India

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી

By GS Team
19 Aug 20251 min read
This article was originally published on 19 Aug 2025
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે યોજાયેલી બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના કોટા-બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી

Union Cabinet Decisions: કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે યોજાયેલી બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના કોટા-બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં 6 લેન એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડના નિર્માણને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પર 8,307 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે કુલ 9,814 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે મંત્રીમંડળમાં લેવાયેલા આ નિર્ણયો વિશે માહિતી આપી છે.

કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં ઓનલાઇન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં ઓનલાઇન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે. ઓનલાઇન ગેમિંગ બિલ મારફત ઓનલાઇન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ પગલાંથી તમામ લિસ્ટેડ અને અન-લિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે.