ISRO કેમ છોડી રહ્યા છે અનુભવી વિજ્ઞાનીઓ? એક વર્ષમાં 100થી વધુના રાજીનામા, સરકાર એક્શનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ISRO Scientists Resignation July 2026 Update : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માં હાલમાં વૈજ્ઞાનિકોના મોટા પાયે થઈ રહેલા રાજીનામાને કારણે મોટી ઉથલપાથલ મચી ગઈ છે. ઈસરોના અનેક સિનિયર સાયન્ટિસ્ટ અને ટેકનિકલ એક્સપર્ટ્સ સંસ્થા છોડીને પ્રાઈવેટ સ્પેસ કંપનીઓ તરફ વળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 1 જ વર્ષમાં આશરે 100 થી 120 વૈજ્ઞાનિકોએ ઈસરોમાંથી રાજીનામા આપી દીધા છે. રાજીનામાના આ સિલસિલાને રોકવા માટે ભારત સરકારના અંતરિક્ષ વિભાગ (DoS) એ એક અત્યંત કડક પગલું ભર્યું છે, જેના અંતર્ગત હવે વૈજ્ઞાનિકોના રાજીનામા કે વીઆરએસ (VRS) ની પ્રક્રિયાને સહેલાઈથી મંજૂરી મળશે નહીં.
રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સ પર અસર થતાં નવો આદેશ જાહેર
ઈસરોમાંથી તાજેતરમાં રાજીનામું આપનારાઓમાં ગગનયાન અને ચંદ્રયાન-3 જેવા ભારતના મહત્વાકાંક્ષી મિશન્સના પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ અને મેનેજર્સ પણ સામેલ છે. સરકારનું માનવું છે કે આ રીતે અચાનક ચાલુ મિશને વૈજ્ઞાનિકોના જવાથી રાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટ્સને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે અંતરિક્ષ વિભાગે 14 જુલાઈએ એક આંતરિક મેમોરેન્ડમ (પરિપત્ર) જાહેર કર્યો છે. નવા નિર્દેશો અનુસાર, હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા 'ગ્રુપ A' ના સાયન્ટિફિક અને ટેકનિકલ સ્ટાફના સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) અથવા રાજીનામાના પ્રસ્તાવને હવે રૂટિન પ્રક્રિયા ગણીને સ્થાનિક સ્તરે સીધી મંજૂરી આપવામાં આવશે નહીં.
હવે અંતિમ નિર્ણય હેડક્વાર્ટર કરશે
સરકારે વિવિધ સેન્ટર્સના ડાયરેક્ટર્સને કડક આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી સંબંધિત સ્પેસ મિશન સંપૂર્ણપણે પૂર્ણ ન થઈ જાય, ત્યાં સુધી તેઓ પોતાની સત્તા પર કોઈ પણ વૈજ્ઞાનિકનું રાજીનામું સ્વીકારી શકશે નહીં. ડાયરેક્ટર્સે આવા દરેક કિસ્સાને પોતાની ભલામણો સાથે અંતિમ નિર્ણય માટે સીધા હેડક્વાર્ટર (મુખ્યાલય) મોકલવાના રહેશે. જોકે, ઈસરોના પ્રમુખ વી. નારાયણને આને એક સામાન્ય વહીવટી પ્રક્રિયા ગણાવી છે અને કહ્યું છે કે આનાથી પ્રોજેક્ટ્સને અચાનક થતા નુકસાનથી બચાવી શકાશે. આ ઉપરાંત આ કંપનીઓ પાણીની જેમ પૈસા વહાવે છે જેના કારણે વૈજ્ઞાનિકોને પ્રયોગ કરવા માટે ખુબ જ મોટું ફલક અને છુટ પણ મળે છે.
કયા સેન્ટરમાંથી કેટલા વૈજ્ઞાનિકોએ નોકરી છોડી?
જોકે અંતરિક્ષ વિભાગે સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ ખુબ જ વિકટ છે.
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC): 4,577 કર્મચારીઓ ધરાવતા ઈસરોના આ સૌથી મોટા સેન્ટરમાંથી છેલ્લા નાણાકીય વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા 20 વૈજ્ઞાનિકોએ રાજીનામું આપ્યું છે. જેમાં LVM-3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિક્ટર જોસેફ પણ સામેલ છે.
યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર (URSC): 1,339 કર્મચારીઓ ધરાવતા આ સેન્ટરમાંથી આશરે 80 જેટલા લોકોએ નોકરી છોડી દીધી છે. જેમાં SpaDeX ના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ચંદ્રયાન-3 ના પ્રોજેક્ટ મેનેજર (સિમ્યુલેશન) આદિત્ય રલ્લાપલ્લીનો પણ સમાવેશ થાય છે.
વૈજ્ઞાનિકો કેમ છોડી રહ્યા છે ISRO?
ભારતમાં હાલ પ્રાઈવેટ સ્પેસ સેક્ટર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી પ્રાઈવેટ સ્પેસ કંપનીઓમાં અનુભવી અને કુશળ વૈજ્ઞાનિકોની ભારે ડિમાન્ડ છે. આ પ્રાઈવેટ કંપનીઓ વૈજ્ઞાનિકોને ઈસરો કરતા ઘણું મોટું સેલરી પેકેજ અને મોંઘી ઓફર્સ આપી રહી છે, જે પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોના આ પલાયનનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.









