India

VIDEO : 5 જ સેકન્ડમાં મોત.... ડ્રાઈવર વગર જ બાઈક દોડતી ગઇ, ભયાનક અકસ્માત કેમેરામાં કેદ

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ભયાનક અકસ્માત થયો છે. ગેરકાયદેસર વૃક્ષ કાપતી વખતે રસ્તા પર બાંધેલી દોરીમાં ફસાઈ જતાં એક બાઈકચાલક યુવક રમેશનું ગળું કપાઈ ગયું અને 5 સેકન્ડમાં ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું. આ દર્દનાક ઘટના CCTVમાં કેદ થઈ છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : 5 જ સેકન્ડમાં મોત.... ડ્રાઈવર વગર જ બાઈક દોડતી ગઇ, ભયાનક અકસ્માત કેમેરામાં કેદ

Uttar Pradesh Lalitpur Accident: ઉત્તર પ્રદેશના લલિતપુરમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વૃક્ષોના ગેરકાયદે કાપવાના કામ દરમિયાન રસ્તાની બંને બાજુ ટ્રેક્ટર સાથે બાંધવામાં આવેલી દોરીમાં ગરદન ફસાઈ જતાં એક બાઈકચાલક યુવકનું 5 જ સેકન્ડમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પળવારમાં બની દુર્ઘટના

અહેવાલો અનુસાર, મૃતક રમેશ નામના યુવક બાઈક પર સવાર થઈને લલિતપુરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. લલિતપુરના દૈલવારા સ્થિત નવોદય વિદ્યાલય નજીક પહોંચતાં જ રસ્તા વચ્ચે બાંધેલી દોરી અચાનક તેમની ગરદનમાં ફસાઈ ગઈ હતી. દોરી ફસાતાં જ રમેશજી જમીન પર પટકાઈ પડ્યા હતા, જ્યારે તેની બાઈક ચાલક વગર જ રસ્તા પર દોડી ગઈ હતી. જમીન પર પટકાવાથી રમેશને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.

વૃક્ષ માફિયાઓની દાદાગીરી અને બેદરકારીનો આરોપ

મૃતકની પત્ની રાજો અને ભત્રીજા કરનના જણાવ્યાનુસાર, ગામના જ કેટલાક લોકો લાકડાના ગેરકાયદે કાપવાના કામ સાથે જોડાયેલા છે. તેઓ રસ્તાની બંને બાજુ ટ્રેક્ટર ઊભા રાખીને તેમાં દોરી બાંધીને વૃક્ષો ખેંચી રહ્યા હતા. આ અસુરક્ષિત અને ગેરકાયદે પ્રવૃત્તિના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ આરોપીઓ ટ્રેક્ટર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ અંગે સીઓ સિટી (CO City) અજય કુમારે જણાવ્યું હતું કે, મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.