Uttar Pradesh Assembly News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં ‘બાંગ્લાદેશ હિંસા’ અને ‘ગાઝા સંકટ’નો મુદ્દો ઉઠાવીને વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, વિપક્ષો માત્ર ગાઝા મામલે આંસુ વહાવે છે, જ્યારે તેઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે ચુપ રહે છે.
વિપક્ષે ગાઝા માટે આંસુ દેખાડ્યા, બાંગ્લાદેશ હિંસા મામલે ચુપ : યોગી
યોગી આદિત્યનાથે વિધાનસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘તમે લોકો ગાઝા પટ્ટીની સ્થિતિ પર આંસુ દેખાડો છે, કેન્ડલ માર્ચ કાઢો છે, જ્યારે બાંગ્લાદેશમાં દલિત હિન્દૂ યુવાનની હત્યા પર તમારું મોં બંધ થઈ જાય છે. તમારા આ બેવડા વલણથી તમારું તૃષ્ટિકરણનું રાજકારણ દેખાઈ આવે છે. તમે માત્ર વોટ બેન્કનું રાજકારણ રમી રહ્યા છો.’
#WATCH | Lucknow: In the Assembly, Uttar Pradesh CM Yogi Adityanath says, "Look how a Dalit youth was burned alive in Bangladesh. You people shed tears over everything that happens in the Gaza Strip, but not a single word comes out of your mouths when a Dalit youth was killed in… pic.twitter.com/zCoTUZHdQ1
— ANI (@ANI) December 24, 2025
આ પણ વાંચો : ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં અમેરિકન એમ્બેસી ત્રણ દિવસ બંધ
‘તમારા કારણે પાકિસ્તાન બન્યું’
તેમણે વિપક્ષને આડે હાથ લઈને કહ્યું કે, ‘તમારા કારણે પાકિસ્તાન બન્યું, જો ન બન્યું હોત તો હિંદુઓનો નરસંહાર ન થયો હોત. તમે લોકોએ (સપા) ત્યાંના અનેક લોકોના આધાર કાર્ડ બનાવવાનું કામ કર્યું છે. અમારા દેશમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી અમારા વિરુદ્ધ કામ કરશે અને ત્યાં હિન્દુ અને શીખ લોકોને મારશે. આવા બાંગ્લાદેશીઓને અમે નહીં છોડીએ.’
‘બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓનું સમર્થન ન કરતાં’
તેમણે વધુમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં જે યુવાનની હત્યા થઈ છે, તે હિન્દુ છે, તેથી તમે બોલતા નથી. તમારે આ માટે નિંદાનો પ્રસ્તાવ લાવવો જોઈએ. હું જે બોલું છું તે યાદ રાખજો. જ્યારે દેશમાંથી બાંગ્લાદેશી અને રોહિંગ્યાને હાંકી કાઢવામાં આવે, ત્યારે તમે તેમનું સમર્થન ન કરતા. તેઓ આપણા દેશમાં રહીને આપણા લોકો વિરુદ્ધ ગુનાઓ કરી રહ્યા છે, જ્યારે ત્યાં નિર્દોષ હિન્દૂ, શીખો પર અત્યાર થઈ રહ્યા છે.’


