India

ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો

By GS TEAM
5 Oct 20252 mins read
TukuTouch Logo
દેશભરની જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના એક અહેવાલમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. NCRB એ ભારતીય જેલ આંકડા 2023નો રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ કેદ છે. ભારતમાં કુલ 6,956 વિદેશી કેદીઓ છે, જેમાંથી 2,508 વિદેશી કેદીઓ (આશરે 36 ટકા) પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના આ રાજ્યની જેલમાં કેદ છે સૌથી વધુ વિદેશી કેદીઓ, NCRBના રિપોર્ટમાં ખુલાસો

NCRB Reports On Foreign Prisioners: દેશભરની જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે, પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ વિદેશી કેદીઓ પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના એક અહેવાલમાં આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.  NCRB એ ભારતીય જેલ આંકડા 2023નો રિપોર્ટ રજૂ કર્યો છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળની જેલોમાં સૌથી વધુ વિદેશી કેદીઓ કેદ છે. ભારતમાં કુલ 6,956 વિદેશી કેદીઓ છે, જેમાંથી 2,508 વિદેશી કેદીઓ (આશરે 36 ટકા) પશ્ચિમ બંગાળની જેલમાં કેદ છે.

ભારતમાં સૌથી વધુ વિદેશી ગુનેગાર આ દેશના

પશ્ચિમ બંગાળની જેલમાં 25774 કેદીઓ બંધ છે. જેમાંથી 9 ટકા વિદેશી નાગરિક છે. જેમાં સૌથી વધુ ગુનેગાર બાંગ્લાદેશના છે. પશ્ચિમ બંગાળની જેલમાં 778 બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ગુના સાબિત થઈ ચૂક્યા છે અને 1440 કેદીઓના કેસ ચાલી રહ્યા છે. આ સિવાય જેલમાં બંધ સૌથી વધુ વિદેશી કેદીઓની સંખ્યામાં મ્યાનમાર બીજા ક્રમે છે.

કેમ બાંગ્લાદેશના જ સૌથી વધુ કેદી?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ વિશ્વની પાંચમી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે લગભગ 5,000 કિલોમીટર સુધી ફેલાયેલી છે. તેમાંથી મોટાભાગની સરહદ પશ્ચિમ બંગાળમાં આવેલી છે. આ જ કારણ છે કે ઘણા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, અને તેમની ધરપકડ થાય છે. આ વિદેશી કેદીઓમાં ઘણી મહિલાઓ પણ સામેલ છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓ કેદ

એનસીઆરબીના અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળની જેલ કેદીઓથી ભરચક છે.  2023 સુધીમાં જેલની વસ્તી 120 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. રાજ્યની 60 જેલોમાં 21,476 કેદીઓની ક્ષમતા છે, પરંતુ તેમાં 25,774 કેદીઓ બંધ છે.

પશ્ચિમ બંગાળમાં મહિલા કેદીની સંખ્યા પણ વધુ

પશ્ચિમ બંગાળની જેલ વિશે વધુ નોંધનીય બાબત જાણવા મળી છે કે, દેશની તમામ જેલ પૈકી એકમાત્ર પશ્ચિમ બંગાળની એકમાત્ર મહિલા જેલમાં મહિલા કેદીની સંખ્યા વધુ છે. જ્યાં 110 ટકાથી વધુ કેદી મહિલા છે. કુલ 796 મહિલા કેદીઓ છે, જેમાં 204 વિદેશી અને 12 ટ્રાન્સજેન્ડર મહિલા સમાવિષ્ટ છે.