અમરનાથ યાત્રીઓ માટે ચિંતાજનક અહેવાલ, બાબા બર્ફાની પીગળી રહ્યા છે, શિવલિંગ ફક્ત 1 ફૂટ રહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amarnath Yatra: અમરનાથ યાત્રાનો આજે ચોથો દિવસ છે. તીર્થ યાત્રીઓની સંખ્યા રૅકોર્ડ તોડી રહી છે. વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાબા બર્ફાની પીગળી રહ્યા છે અને શિવલિંગ પીગળીને માત્ર 1 ફૂટ જેટલું જ રહી ગયું છે. ખાસ વાત એ છે કે, જૂનના અંતમાં ઊંચાઈ લગભગ 7 ફૂટ જોવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ યાત્રા 57 દિવસ સુધી ચાલે છે.
ઝડપથી પીગળી રહ્યા બાબા બર્ફાની
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમરનાથમાં શિવલિંગ હવે પીગળીને 1 ફૂટ જેટલું જ રહી ગયું છે. ગત 23 મેના રોજ શિવલિંગની ઊંચાઈ લગભગ 7 ફૂટ જેટલી હતી, જે 29 જૂન સુધીમાં ઘટીને 5 ફૂટ થઈ ગઈ હતી. હવે તાજેતરની તસવીરમાં જોઈ શકાય છે કે, શિવલિંગની ઊંચાઈ ઘટીનેને માત્ર 1 ફૂટની આસપાસ રહી ગઈ છે. ખાસ વાત એ છે કે, શિવલિંગનું નિર્માણ દર વર્ષે કુદરતી રીતે થાય છે, જેને જિયોલૉજીમાં 'સ્ટેલેગમાઈટ' કહેવામાં આવે છે.
કેવી રીતે થાય છે શિવલિંગનું નિર્માણ
વાસ્તવમાં ગુફાની ઉપર ચૂનાના પથ્થરો અને જિપ્સમ દરારોથી બરફ અને ગ્લેશિયર પીગળવાથી જે પાણી વહે છે. જેવું પાણી ગુફાની જમીન સુધી પહોંચે છે, તો ખૂબ જ ઓછા તાપમાનને કારણે જામી જાય છે અને ધીમે-ધીમે શિવલિંગનો આકાર લે છે.
શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
અમરનાથ યાત્રાના ત્રીજા દિવસે એટલે કે રવિવારે લગભગ 24 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં કુદરતી રીતે નિર્મિત હિમ શિવલિંગના દર્શન કર્યા હતા. આ સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં જ દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 60 હજારની આસપાસ પહોંચી ગઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 28 ઑગસ્ટ સુધી ચાલુ રહેશે
જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પમાંથી 1,211 મહિલાઓ સહિત 5,794 તીર્થ યાત્રીઓનો એક નવો જથ્થો સોમવારે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે અમરનાથ જવા રવાના થયો હતો.
સઘન સુરક્ષા વચ્ચે થઈ રહી યાત્રા
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ સત્તાવાર રજિસ્ટ્રેશન અને નિર્ધારિત તારીખના પરમિટ મળ્યા બાદ જ યાત્રા પર આવે. સુરક્ષા માટે આ વખતે કડક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ડ્રોન, સીસીટીવી, આરએફઆઇડી (RFID) ટેગ અને ક્યુઆર કોડ આધારિત ઓળખપત્રોનો ઉપયોગ કરીને યાત્રીઓની રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહી છે. પોલીસે તમામ રજિસ્ટર્ડ સર્વિસ પ્રોવાઇડર્સને ક્યૂઆર કોડ વાળા ઓળખ પત્ર જારી કર્યા છે, જેથી તેમના ઓળખ પત્રોની તાત્કાલિક તપાસ થઈ શકે અને ઉગ્રવાદીઓને સપોર્ટ સ્ટાફ બનીને ઘૂસતા રોકી શકાય.
આ ઉપરાંત તીર્થયાત્રીઓ, ગાડીઓ અને સર્વિસ આપનારા માટે આરએફઆઇડી ટેગ જારી કરવામાં આવ્યા છે, જેથી તેમનો રિયલ ટાઇમ ટ્રેકિંગ કરી શકાય. આ સાથે જ CCTV કેમેરાનો ઓક મોટો નેટવર્ક બંને તીર્થ માર્ગ પર અવરજવર પર નજર રાખી રહ્યો છે.









