'મેં મારી પત્નીને ગોળી મારી, તેણે મને ચીટ કર્યું..', પતિએ વોટ્સએપ સ્ટેટ્સમાં ડબલ મર્ડરની કબૂલાત કરી જીવન ટૂંકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lucknow Double Murder case: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગોમતીનગર વિસ્તારમાં ગુરુવારે ધોળા દિવસે એક મહિલા બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. મૃતક દિવ્યા મિશ્રા (37) ICICI બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતી હતી. દિવ્યાને તેના પતિ માનસે ગોળી મારી હતી. આરોપીએ પહેલા પોતાની પત્નીને ગોળી મારી, ત્યારબાદ પોતાની અવિવાહિત બહેન તૂલિકાને ગોળી મારી અને પછી પોતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ વિસ્તારમાં ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ. માનસ પણ એક બેંક કર્મચારી હતો અને SBIમાં કામ કરતો હતો.
વોટ્સએપ સ્ટેટસમાં હત્યાની કબૂલાત
હત્યાકાંડનો આરોપી અને મૃતક દિવ્યાનો પતિ માનસે હત્યાકાંડ પહેલા વોટ્સએપ સ્ટેટસ પણ મૂક્યું હતું. વોટ્સએપ પર તેણે હત્યાકાંડની કબૂલાત લખી છે. તેણે સ્ટેટસમાં લખ્યું-'આજે મેં મારી પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. તેણે મને ચીટ કર્યો. હવે મારે પોતાને અને મારી બહેનને મારવાના છે. તેની (દિવ્યાની) બહેન પ્રજ્ઞા અને ભરતને બધું ખબર છે.'

બહેને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
હત્યાકાંડમાં માર્યા ગયેલા દિવ્યા મિશ્રાની બહેન પ્રજ્ઞાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાની જાણકારી આપી. તેમણે લખ્યું, 'હમણાં જ ફોન આવ્યો કે ગોમતીનગરમાં મારી બહેનને ગોળી મારી દેવામાં આવી છે. તે લોહિયા (હોસ્પિટલ)માં છે, ઈશ્વર મારી બહેનની રક્ષા કરે.'

પોલીસે આપી સમગ્ર ઘટનાની માહિતી
સ્થાનિક પોલીસે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'પોલીસને ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાને ગોળી મારવામાં આવી હોવાની જાણકારી મળી હતી. ઘટનાસ્થળે પહોંચતા પોલીસને ખબર પડી કે મહિલાના પતિએ જ તેને ગોળી મારી હતી. આના થોડા સમય બાદ, પોલીસને એક એવા વ્યક્તિ વિશે જાણકારી મળી, જેણે પોતાની બહેનની હત્યા કરી દીધી હતી અને પોતે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.'
ઘટનાસ્થળેથી ત્રણ શસ્ત્રો જપ્ત કરાયા
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું, 'ઘટનાની પુષ્ટિ થઈ કે આ એ જ વ્યક્તિ, માનસ હતો, જેણે પોતાની પત્ની અને બહેનની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી. તેના ફોન પર મૂકેલું એક WhatsApp સ્ટેટસ આ ઘટનાનું કારણ બતાવે છે. તે વ્યક્તિના ઘરેથી ત્રણ શસ્ત્રો રિકવર કરવામાં આવ્યા છે.'
પતિએ કારમાંથી ઉતરતા જ ગોળી મારી
ઘટના બાદ પોલીસે જણાવ્યું કે મહિલા તેના ક્લાયન્ટને મળીને આવી રહી હતી. મહિલા જેવી કારમાંથી ઉતરી કે તરત જ પહેલાથી જ લપાઈને બેઠેલા પતિએ દિવ્યા મિશ્રાને માથા પર ગોળી મારી દીધી. પોલીસે જણાવ્યું કે પતિ અને પત્ની વચ્ચે વિવાદ હતો. વિવાદ શા માટે થયો અને શું હતો તે અંગે પોલીસ માહિતી એકઠી કરી રહી છે.
બેંક બહાર બોલાવીને ઘટનાને આપ્યો અંજામ
મળતી માહિતી મુજબ, દિવ્યા મિશ્રા આલમબાગના સ્નેહનગર વિસ્તારની રહેવાસી હતી અને ગોમતીનગર સ્થિત ICICI બેંકમાં રિલેશનશિપ મેનેજર તરીકે કાર્યરત હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે લગભગ 12 વાગ્યે તેના પતિ માનસ વાજપેયીએ તેને ફોન કર્યો અને બેંકની બહાર મળવા માટે બોલાવી. દિવ્યા જેવી બેંક પરિસરની બહાર પહોંચી, ત્યાં પહેલાથી જ હાજર માનસે તેની સાથે થોડીવાર વાતચીત કરી અને પછી ગોળી ચલાવી દીધી.









