Gujarat

વર્લ્ડ હેન્ડીકેપ ડે : નવસારીના 47 વર્ષીય પેરા એથલીટ યઝદી ભમગરા 2005 થી એકપણ નેશનલ ટુર્નામેન્ટ હાર્યા નથી

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
વર્લ્ડ હેન્ડીકેપ ડે : નવસારીના 47 વર્ષીય પેરા એથલીટ યઝદી ભમગરા 2005 થી એકપણ નેશનલ ટુર્નામેન્ટ હાર્યા નથી

સુરત, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર

કોઈપણ કાર્યની સાર્થકતા પ્રબળ ઈચ્છા પર અલલંબે છે અને જાણીતી એક કહેવત પણ છે કે 'મન હોયતો માળવે જવાય.' આ કહેવતનું એક ઉત્તમ ઉદાહરણ નવસારીના 47 વર્ષીય પેરાએથલીટ યઝદી ભમગરા છે. 65 ટકાની દિવ્યાંગતા હોવા છતાં પણ નેશનલ ટેબલ ટેનિસમાં તેઓએ 16 ગોલ્ડ મેડલ જીત્યા છે.

લસફળતા મેળવવા માટેનો કઠિન પરિશ્રમ અને યાત્રા જ વ્યક્તિમાં નવી ઉર્જાનો સંચાર કરે છે અને અડગ મન સાથે કરેલું કાર્ય કરાયેલ એળે જતું નથી. આવું જ કાર્ય સુરતના 39 વર્ષ થી પેરા એથલીટ તરીકે ટેબલ ટેનિસ રમતા યઝદીભાઈએ કર્યું છે.

મિત્રોને રમતા જોઈને નવસારીના રહીશ યઝદી અસ્પી ભમગરાએ વર્ષ 1982માં ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. જન્મ થી જ તમને બન્ને પગમાં સેરેબ્રલ પાલસીની તકલીફ છે એટલે કે તેઓ 65 ટકાની દિવ્યાંગતા ધરાવે છે. તેમના પરિવારમાં તેમની માતા છે અને યઝદીભાઈ વીમા કંપનીમાં એજન્ટ તરીકે કામ કરે છે. પરિવારના મોભી હોવા ની સાથે તેમણે તેમના મનની વાત માનીને આટલા વર્ષે પણ ટેબલ ટેનિસ રમવાનું છોડ્યું નથી.

યઝદીભાઈ એ કહ્યું કે, હું શોખ ખાતર ક્યારેય રમ્યો નથી. જ્યારે પણ રમ્યો છું સિરિયસ થઈને જ રમ્યો છું. દરરોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી પ્રેકટીસ કરું છું. મેં નેશનલ અને ઈન્ટરનેશનલ બન્ને ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. વર્ષ 2005 થી એક પણ નેશનલ ટુર્નામેન્ટ હાર્યો નથી. 16 ગોલ્ડ મેડલ જીત્યા છે અને દ. કોરિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા અને ચીનમાં એશિયન ગેઈમ્સ અને ચેમ્પિયનશીપ પણ રમી છે. મારી પ્રબળ ઈચ્છા શક્તિને કારણે હું સારી રીતે રમી શકું છું. મને ક્યારેય પણ લાગ્યું નથી કે હું રમી ના શકીશ.