India

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણય

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયા (Middle East)માં ઘેરાતા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં વધતા પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે એક મહત્વપૂર્ણ મંત્રીસ્તરની સમીક્ષા બેઠક કરી, આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રી અને અધિકારી હાજર છે.બેઠકનો મુખ્ય એજન્ડા યુદ્ધને કારણે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓના પગલે દેશમાં પેટ્રોલિયમ, વીજળી અને ખાતર જેવા વિવિધ ક્ષેત્રોની સુરક્ષા અને નિરંતરતા સુનિશ્ચિત કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણય
ફાઈલ ફોટો

US Israel Iran War: પશ્ચિમ એશિયા (Middle East)માં ઘેરાતા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં વધતા પડકારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે એક મહત્વપૂર્ણ મંત્રીસ્તરની સમીક્ષા બેઠક કરી, આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રી અને અધિકારી હાજર છે.બેઠકનો મુખ્ય એજન્ડા યુદ્ધને કારણે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓના પગલે દેશમાં પેટ્રોલિયમ, વીજળી અને ખાતર જેવા વિવિધ ક્ષેત્રોની સુરક્ષા અને નિરંતરતા સુનિશ્ચિત કરવાનો છે.


પુરવઠા અને વિતરણ પર સરકારનો 'એક્શન પ્લાન'

ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા મુજબ વડાપ્રધાન આ બેઠકમાં ખાડી દેશોમાંથી થતા ઉર્જા પુરવઠાની સમીક્ષા કરી છે. જે હાલની સ્થિતિએ સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે

-યુદ્ધ હોવા છતાં દેશના ખૂણે-ખૂણે ઈંધણ અને ખાતરની અછત ન થવા દેવી

-બંદરો અને પરિવહન માર્ગો પર વધતા દબાણ વચ્ચે વિતરણ પ્રણાલીને કાર્યક્ષમ રાખવી

-ક્રૂડના વૈશ્વિક ભાવમાં ઉછાળા છતાં સ્થાનિક ઉદ્યોગો અને સામાન્ય ગ્રાહકોને તેના નુકસાનથી બચાવવા

હોર્મુઝ સ્ટ્રેટ ચિંતાનું કેન્દ્ર

યુદ્ધની સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઈરાને ઈઝરાયલ અને પડોશી ખાડી દેશો પર જવાબી કાર્યવાહી કરી. હાલમાં સૌથી મોટો પડકાર હોર્મુઝ સ્ટ્રેટને લઈને છે, જ્યાંથી વિશ્વની 20 ટકા ઉર્જાનું પરિવહન થાય છે. ઈરાન દ્વારા આ માર્ગ પર જહાજોની અવરજવર સીમિત કરવાથી વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરાયું છે. ખાસ કરીને ક્રૂડ અંગે ગેસ માટે બીજા દેશો પર નિર્ભર ભારત અને ચીન જેવા દેશો સંકટમાં મુકાયા છે.

આ પણ વાંચો: Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે

વડાપ્રધાનની કૂટનૈતિક સક્રિયતા

28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયા પછી વડાપ્રધાન મોદી સતત વૈશ્વિક નેતાઓના સંપર્કમાં છે. તેમણે અત્યાર સુધી સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, ફ્રાન્સ, ઈઝરાયલ અને ઈરાન સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાત કરી છે. ક્રૂડ અને ગેસ સપ્લાઈ ભારતમાં સતત ચાલુ રહે તે માટે વિવિધ વિકલ્પો પર કેન્દ્ર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.