India

ભારતમાં અમેરિકાના કાયદા નહીં ચાલે કેન્દ્રએ મેટાની આકરી ઝાટકણી કાઢી

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં PM મોદીની પોસ્ટ હટાવવા મુદ્દે મેટાની ગ્લોબલ ટીમે કેન્દ્ર સરકારના આકરા સવાલોનો સામનો કર્યો. ડીપફેક, ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટીરીયલ અને બોટ એકાઉન્ટ્સને પહોંચી વળવા મેટા પ્રયત્નશીલ છે. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું કે, ભારતમાં ભારતના કાયદા જ ચાલશે, અમેરિકાના નહીં. મેટાએ પોતાની નિષ્ફળતા સ્વીકારી અને વધુ 3-4 દિવસ બેઠકો ચાલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં અમેરિકાના કાયદા નહીં ચાલે  કેન્દ્રએ મેટાની આકરી ઝાટકણી કાઢી
  • મેટાનું અલ્ગોરિધમ પણ હવે શંકાના ઘેરામાં મૂકાયું
  • મોદીની પોસ્ટ દૂર કરવા અંગે મેટાએ સળંગ બીજા દિવસે કેન્દ્રના આકરા સવાલોનો સામનો કર્યો

નવી દિલ્હી : પીએમ મોદીનો વિડીયો હટાવવાને લઈને મેટાની મુશ્કેલી ઘટી રહી નથી. ગુરુવારે પણ આ વિવાદ જારી રહ્યો હતો. મેટાની ગ્લોબલ ટીમે ભારતીય કાયદાના પાલનને લઈને કેન્દ્ર સરકાર સાથે વાત કરી. મેટાની ગ્લોબલ ટીમ હજી પણ ચારથી પાંચ દિવસ ભારતમાં રહેશે. આ દરમિયાન સરકારી અધિકારીઓની સાથે તેમની બેઠક થશે. આ બેઠકોમાં વોટ્સએપ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.
મેટાના એક્ઝિક્યુટિવોએ સળંગ બીજા દિવસે કેન્દ્રના સવાલોના મારાનો સામનો કરવો પડયો હતો. તેમા ઇન્સ્ટાગ્રામનું કન્ટેન્ટ ભલામણનું અલ્ગોરિધમ અને સોશિયલ મીડિયા જાયન્ટ સ્થાનિક કાયદાનું પાલન કરે છે કે નહીં તેનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું હતું કે તેઓ ડીપફેક, ચાઇલ્ડ સેકસ્યુઅલ એબ્યુઝ મટીરિયલ (સીએસએએમ) અને બોટ એકાઉન્ટ્સને પહોંચી વળવા પ્રયત્ન કરી રહી છે. મેટાને ભઆરતીય અધિકારીઓએ સ્પષ્ટ જણાવી દીધું હતું કે ભારતમાં ભારતના કાયદા જ ચાલશે અને તેને જ સન્માન આપવું પડશે. અમેરિકાના કાયદા નહીં ચાલે.
મેટાને ગુરુવારે કેન્દ્ર સરકારે પૂછ્યું હતું કે શું તે ભારતીય કાયદાઓ, અલ્ગોરિધમના મુદ્દાઓનું પાલન કરે છે. તે બંધારણીય અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરે છે. તેની સામે કંપનીએ ખાતરી આપી છે કે તેઓ ઉપરોક્ત તમામ મુદ્દે ગંભીર છે. ડીપફેક, સીએસએએમ અને બોટ્સને લગતા સમસ્યાઓ ઉકેલવા આકરી મહેનત કરી રહ્યા છે.
મેટાના ગ્લોબલ અફેર્સ હેડ જોએલ કેપલાન સહિતના ટોચના અધિકારીઓની ગ્લોબલ ટીમ ભારતના આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવને મળી હતી. તાજેતરમાં પીએમ મોદીની પોસ્ટ ફેસબૂક પર પાંચ કલાક સુધી દર્શાવી ન શકાઈ તેના મુદ્દે કેન્દ્રએ જવાબ માંગ્યો હતો. આ બેઠકો હજી પણ ત્રણથી ચાર દિવસ ચાલી શકે છે. આગામી રાઉન્ડમાં મેટાની ટેકનિકલ ટીમ સરકાર સાથેની ચર્ચામાં જોડાઈ શકે છે. મેટાને તેના અલ્ગોરિધમને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા.
ફેસબૂક પર પીએમ મોદીની પોસ્ટ દૂર કરવા ંઅંગે સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ ફેસબૂકના વડા માર્ક ઝુકરબર્ગની માફીની માંગ કરી હતી, જે માફી આ ટીમે માંગી હતી. વૈષ્ણવે તો તેમને ત્યાં સુધી પૂછી લીધું હોવાનું કહેવાય છે કે જો તમને રૂપિયા મળતા હોય તો તમે તેને ફેલાવા દો ખરા. મેટાના એક્ઝિક્યુટિવોએ તેમની નિષ્ફળતા સ્વીકારી હતી.