બાંગ્લાદેશ શેખ હસીનાનાં પ્રત્યાર્પણની માગ પડતી મુકશે ? : તારિક રહેમાનની મુલાકાત સૂચક બની રહી છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન આ મહિને ભારતની મુલાકાતે આવવાના છે. બાંગ્લાદેશનાં ન્યૂઝ આઉટલેટ 'પ્રથમ આલો' જણાવે છે કે નવી દિલ્હીએ તેઓને ઓગસ્ટનાં ત્રીજા સપ્તાહમાં આવવા જણાવ્યું હતું પરંતુ બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસિનાનાં પ્રત્યાર્પણના મુદ્દે તે મુલાકાતમાં અવરોધ ઉપસ્થિત થયો હતો. તેણે જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન નવી દિલ્હીમાં રહી રાજકીય ગતિવિધિઓ કરી રહ્યાં છે. તે અમોને સ્વીકાર્ય નથી. તે બંધ થવી જોઈએ તેવી ભારત પાસે ઢાકાએ માગણી કરી હતી.
પ્રાપ્ય માહિતી પ્રમાણે બાંગ્લાદેશ સ્થિત ભારતીય હાઈ કમિશનર દિનેશ ત્રિવેદી તાજેતરમાં તારિક રહેમાનને મળી નવી દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. હવે તેઓ બાંગ્લાદેશના વિદેશમંત્રી ખલીલ-ઉર-રહેમાનને મળ્યા તે પછી તારિક રહેમાનની ભારતની મુલાકાત નિશ્ચિત બની છે. નિરીક્ષકો સ્પષ્ટ માને છે કે, તારિક આ તબક્કે તો શેખ હસીનાનાં પ્રત્યાર્પણની માગણીને એક તરફ પણ રાખે તેનું કારણ બહુ સ્પષ્ટ છે. ભૂ-રાજકીય દ્રષ્ટિએ તો બાંગ્લાદેશને ભારત સાથે બગાડવું પોસાય તેમ નથી. વળી તેનો ૮૦ ટકા જેટલો વ્યાપાર ભારત સાથે જ ચાલે છે. વળી નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા ભારતમાંથી જ પેટ્રોલ-ડીઝલ-કેરોસીન આયાત કરે છે. તેમની પાસે રીફાઈનરી જ નથી. ચીનથી તે મગાવે પરંતુ તેમાં ખર્ચ ઘણો વધી જાય તેથી તેને ભારત ઉપર આધાર રાખવો જ પડે તેમ છે.
નિરીક્ષકો પૈકી ઘણા તેમ માને છે કે તિસ્તા જળની વહેંચણીમાં ભારત સાથે વિવાદ ઊભો થતાં તારિકે ચીનની મધ્યસ્થીની માગણી કરી હતી. પરંતુ ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થી તદ્દન અસ્વીકાર્ય ગણતાં ચીને મધ્યસ્થી થવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ સહાય માગવા આવનારા દેશો સાથે ચીન ખંડિયા દેશ જેવો વર્તાવ કરતું હોય તેવો વર્તાવ કરે છે. તેણે પાકિસ્તાનના મુનીર સાથે પણ આવો જ વર્તાવ કર્યો હતો. તેથી રહી રહીને તારિક રહેમાનને સત્ય સમજાયું હશે.









