Get The App

ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં ટ્રકની બ્રેક ફેઈલ થતાં દર્દનાક અકસ્માત, બે કાર આગની ઝપેટમાં, 11ના મોત

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં ટ્રકની બ્રેક ફેઈલ થતાં દર્દનાક અકસ્માત, બે કાર આગની ઝપેટમાં, 11ના મોત 1 - image


Mirzapur Horrifying Accident: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી દર્દનાક અકસ્માત સર્જાયો છે, જાણકારી મુજબ મિર્ઝાપુર ડ્રમંડગંજ ઘાટી ઉતરી રહેલી એક ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી, ત્યારબાદ ટ્રકે આગળ જઈ રહેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. આ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર કારમાં આગ લાગી ગઈ હતી, જેમાં લોકોના જીવતા ભુંજાઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે.

કેવી રીતે થયો અકસ્માત?

મિર્ઝાપુરના ડ્રમંડગંજ ઘાટી પર આજે મોડી સાંજે ઘાટી ઉતરી રહેલી એક ટ્રકની બ્રેક અચાનક ફેઈલ થઈ ગઈ હતી. ત્યારબાદ ટ્રક અનિયંત્રિત થઈ ગઈ અને આગળ ચાલી રહેલી બોલેરો અને કાર સહિત અનેક વાહનોને ટક્કર મારી હતી. આ દરમિયાન એક સ્વિફ્ટ ડિઝાયર કાર આગળ ચાલી રહેલી ટ્રકમાં પાછળના ભાગે ઘુસી ગઈ હતી, જેના કારણે કારમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર લોકો જીવતા ભૂંજાઈ ગયા હોવાની શક્યતા છે.

મધ્યપ્રદેશ તરફથી આવી રહી હતી ટ્રક

જાણવા મળ્યું છે કે ટ્રક મધ્યપ્રદેશ તરફથી ચણા ભરીને મિર્ઝાપુર તરફ આવી રહી હતી. ડ્રમંડગંજ ઘાટી ઉતરતી વખતે બડકા ઘુમાન વળાંક પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ, જેનાથી તેની આગળ જઈ રહેલી બોલેરો સાથે જોરદાર ટક્કર થઈ, ત્યારબાદ સ્વિફ્ટ ડિઝાયર કારને ટક્કર વાગી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્વિફ્ટ ડિઝાયર કાર આગળ ચાલી રહેલા કપચી ભરેલા ટ્રેલરમાં પાછળથી ઘુસી ગઈ અને તેમાં ભીષણ આગ લાગી ગઈ. આ કારણે અનેક વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા અને કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી.

અન્ય એક કાર બોલેરો પણ આગની ચપેટમાં

કારમાં ભીષણ આગ લાગેલી જોઈને ચારેબાજુ ચીસાચીસ મચી ગઈ હતી, અકસ્માતમાં આશરે 11 લોકોના મોત થયા હોવાની આશંકા છે. અન્ય એક કાર બોલેરો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી, તેમાં સવાર લોકોના પણ અકસ્માતમાં મોતને ભેટયા હોવાની શક્યતા છે.