India

પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી કમાન

By GS TEAM
20 Feb 20262 mins read
TukuTouch Logo
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)એ સંગઠનમાં મોટો ફેરફાર કરતા રાજસ્થાનના યુવા નેતા વિનોદ જાખડની નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે શુક્રવારે આ જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ જવાબદારી વરુણ ચૌધરી સંભાળી રહ્યા હતા. વિનોદ જાખડની નિમણૂક રાજસ્થાન માટે ઐતિહાસિક છે, કારણ કે NSUIના ઈતિહાસમાં પ્રથમ વખત રાજસ્થાનના કોઈ કાર્યકર્તાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી કમાન
(IMAGE - IANS)

Vinod Jakhar NSUI National President: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)એ સંગઠનમાં મોટો ફેરફાર કરતા રાજસ્થાનના યુવા નેતા વિનોદ જાખડની નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે શુક્રવારે આ જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ જવાબદારી વરુણ ચૌધરી સંભાળી રહ્યા હતા. વિનોદ જાખડની નિમણૂક રાજસ્થાન માટે ઐતિહાસિક છે, કારણ કે NSUIના ઈતિહાસમાં પ્રથમ વખત રાજસ્થાનના કોઈ કાર્યકર્તાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

વિદ્યાર્થી રાજકારણનો લાંબો અનુભવ

વિનોદ જાખડ હાલમાં રાજસ્થાન NSUIના પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2018માં ટિકિટ ન મળતા તેમણે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી, પરંતુ બાદમાં સંગઠનમાં વાપસી કરીને પોતાની મહેનતથી ઉચ્ચ પદ મેળવ્યું છે. તાજેતરમાં જ તેમના નેતૃત્વમાં રાજસ્થાનમાં 'એપસ્ટેઇન ફાઇલ્સ' અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરાયેલા વિરોધ પ્રદર્શનોની ગુંજ દિલ્હી સુધી પહોંચી હતી.

આ પણ વાંચો: ‘રાહુલ ગાંધીના ઘરે AI સમિટને બદનામ કરવા માટે ષડયંત્ર રચાયું’ કોગ્રેસના કાર્યકરોએ શર્ટ ઉતારી પ્રદર્શન કરતા ભાજપના પ્રહાર

પસંદગીની પ્રક્રિયા અને ઉજવણી

NSUIના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ ભાટીએ જણાવ્યું કે, આ પદ માટે સપ્ટેમ્બર 2025થી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દેશભરમાંથી આવેલા સેંકડો આવેદનોમાંથી 15 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને ઈન્ટરવ્યૂના બે રાઉન્ડ બાદ વિનોદ જાખડની પસંદગી કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને પગલે રાજસ્થાનના ધારાસભ્યો મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા અને વિપક્ષના નેતા ટીકારામ જૂલી સહિતના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી છે.