India

મથુરામાં ગુજરાતી પરિવાર સાથે 3 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
મથુરા પોલીસે ગુજરાતી પરિવાર સાથે થયેલી 2 કરોડ 90 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જૈત પોલીસ સ્ટેશન ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી, જેમણે ગાંધીનગરના રાકેશ પ્રજાપતિને આશ્રમ બનાવવાની લાલચ આપી તેમના વૃંદાવનના ફ્લેટમાંથી રોકડ અને દાગીના ચોર્યા હતા. પોલીસે 2 કરોડ રોકડા અને 60 લાખથી વધુના દાગીના જપ્ત કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મથુરામાં ગુજરાતી પરિવાર સાથે 3 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Uttar Pradesh News: મથુરાની જૈત પોલીસ સ્ટેશનની ટીમે ગુજરાતી પરિવાર સાથે થયેલી 2 કરોડ 90 લાખની સનસનાટીભરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 2 કરોડ રોકડા અને 60 લાખથી વધુના ઘરેણાં રિકવર કર્યા છે.

ચોરીની ઘટનાનો સફળ પર્દાફાશ

મથુરાના જૈત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે 4 મહિના જૂની મોટી ચોરીની ઘટનાનો સફળ પર્દાફાશ કર્યો છે. ગુજરાતના ગાંધીનગરના વતની રાકેશ પ્રજાપતિ પોતાના દીકરા માનવ પ્રજાપતિ સાથે વૃંદાવનમાં રહેવા આવ્યા હતા. તેમણે પોતાની મિલકત વેચીને મળેલી રકમ એક ફ્લેટમાં રાખી હતી. ત્યાં તેમની મુલાકાત ગેસ્ટ હાઉસ સંચાલક આલોક અને રાજન સાથે થઈ હતી. આરોપીઓએ તેમને આશ્રમ બનાવવાની લાલચ આપી હતી અને મોકો મળતાં જ તેમના ફ્લેટમાંથી 2 કરોડ 90 લાખ ચોરી લીધા હતા. પોલીસે આ મામલે ઊંડી તપાસ હાથ ધરીને ચાર રીઢા ચોરોને ઝડપી લીધા છે.

4 આરોપીઓની ધરપકડ

મથુરાના SSP શ્લોક કુમારે જણાવ્યું કે, જૈત પોલીસે તત્પરતા દાખવીને આ ઘટનામાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બદમાશોના નામ રાજન, આલોક, પ્રેમ સાગર અને હિરેન છે, જેમાંથી પ્રેમ સાગર અને હિરેન ગુજરાતના જ રહેવાસી છે.

રોકડ 2 કરોડ સહિત સોનાના ઘરેણાં રિકવર

પોલીસે આ આરોપીઓના કબજામાંથી ચોરી થયેલી રકમમાંથી 2 કરોડની માતબર રોકડ રકમ રિકવર કરી છે. આ સાથે જ 60 લાખથી વધુની કિંમતના સોનાના ઘરેણાં, મોબાઈલ ફોન અને ઘડિયાળ પણ રિાકવર કરી લીધી છે.