(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧
આગામી સપ્તાહથી યુરોપિયન યુનિયનથી આવતી કારો અને ટ્રકો પર
લાગતા ટેરિફને વધારી ૨૫ ટકા કરવામાં આવશે તેમ અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
ટ્રમ્પનાં આ નિર્ણયને કારણે પડકારજનક સમયમાં વૈશ્વિક
અર્થતંત્રને આંચકો લાગી શકે છે. ટ્રમ્પે એક પોસ્ટમાં ઇયુ પર આરોપ મૂક્યો છે કે તે
અમારી સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલનું પાલન કરી રહ્યાં નથી.
જો કે ટ્રમ્પે આ મુદ્દે વિગતવાર માહિતી આપી નથી. ઉલ્લેખનીય
છે કે ટ્રમ્પ અને યુરોપિયન યુનિયનનાં પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ગયા વર્ષે
જુલાઇમાં ટ્રેડ ડીલ અંગે સંમત થયા હતાં.
જેમાં મોટા ભાગની વસ્તુઓ પર ૧૫ ટકા ટેરિફ નક્કી કરવામાં
આવ્યો હતો. અમેરિકા અને ઇયુ બંનેએ પ્રથમ વેપાર માળખાને સંરક્ષિત કરવાની પોતાની
પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.
જેને ટર્નબેરી સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. જેનું નામ
સ્કોટલેન્ડમાં ટ્રમ્પનાં ગોલ્ફ કોર્સનાં નામ પરથી રાખવામાં આવ્યું હતું.
જો કે ૨૦૨૫ના સોદાની સ્થિતિ પર પ્રથમ વખત શંકા એ વખત ગઇ
જ્યારે ચાલુ વર્ષે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પની પાસે આર્થિક
ઇમરજન્સી જાહેર કરવા અને ઇયુની વસ્તુઓ પર
ટેરિફ લગાવવાનો કાયદાકીય અધિકાર નથી.
સમજૂતીમાં ઇયુની વસ્તુઓ પર ૧૫ ટેરિફ નાખવામાં આવ્યું હતું. જો
કે સુપ્રીમના ચુકાદા પછી આ ટેરિફ ઘટાડી દસ ટકા કરવામાં આવ્યો હતો.


