બારામતી એરપોર્ટ પર 8 મહિનામાં ત્રીજું વિમાન ક્રેશ, અજિત પવારનું નિધન અહીં જ થયું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Baramati Plane Crash News : મહારાષ્ટ્રના પુણે સ્થિત બારામતી એરપોર્ટ પર રવિવારે બપોરે એક ખાનગી કંપનીનું તાલીમી વિમાન (ટ્રેનિંગ એરક્રાફ્ટ) દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં વિમાનમાં સવાર ટ્રેની પાઇલટનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત રવિવારે બપોરે આશરે 12:35 વાગ્યે એરપોર્ટ પરિસરમાં રનવેથી થોડે દૂર ગોજુબાવી ગામ નજીક બન્યો હતો. એરક્રાફ્ટમાં માત્ર ટ્રેની પાઇલટ એકલો જ સવાર હતો. ઘટનામાં વિમાનને સામાન્ય નુકસાન પહોંચ્યું છે, જ્યારે પાઇલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
8 મહિનામાં બારામતીમાં ત્રીજો વિમાન અકસ્માત
બારામતી એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 8 મહિનાના સમયગાળામાં વિમાન દુર્ઘટના બનવાની આ ત્રીજી ઘટના છે:
જાન્યુઆરી 2026: આ જ વર્ષના પ્રારંભમાં જાન્યુઆરી મહિનામાં મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી (ડેપ્યુટી CM) અજિત પવાર અને અન્ય ચાર લોકોનું બારામતી એરપોર્ટ નજીક પ્લેન ક્રેશ થતાં દુઃખદ નિધન થયું હતું.
13 મે 2026: બારામતીમાં જ એક ખાનગી કંપનીનું અન્ય એક તાલીમી વિમાન અકસ્માતગ્રસ્ત થયું હતું, જોકે તે સમયે પણ કોઈને ગંભીર ઈજા પહોંચી નહોતી.
9 ઓગસ્ટ 2026: રવિવારે બપોરે ટ્રેનિંગ એરક્રાફ્ટ રનવે નજીક ક્રેશ થયું, જેમાં પાઇલટનો બચાવ થયો છે.
ટૂંકા સમયગાળામાં એક પછી એક બની રહેલી આ વિમાન દુર્ઘટનાઓને પગલે એરપોર્ટ પરિસરની ઉડ્ડયન સુરક્ષા અને ટ્રેનિંગ પ્રોટોકોલ્સ સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.









