Get The App

તમિલનાડુમાં પ્રથમ ચૂંટણીમાં જ ટીવીકેનું બંપર પ્રદર્શન, જો કે દેશમાં આવું પહેલી વાર બન્યું નથી

૧૯૮૩માં તેલુગુ અભિનેતા એન ટી રામારાવે આંધ્રપ્રદેશમાં પ્રચંડ જીત મેળવી હતી

આસામમાં આસામ ગણ પરિષદે ૧૯૮૩માં પ્રથમવાર ચુંટણી લડીને જીતી હતી

Updated: May 4th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુમાં પ્રથમ ચૂંટણીમાં જ ટીવીકેનું બંપર  પ્રદર્શન, જો કે દેશમાં આવું પહેલી વાર બન્યું નથી 1 - image

નવી દિલ્હી,4 મે,2026,સોમવાર 

તમિળ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતામાંથી નેતા બનીને સૌને ચકિત કરી દીધા છે. ૨૦૨૪માં વિજયે તમિલાગા વેટ્રી કષગમ (ટીવીકે)ની સ્થાપના કરી હતી. આ પાર્ટીએ માત્ર બે જ વર્ષમાં દક્ષિણ ભારતના મહત્વના રાજય તમિલનાડુના સત્તાની નજીક પહોંચી છે. ચૂંટણી લડવાનો કોઇ જ રાજકિય અનુભવ ન હોવા છતાં ૧૦૮ બેઠકો મેળવીને ટીવીકેએ પરંપરાગત રાજકિય પક્ષ ડીએમકે અને એઆઇડીએમકેને હાંસિયામાં ધકેલી દીધા છે. જો કે ભારતના રાજકીય ઇતિહાસમાં પ્રથમ ચૂંટણી લડવાની સાથે જ જીત મેળવીને સત્તા મેળવી હોય એવું આ પહેલીવારનું નથી. 

અગાઉ દિલ્હીમાં આમ આદમી પાર્ટી, આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ અને આસામમાં આસામ ગણ પરિષદ પ્રથમ ચૂંટણીમાં જ સત્તા મેળવી હતી. આમ આદમી પાર્ટીએ વર્ષ ૨૦૧૩માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની રાજકીય પારીની શરુઆત કરીને કુલ ૭૦ વિધાનસભા બેઠકમાંથી ૨૮ બેઠકો જીતી હતી. આમઆદમી પાર્ટીના સ્થાપક સુત્રધાર અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના ટેકાથી સરકાર રચી હતી. આસામમાં આસામ ગણ પરિષદ (એજીપી) ૧૯૮૫માં સ્થાપના પછી પ્રથમવાર ચુંટણી લડીને સત્તા મેળવી હતી. તેલુંગુદેશમ પાર્ટીએ ૧૯૮૩માં આંધ્રપ્રદેશની વિધાનસભામાં ૨૧૦ બેઠકો સાથે ભારે બહુમતિ મેળવી હતી. આંધ્રપ્રદેશની તેલુગુ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા એન્ટી રામારાવે ટીડીપીની રચના કરીને કોંગ્રેસ પાસેથી સત્તા આંચકીને તરખાટ મચાવ્યો હતો.