Get The App

ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું '50 દેશોનું ચક્રવ્યૂહ', શું ભારત સાથ આપશે?

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું '50 દેશોનું ચક્રવ્યૂહ', શું ભારત સાથ આપશે? 1 - image


USA Plan Against China : ચીનના એકાધિકારને પડકારવા અને ગ્લોબલ સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા માટે અમેરિકાએ એક ઐતિહાસિક વ્યૂહરચના તૈયાર કરી છે. વોશિંગ્ટનમાં યોજાયેલી 'ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટ્રીયલ' બેઠકમાં અમેરિકાએ 50 દેશોના એક શક્તિશાળી ટ્રેડિંગ બ્લોકનો પ્રસ્તાવ મૂક્યો છે. આ બ્લોકનો હેતુ લિથિયમ, કોબાલ્ટ અને નિકલ જેવા દુર્લભ ખનીજોના ઉત્પાદન અને કિંમતો પર ચીનના નિયંત્રણને ખતમ કરવાનો છે.

શું છે અમેરિકાનો 'પ્રાઈસ ફ્લોર' પ્લાન?

અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું કે ચીન અત્યાર સુધી બજારમાં સસ્તા ભાવે ખનીજો ડમ્પ કરીને અન્ય દેશોની કંપનીઓને બરબાદ કરવાની નીતિ અપનાવતું હતું. હવે અમેરિકા અને તેના 50 સાથી દેશો મળીને 'ન્યૂનતમ કિંમત' (Base Price) નક્કી કરશે. આનાથી ચીન ઈચ્છે તો પણ કિંમતો ઘટાડીને પ્રતિસ્પર્ધીઓને માર્કેટની બહાર નહીં કરી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વ્યૂહરચના માટે 10 અબજ ડોલરના સરકારી દેવા અને ખાનગી રોકાણ સાથે વ્યૂહાત્મક અનામત (Strategic Reserve) બનાવવાની પણ જાહેરાત કરી છે.

ભારત માટે કેમ મહત્વનું છે આ 'ચક્રવ્યૂહ'?

આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સક્રિયપણે ભાગ લીધો હતો. ભારત માટે આ બ્લોક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે:

ટેકનોલોજી અને ફંડ: ભારતમાં મળી આવેલા લિથિયમ અને કોપરના ભંડારોના ઉત્ખનન (Mining) માટે અમેરિકા અત્યાધુનિક ટેકનોલોજી અને નાણાકીય સહાય પૂરી પાડી શકે છે.

ચીન પર નિર્ભરતા ઘટશે: સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેક્ટરમાં ભારત હવે ચીનના ભરોસે નહીં રહે.

સુરક્ષિત સપ્લાય: જો ભવિષ્યમાં ચીન રાજદ્વારી વિવાદને કારણે નિકાસ રોકે, તો પણ આ 50 દેશોનું નેટવર્ક એકબીજાની જરૂરિયાતો પૂરી કરશે.

વિદેશ મંત્રી એસ. જયશંકરનું સંબોધન

એસ. જયશંકરે વોશિંગ્ટન ડીસીમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા સપ્લાય ચેઈનનું જોખમ ઘટાડવું અનિવાર્ય છે. તેમણે 'ફોર્જ' (FORGE) નામની નવી પહેલને ભારતનું સમર્થન જાહેર કર્યું હતું. આ કોન્ફરન્સ દરમિયાન જયશંકરે કેનેડા, સિંગાપોર, ઇટાલી અને ઇઝરાયેલ જેવા દેશોના વિદેશ મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી, જે સૂચવે છે કે ભારત આ નવા વૈશ્વિક બ્લોકમાં મુખ્ય ભૂમિકા ભજવવા તૈયાર છે.