Get The App

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત : ઉકળતું પ્રવાહી સ્ટીલ પડતાં 8 મજૂરોના મોત, અનેક દાઝ્યા

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત : ઉકળતું પ્રવાહી સ્ટીલ પડતાં 8 મજૂરોના મોત, અનેક દાઝ્યા 1 - image


Visakhapatnam Steel Plant Accident : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (Visakhapatnam Steel Plant) માંથી એક અત્યંત દર્દનાક અને મોટી દુર્ઘટના સામે આવી છે. પ્લાન્ટની અંદર કામ દરમિયાન ભારે માત્રામાં ઉકળતું લિક્વિડ સ્ટીલ (પીગળેલું લોખંડ) ઊંચકતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 મજૂરોના મોતના આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જ્યારે અન્ય કેટલાય શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે.

પ્રારંભિક માહિતી અનુસાર, આ અકસ્માત સ્ટીલ પ્લાન્ટના SMS-2 અને STC-3 હીટ એફજી વિભાગમાં તે સમયે થયો હતો, જ્યારે ક્રેન દ્વારા ઉકળતા લિક્વિડ સ્ટીલને ઉપર ઊંચકવામાં આવી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આશરે 1,500°C ના અત્યંત ઊંચા તાપમાને ઉકળી રહેલા આ મેટલ લિક્વિડનું લેડલ (મોટું પાત્ર/ડોલ) અચાનક અનિયંત્રિત થઈને હલી ગયું હતું, જેના કારણે આ ભયાનક લાવા ત્યાં નીચે કામ કરી રહેલા મજૂરો પર ખાબક્યો હતો.

ઉકળતું સ્ટીલ પડતાં જ પ્લાન્ટમાં અરાજકતા અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ સ્ટીલ પ્લાન્ટની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને આગ તેમજ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ગંભીર રીતે દાઝી ગયેલા મજૂરોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે.