Get The App

PM મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
PM મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો 1 - image


Speaker Warned of Possible Incident With PM Modi : બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. આજે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર થઈ ગયો છે. આવું 22 વર્ષ બાદ પહેલીવાર થયું છે જે જ્યાં વડાપ્રધાનના ભાષણ વિના જ લોકસભામાં આભાર પ્રસ્તાવ પસાર થયો હોય. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિવેદન આપ્યું છે કે તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. 

PM મોદી સાથે અપ્રિય ઘટના થાય તેવી શક્યતા હતી: લોકસભા સ્પીકર 

ઓમ બિરલાએ કહ્યું કે, હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત. 

PM મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો 2 - image

મહિલા સાંસદોને આગળ કરી PM મોદી પર હુમલો કરવાનો પ્લાન હતો: રિપોર્ટ 

ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શારીરિક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. લોકસભાના સ્પીકરને માહિતી મળી હતી કે કોંગ્રેસે મહિલા સાંસદોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનું કાવતરું રચી હતી. જે બાદ લોકસભા સ્પીકરે વડાપ્રધાન મોદીના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ પસાર કરવાનો નિર્ણય લીધો. ભાજપ સાંસદ મનોજ તિવારી અને કંગના રણૌતે પણ આવા જ આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસ સાંસદો વડાપ્રધાન મોદી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. 

PM મોદી સાથે લોકસભામાં કંઈક અઘટિત થવાની શક્યતા હતી, સ્પીકર ઓમ બિરલાનો દાવો 3 - image