India

ટ્રમ્પની 'સમાધાન'ની વાતો વચ્ચે અમેરિકાનો ઈરાનના કેશમ ટાપુ પર ગુપ્ત હુમલો! મિડલ ઈસ્ટમાં ખળભળાટ: રિપોર્ટ

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકી પ્રમુખ ટ્રમ્પના શાંતિ સમાધાનના સંકેતો વચ્ચે, વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલે ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાના ગુપ્ત હવાઈ હુમલાનો દાવો કર્યો છે. યુએસ અધિકારીઓએ જણાવ્યું કે, મોટા યુદ્ધનો સંકેત ન જાય તે માટે આ હુમલો નાના પાયે કરાયો હતો. જોકે, ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી અમેરિકી ડ્રોન કબજે કર્યાનો દાવો કર્યો છે, જે આવા 4 ડ્રોન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની 'સમાધાન'ની વાતો વચ્ચે અમેરિકાનો ઈરાનના કેશમ ટાપુ પર ગુપ્ત હુમલો! મિડલ ઈસ્ટમાં ખળભળાટ: રિપોર્ટ

US Strikes Iran Qeshm Island as Trump Signals Deal: WSJ Report | એક તરફ રાજદ્વારી વાટાઘાટો અને સમાધાનની વાતો, તો બીજી તરફ રણમેદાનમાં ગુપ્ત મિલિટ્રી ઓપરેશન્સ… મિડલ ઈસ્ટની રાજનીતિ ફરી એકવાર રહસ્યમય અને વિસ્ફોટક વળાંક પર આવીને ઊભી રહી ગઈ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં તેહરાન સાથે સમાધાન થવાની સંભાવના વ્યક્ત કરી તેના ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર મર્યાદિત હવાઈ હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

ટ્રમ્પનું નિવેદન: 'ઈરાન સાથે ડીલ શક્ય છે'

સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને સંકેત આપ્યો હતો કે તેહરાન સાથેનું મોટું સમાધાન હજુ પણ શક્ય છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ લગભગ 10 ડોલર ઘટી ગયા છે, જે એક મોટો રેકોર્ડ ઘટાડો છે, અને તેહરાન ઝડપથી સમાધાન ઇચ્છે છે.

ટ્રમ્પ કહ્યું કે, ઈરાન શક્ય તેટલી વહેલી તકે સમાધાન ઇચ્છે છે.

આ ઉપરાંત, જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેઓ મંગળવારની અમેરિકી મિડટર્મ ચૂંટણી પછી ઈરાન પર નવા લશ્કરી હુમલા કરવાનું વિચારી રહ્યા છે, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં "ના" કહીને તાત્કાલિક લશ્કરી કાર્યવાહીની શક્યતા નકારી કાઢી હતી.

વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો: કેશમ ટાપુ પર ગુપ્ત હુમલો

ટ્રમ્પના શાંતિપૂર્ણ સંકેતો વચ્ચે ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વોશિંગ્ટને કેશમ ટાપુ પર ગુપ્ત રીતે હુમલો કર્યો છે. ઈરાનની સત્તાવાર સરકારી મીડિયા એજન્સી IRNA અનુસાર, હોર્મુઝની સામુદ્રધુનીમાં આવેલા અત્યંત મહત્વપૂર્ણ કેશમ ટાપુ પર શ્રેણીબદ્ધ ધડાકા સંભળાયા હતા. યુએસ અધિકારીઓના જણાવ્યા મુજબ, મોટા પાયે યુદ્ધ શરૂ કરવાનો સંકેત ન જાય તે માટે આ હુમલાને ખૂબ જ નાના પાયે અને જાણીજોઈને ગુપ્ત રાખવામાં આવ્યો હતો.

ઈરાનનો દાવો: અમેરિકન MQM-170 ડ્રોન કબજે કર્યું

હુમલાના આ અહેવાલો વચ્ચે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નેવીએ મોટો દાવો કર્યો છે. IRGC અનુસાર, તેમણે હોર્મુઝની સામુદ્રધુનીની પશ્ચિમેથી અમેરિકાનું રિકોનિસન્સ અને ડેકોય ડ્રોન કોઈપણ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે કબજે કરી લીધું છે. આ સાથે ઈરાન દ્વારા કબજે કરાયેલા આવા ડ્રોનની સંખ્યા 4 પર પહોંચી છે.

જૂન મહિનામાં પણ કેશમ ટાપુ પર થયો હતો હુમલો

અમેરિકા દ્વારા કેશમ ટાપુને અગાઉ 02 જૂનના રોજ પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. તે સમયે યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ટાપુ પર ઈરાનનું મિલિટ્રી ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન આવેલું છે, જેનો ઉપયોગ ડ્રોન ઓપરેશન્સ ચલાવવા માટે થતો હતો. આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજો તરફ છોડવામાં આવતા આત્મઘાતી ડ્રોનને રોકવા માટે અમેરિકાએ તે વખતે પોતાના બચાવમાં આ કાર્યવાહી કરી હતી.