપાનને ચીનના સત્તાવાર બાંધકામ પ્રોજેક્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો નહોતો.
દક્ષિણથી ઉત્તર વોટર ટ્રાન્સફર પ્રોજેક્ટથી કુદરતી ભુગોળ બદલવાનો પ્રયાસ
દક્ષિણથી ઉત્તર તરફ પાણી વાળવાનો પ્રોજેક્ટ એ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કે ચીન દેશની કુદરતી જળ ભૂગોળને મૂળભૂત રીતે બદલવા માંગે છે. તેના મિડલ રૂટ પર સત્તાવાર રીતે ડિસેમ્બર ૨૦૦૩માં બાંધકામ શરૂ થયું હતું અને તે ડિસેમ્બર ૨૦૧૪માં ખુલ્લો મૂકાયો હતો.
આ વિસ્તૃત પ્રોજેક્ટ ચીનના વધુ પાણી ધરાવતા દક્ષિણ ભાગમાંથી જળસંકટનો સામનો કરી રહેલા ઉત્તર તરફ દર વર્ષે લગભગ ૪૫ ઘન કિલોમીટર પાણી લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આનો આર્થિક ખર્ચ ખૂબ જ ઊંચો છે. ચીનનો સત્તાવાર આંકડો લગભગ ૬૨ અબજ ડોલર છે, જ્યારે અન્ય અંદાજો અનુસાર પૂર્ણ થયેલી લાઈનોનો ખર્ચ ૭૯.૪ અબજ ડોલર છે. આ અંદાજમાં જળાશયના વિસ્તરણ અને નહેર નિર્માણથી પ્રભાવિત લાખો લોકોને પુનર્વસન કરવાનો ખર્ચ પણ સામેલ છે.
મહત્ત્વની વાત એ છે કે, ચીને એશિયામાં પોતાનો દબદબો બનાવવા માટે પોતાની સરહદે આવેલા અને ખાસ કરીને હિમાલય ક્ષેત્રમાં તેની સાથે સરહદે જોડાયેલા દેશો માટે કુદરતી આપત્તીઓનું જોખમ સર્જી કાઢયું છે. ચીને પોતાની ઘેલછા અને અન્ય દેશો પચાવી પાડવાની લાલસાના ભાગરૂપે આ પ્રદેશોમાં વિવિધ મેગા પ્રોજેક્ટ ઊભા કર્યા હોવાની ચર્ચા છે. તેને આ પ્રોજેક્ટથી મોટા લાભ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે પણ તેની સાથે સાથે અહીંયા જે સ્તરે કુદરતી હોનારતો આવશે, પૂર આવશે કે ડેમ તૂટશે કે પછી ભૂકંપ આવશે ત્યારે તિબેટ, નેપાળ, ભારત તમામની સ્થિતિ અત્યંત કફોડી થઈ જશે.




