India

ગાઝિયાબાદમાં વેપારીઓએ ''નો યુપીઆઈ''ના બોર્ડ લગાવ્યાં

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
ગાઝિયાબાદના વેપારીઓએ તેમની દુકાનો બહાર "UPI પેમેન્ટ સ્વીકારાશે નહીં" તેવી નોટિસ લગાવવાનું શરૂ કર્યું છે. 15 ઓક્ટોબરથી ₹2,000 ઉપરના UPI વ્યવહારો પર લાગુ થનાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જના વિરોધમાં આ પગલું ભરાયું છે. વેપારીઓ ગ્રાહકોને ₹2,000થી વધુની ખરીદી માટે રોકડ લાવવાની સલાહ આપી રહ્યા છે, કારણ કે આ બોજ ગ્રાહકો પર પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાઝિયાબાદમાં વેપારીઓએ ''નો યુપીઆઈ''ના બોર્ડ લગાવ્યાં

ગાઝિયાબાદ : ગાઝિયાબાદના વેપારીઓએ તેમના દુકાનોની બહાર નોટિસ લગાવવાનો પ્રારંભ કરી દીધો છે કે યુપીઆઇ પેમેન્ટ સ્વીકારાશે નહીં. તેઓએ ૧૫ ઓક્ટોબરથી ૨,૦૦૦ ઉપરના પ્રસ્તાવિત યુપીઆઈ વ્યવહારો પર લાદવામાં આવેલી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ચાર્જના વિરોધમાં આ બોર્ડ લગાવ્યા છે.
તેઓનું કહેવું છે કે સરકાર ભલે કહે કે એમડીઆરનો ચાર્જ મર્ચન્ટ આપશે, પરંતુ છેવટે તેનો અંતિમ બોજો તો ગ્રાહકો પર જ પડશે. વેપારીઓ ગ્રાહકોને સલાહ આપી રહ્યા છે કે તેઓ ૧૫ ઓક્ટોબરથી ૨,૦૦૦ રુપિયાની ખરીદી માટે રોકડ લઈને જ આવે.
પ્રસ્તાવિત એમડીઆર ગાઝિયાબાદમાં વેપારીઓ અને દુકાનદારો માટે ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો બની શકે છે. તેનું કારણ એ છે કે ઘણા લોકોએ આ પગલાંનો વિરોધ કર્યો છે. વેપારીઓએ ગ્રાહકોને ચેતવણી આપી દીધી છે કે એક વખત ઊંચા મૂલ્યના ચાર્જ અસ્તિત્વમાં આવ્યા પછી યુપીઆઈ અહીં સ્વીકારવામાં નહીઁ આવે.
નવા માળખા હેઠળ બે હજાર રુપિયાથી વધુ રકમના પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેકશન પર ૦.૪ ટકા એમડીઆઈ ચાર્જ ૧૫ ઓક્ટોબરથી લાગશે. જ્યારે ૭૫ હજારથી વધુ રકમના સોદા પર રુ. ૩૦૦નો ચાર્જ લાગશે. જ્યારે વ્યક્તિઓ વચ્ચે યુપીઆઈ ચૂકવણી મફત રહેેશે. આમ જો તમે દુકાનમાંથી ૧,૫૦૦ રુપિયાની વસ્તુ ખરીદી હોય તો તેના પર યુપીઆી ચાર્જ નહીં લાગે.
એનપીસીઆઈના ઓગસ્ટના આંકડા દર્શાવે છે કે પીટુએમના ૮૬ ટકા યુપીઆઈ વ્યવહાર રુ. ૫૦૦થી નીચેના છે. જ્યારે ૫૦૧થી ૨૦૦૦ રુપિયા સુધીના વ્યવહારનું પ્રમાણ ૧૦ ટકા છે. આમ એમડીઆર ચાર્જ ફક્ત ચાર ટકા વ્યવહારો પર જ લાગશે.