Get The App

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને ઈજા

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને ઈજા 1 - image


Uttar Pradesh Road Accident : ઉત્તર પ્રદેશમાં બરેલી-દિલ્હી હાઈવે પર આજે સાંજે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં પહેલા બાઈક સાથે પછી ટેન્કર સાથે ધડાકાભેર અથડાયા બાદ એસયુવી કારના ફુરચેફુરચા ઉડી ગાય છે. આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકો મોત અને બે બાળકો સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ મુજબ ટેન્કર હાઈવેના કિનારે ઉભું હતું, આ દરમિયાન કાર પાછળ ટકરાતા આ દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે.

બસ સાથે અકસ્માતના કારણે ટેન્કર રોડની સાઈડમાં હતું

સીબીગંજના ઈન્પેક્ટર પ્રદીપ ચતુર્વેદીએ કહ્યું કે, શનિવારે ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારબાદ ટેન્કર હાઈવેના કિનારે ઉભું હતું. ત્યારપછી રવિવારે સાંજે લખનઉથી ફુલસ્પીડે આવી રહેલી કારે પહેલા બાઈક સવારને ટક્કર મારી, જેમાં બાઈક હવામાં ફંગોળીઈ હતી, પછી કારે ધડાકાભેર ટેન્કર પાછળ અથડાઈ હતી. આ ઘટનામાં એસયુવી કારના ફુરચેફુરચા ઉડી ગયા છે.

કારચાલકની બેદરકારીથી પાંચ લોકોના જીવ ગયા

શહેરના એસપી માનુષ પારીકે કહ્યું કે, ‘બરેલી અકસ્માતનું મુખ્ય કારણ કારની સ્પીડ છે. લખનઉથી આવી રહેલી કાર 110થી વધુની સ્પીડે દોડી રહી હતી, જેના કારણે પાંચ લોકોના મોત થયા છે. જ્યારે ટેન્કર હાઈવે પરની સફેદ પટ્ટીની નીચે ઉભું હતું. કાર ચાલકની બેદરકારીના કારણે બાઈક સવારોનું પણ મોત થયું છે. હાલ પોલીસ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ