India

'વર્દી પહેરી પ્રજાને ડરાવવાનો હક ના મળે..' ટ્રાફિક જામમાં મંત્રી સાથે બાથ ભીડનાર મહિલાએ જણાવી આંખોદેખી

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો જોરદાર વાઈરલ થયો હતો, જેમાં એક મહિલા ટ્રાફિક જામ વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી હતી. આ બહાદુર મહિલાનું નામ ટીના ચૌધરી છે. લાખો લોકોએ આ વીડિયો જોઈને મહિલાની હિંમતની પ્રશંસા કરી છે, ત્યારે હવે ટીનાએ પોતે સામે આવીને તે દિવસે બનેલી સમગ્ર ઘટનાની વિગતો જાહેર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વર્દી પહેરી પ્રજાને ડરાવવાનો હક ના મળે..' ટ્રાફિક જામમાં મંત્રી સાથે બાથ ભીડનાર મહિલાએ જણાવી આંખોદેખી

Woman Confronts Minister in Traffic Jam: સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો જોરદાર વાઈરલ થયો હતો, જેમાં એક મહિલા ટ્રાફિક જામ વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી હતી. આ બહાદુર મહિલાનું નામ ટીના ચૌધરી છે. લાખો લોકોએ આ વીડિયો જોઈને મહિલાની હિંમતની પ્રશંસા કરી છે, ત્યારે હવે ટીનાએ પોતે સામે આવીને તે દિવસે બનેલી સમગ્ર ઘટનાની વિગતો જાહેર કરી છે.

શું હતી 21મી એપ્રિલની તે ઘટના?

ટીના ચૌધરીના જણાવ્યા અનુસાર, 21મી એપ્રિલના રોજ તેણે પોતાની પુત્રીને સાંજે 4 વાગ્યે સંગીતના ક્લાસમાં મૂકી હતી અને પોણા પાંચ વાગ્યે તેને લેવા જવાની હતી. જોકે, રસ્તામાં ભયંકર ટ્રાફિક જામ હોવાથી તે 58 મિનિટ સુધી કારમાં ફસાઈ રહ્યા હતા. રસ્તામાં બે બસો ઊભી હોવાને કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.

પુત્રીની ચિંતામાં પોલીસ સામે વિરોધ

ટીનાએ આક્ષેપ કર્યો હતો કે, 'હું હાજર દરેક પોલીસ અધિકારી પાસે ગઈ અને રસ્તો સાફ કરવા વિનંતી કરી, પરંતુ દોઢ કલાક સુધી કોઈએ મારી વાત સાંભળી નહીં. મારી પુત્રી ત્યાં એકલી રાહ જોઈ રહી હતી અને તેની સુરક્ષાની મને ચિંતા હતી.' પોલીસનું ધ્યાન ખેંચવા માટે ટીનાએ રસ્તા પર બોટલ તોડી હતી, જેનો ખુલાસો કરતા તેમણે કહ્યું કે, 'જ્યારે કોઈ અધિકારી સાંભળવા તૈયાર નહોતા ત્યારે ધ્યાન આકર્ષિત કરવા માટે આ પદ્ધતિ અપનાવી પડી હતી.'

મંત્રી ગિરીશ મહાજનનો હકારાત્મક અભિગમ

સાંજે સવા છ વાગ્યાના અરસામાં ટીના તે વિસ્તારમાં રેલી કરી રહેલા મંત્રી ગિરીશ મહાજનને મળ્યા હતા. ટીનાએ જણાવ્યું કે, 'ગિરીશ મહાજન આખી રેલીમાં એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે મારી વાત સાંભળવાનો પ્રયાસ કર્યો. તેમના આગ્રહ અને હસ્તક્ષેપ બાદ જ બંને બસો ત્યાંથી હટાવવામાં આવી અને રસ્તો ખુલ્લો થયો હતો.'

ફૌજી પરિવારનું ગૌરવ અને શિસ્ત

ટીના ચૌધરીએ ગર્વ સાથે જણાવ્યું કે, 'હું એક ફૌજી પરિવારમાંથી આવું છું. મારા દાદા અને પિતાએ ભારતીય સેનામાં સેવા આપી છે અને પિતા બે યુદ્ધોમાં પણ લડ્યા છે. પરિવારના કુલ ૮ સભ્યો લશ્કરમાં રહી ચૂક્યા છે. જ્યારે તમે ગણવેશ (વર્દી) પહેરો છો, ત્યારે તમે જાહેર સેવામાં હોવ છો. તે વર્દી તમને જનતાનું અપમાન કરવાનો કે તેમને ડરાવવાનો અધિકાર આપતી નથી.'

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર સામાન્ય નાગરિકોના અધિકારો અને વીઆઈપી સંસ્કૃતિ વચ્ચે સર્જાતી હાલાકી અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે.