ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shiv Sena UBT Crisis : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ સોમવારે જ શિવસેના UBTના 6 સાંસદો ઔપચારિક રીતે પક્ષ છોડીને એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા, તો બીજી તરફ તે જ દિવસે ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી ધારાસભ્યોની મહત્વની બેઠકમાંથી 3 ધારાસભ્યો અને 1 વિધાન પરિષદ સભ્ય (MLC) ગેરહાજર રહેતા વધુ બળવાખોરી થવાની અટકળો શરૂ થઈ ગઈ છે.
મોન્સૂન સત્ર દરમિયાન સરકારને ઘેરવા બોલાવી હતી બેઠક
મહારાષ્ટ્ર વિધાનસભાના ચાલી રહેલા મોન્સૂન સત્રના પ્રથમ દિવસે વિપક્ષી મહાવિકાસ અઘાડીના મુખ્ય પક્ષ શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સત્ર દરમિયાન વર્તમાન મહાયુતિ સરકારને આક્રમક રીતે ઘેરવાની વ્યૂહરચના તૈયાર કરવાનો હતો. રસપ્રદ વાત એ છે કે, આ બેઠક ચાલી રહી હતી તેનાથી માત્ર 500 મીટર દૂર જ 6 બાગી સાંસદો શિંદે જૂથમાં જોડાઈ રહ્યા હતા.
આ પણ વાંચો : VIDEO: દિલજીત દોસાંઝના લાઈવ શોમાં ઘૂસ્યો ખાલિસ્તાની સમર્થક, સ્ટેજ પર મચી અફરાતફરી!
નેતાએ ગેરહાજર કેમ રહ્યા?
આ મહત્વની બેઠકમાં ધારાસભ્ય સંજય દેરકર, રાહુલ પાટીલ, સંજય પોતનીસ અને MLC સુનીલ શિંદે હાજર રહી શક્યા ન હતા. જો કે, આ નેતાઓએ પોતાની ગેરહાજરી અંગે પક્ષને અગાઉથી જાણ કરી દીધી હતી અને ગેરહાજર રહેવા પાછળ ખરાબ તબિયત, વિધાન પરિષદની ચૂંટણી અને અંગત કામોનું કારણ આપ્યું હતું.
રાહુલ પાટીલે જણાવ્યું કે, તેઓ વિધાન પરિષદ ચૂંટણીની મતગણતરી અને પરભણીમાં ઉદ્ધવ ઠાકરેના આગામી પ્રવાસની તૈયારીઓમાં વ્યસ્ત હતા. જ્યારે સુનીલ શિંદે પોતાના વતન ચિપલૂણથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. સંજય પોતનીસે ચોક્કસ કારણ નહોતું આપ્યું પરંતુ તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે જ હોવાનો દાવો કર્યો હતો.









