India

'આ તો અશ્પૃશ્યતા કહેવાય..' ખડગે માટે રાહુલ ગાંધીએ માગ્યો ન્યાય, કહ્યું - જલદી FIR નોંધો

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હલ્દવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા પછી કથિત 'શુદ્ધિકરણ' મુદ્દે ભાજપ-આરએસએસ પર પ્રહાર કર્યા. રાહુલે આરોપ લગાવ્યો કે આ કૃત્ય અશ્પૃશ્યતાની માનસિકતા દર્શાવે છે, જે બંધારણ મુજબ અપરાધ છે. તેમણે ભાજપ સરકારને આ મામલે FIR નોંધી કાર્યવાહી કરવા ચેતવણી આપી. દેશમાં બે વિચારધારા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવાનું પણ જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'આ તો અશ્પૃશ્યતા કહેવાય..' ખડગે માટે રાહુલ ગાંધીએ માગ્યો ન્યાય, કહ્યું - જલદી FIR નોંધો

Rahul Gandhi and Kharge News : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની સભા બાદ હલ્દવાનીમાં કથિત 'શુદ્ધિકરણ'ની પ્રક્રિયા અંગે ભાજપ અને આરએસએસ સામે નિશાન તાક્યું. રાહુલે આરોપ લગાવ્યો કે આ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન ખરેખર તો અશ્પૃશ્યતાની એ જ માનસિકતા દર્શાવે છે જેને ભારતીય બંધારણ અપરાધ ગણાવે છે.

બે વિચારધારા વચ્ચે વર્તમાન સમયમાં જંગ ચાલી રહ્યો છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે હાલના સમયમાં દેશમાં બે વિચારધારાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. એક બાજુ બંધારણ, ડૉ. ભીમરાવ આંબેડકર, ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલની વિચારધારા છે તો તો બીજી બાજુ ભાજપ અને આરએસએસની વિચારધારા છે. હું ભાજપ સરકારને ચેતવણી આપી રહ્યો છું કે તે હલ્દવાનીમાં બનેલી ઘટના મામલે વહેલી તકે એફઆઇઆર નોંધે અને કાર્યવાહી કરે.

ભાજપ-આરએસએસ પર આકરા પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે 'રાજસ્થાનના સીએલપી નેતા એક મંદિરે જાય છે અને ભાજપના નેતાઓ શુદ્ધિકરણ કરે છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ દેશ અને બંધારણ માટે આખું જીવન સમર્પિત કરી દીધું. જ્યારે તે હલ્દવાનીમાં રામલીલાના મેદાનમાં ભાષણ આપવા ગયા તો ત્યાં પણ શુદ્ધિકરણ કરાયું. આવું તો ભાજપ અને આરએસએસના લોકો જ કરે છે અને બંધારણ હેઠળ તો આ અપરાધ જ છે. આને અશ્પૃશ્યતા જ કહેવાય.'