India

રાતોરાત ભારતને મોટી રાહત, હવે અમેરિકાને 18% ટૅરિફ નહીં ચૂકવવો પડે, સમજો નવા સમીકરણ

By GS TEAM
21 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટૅરિફને 'ગેરકાયદે' જાહેર કરાયા છે. આ નિર્ણય બાદ ભારતને મોટી રાહત મળી છે. અગાઉના ટૅરિફ રદ થયા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે એક અન્ય નિયમ હેઠળ તમામ દેશો પર 10 ટકા ટૅરિફની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાતોરાત ભારતને મોટી રાહત, હવે અમેરિકાને 18% ટૅરિફ નહીં ચૂકવવો પડે, સમજો નવા સમીકરણ

10% US Tariff On Indian Products : અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટૅરિફને 'ગેરકાયદે' જાહેર કરાયા છે. આ નિર્ણય બાદ ભારતને મોટી રાહત મળી છે. અગાઉના ટૅરિફ રદ થયા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે એક અન્ય નિયમ હેઠળ તમામ દેશો પર 10 ટકા ટૅરિફની જાહેરાત કરી છે.

ભારતને થશે ફાયદો

આ જાહેરાત બાદ એવા સવાલો ઊભા થઈ રહ્યા હતા કે, શું ભારત જેવા દેશો, જેઓ અમેરિકા સાથે 'ટ્રેડ ડીલ' પર સહમતિ સાધી ચૂક્યા છે, તેમના ઉત્પાદનોને આ નવા ટૅરિફમાં સ્થાન મળશે કે નહીં? પરંતુ થોડી જ વારમાં અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું કે, જે દેશો સાથે ટ્રેડ ડીલ થઈ ચૂકી છે અથવા સહમતિ બની છે, તેમના પર પણ હવે સમાન રીતે 10 ટકા ટૅરિફ લાગુ કરવામાં આવશે. આ અગાઉ, ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 18 ટકા ટૅરિફ લગાવવાની વાત કરી હતી.

વ્હાઇટ હાઉસના અધિકારીઓની સ્પષ્ટતા

વ્હાઇટ હાઉસના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ભારત પર ટૅરિફનો દર 18 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગયો છે. આ ટ્રમ્પના નવા 10 ટકા વૈશ્વિક ટૅરિફની વ્યાખ્યા કરે છે. તેમણે ભારત સહિતના તમામ ટ્રેડ ડીલ ધરાવતા દેશો પરના 10 ટકા ટૅરિફ અંગે વિગતવાર માહિતી આપી છે.

આ પણ વાંચો : મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત

પહેલા કોના પર કેટલો ટૅરિફ હતો? 

- યુરોપિયન યુનિયન, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ: 15 ટકા

- બ્રિટન: 10 ટકા

- ભારત: 18 ટકા

- વિયેતનામ: 20 ટકા

અનેક દેશોની ટ્રેડ ડીલ પ્રક્રિયામાં છે

આ તમામ દેશો સાથે અમેરિકાની ટ્રેડ ડીલ થઈ ગઈ છે અથવા પ્રક્રિયામાં છે. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશમાં તમામ દેશો માટે 10 ટકા ટૅરિફની વાત કરવામાં આવી છે. આ આદેશનો સૌથી મોટો ફાયદો વિયેતનામને મળશે, કારણ કે તેને 20 ટકા ટૅરિફ ચૂકવવો પડતો હતો. જે હવે ઘટીને 10 ટકા થઈ જશે. તેવી જ રીતે ભારત માટે પણ ટૅરિફ 18 ટકાથી ઘટીને 10 ટકા પર આવી ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ફાંકા માર્યા

જોકે, શરુઆતમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત સાથે ટ્રેડ ડીલ છે અને તેના ઉત્પાદનો પર 18 ટકા ટૅરિફ ચાલુ રહેશે. પરંતુ બાદમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, 10 ટકા ટૅરિફનો નવો આદેશ તમામ દેશો પર લાગુ થશે, જેમાં ટ્રેડ ડીલ ધરાવતા દેશોનો પણ સમાવેશ થાય છે.

ટૅરિફ લગાવવાના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ અમેરિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સમગ્ર વિશ્વના વ્યાપાર જગતમાં હલચલ મચી ગઈ છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી આખી રાત પ્રતિક્રિયાઓ આવતી રહી હતી.