India

'તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે', NDA સાંસદોને PM મોદીની ટકોર

By GS TEAM
12 Dec 20251 min read
TukuTouch Logo
PM Modi meeting NDA MPs : દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના NDAના સાંસદો સાથે બેઠક યોજી હતી. ગુરુવારે રાત્રે વડાપ્રધાનના નિવાસ સ્થાને NDA સાંસદો સાથે જમણવારનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સાંસદોને જનસંપર્કના માધ્યમથી પ્રજા સુધી પહોંચવા ટકોર પણ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે', NDA સાંસદોને PM મોદીની ટકોર

PM Modi meeting NDA MPs : દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના NDAના સાંસદો સાથે બેઠક યોજી હતી. ગુરુવારે રાત્રે વડાપ્રધાનના નિવાસ સ્થાને NDA સાંસદો સાથે જમણવારનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પીએમ મોદીએ સાંસદોને જનસંપર્કના માધ્યમથી પ્રજા સુધી પહોંચવા ટકોર પણ કરી હતી. 

સાંસદોને સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ રહેવા સલાહ 

ન્યૂઝ એજન્સી IANSના અહેવાલ અનુસાર વડાપ્રધાન મોદીએ સાંસદોને સલાહ આપી હતી કે તેમણે વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે આધુનિક ટૅક્નોલૉજીની મદદ લેવી જોઈએ. તેમણે કહ્યું કે સરકાર સતત લોકોના હિતમાં કામ કરી રહી છે પણ સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી પહોંચી નથી શકતી. તેથી જનસંપર્ક હજુ મજબૂત કરવાની જરૂર છે. 

તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે: PM મોદી

સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદીએ સાંસદોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ વધુ સક્રિય રહેવાની સલાહ આપી. PM મોદીએ કહ્યું, કે ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસ વાયદાઓનો ઢગલો કરી નાંખે છે અને કામ કરવાનો દેખાડો કરે છે, પણ NDA સરકાર તો નિરંતર કામમાં વિશ્વાસ રાખે છે.  PM મોદીએ સાંસદોને કહ્યું, 'તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે.'