એફ-35 દુનિયાનું સૌથી પ્રબળ અને સૌથી મોંઘું યુદ્ધ વિમાન છે તેની ઉપરના હુમલામાં ઈરાને સ્વનિર્મિત 373 સીસ્ટીમનો ઉપયોગ કર્યો હતો
નવી દિલ્હી: ઈરાને દાવો કર્યો છે કે દુનિયાનાં સૌથી વધુ આધુનિક અને સૌથી પ્રબળ ફાયટર જેટ એફ-૩૫ને તેણે ગંભીર અને ઈજાગ્રસ્ત કર્યું છે. રેડાર સ્ક્રીન ઉપરથી આ ફાયટર દુનિયાનું એક સૌથી પ્રબળ અને સૌથી મોંઘુ યુદ્ધ વિમાન છે.
ઈરાનના ઈસ્લામિક રીવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ જણાવે છે કે, ગઈકાલે બપોરે (ઈરાનના સમય મુજબ) ૨.૫૦ કલાકે મધ્ય-ઈરાનની એર-સ્પેસ ઉપર તે વિમાન તોડી પડાયું હતું.
કેટલાક રીપોર્ટસ અને ઈરાની મીડીયાનાં જણાવ્યા મુજબ તે હુમલામાં ઈરાને સ્વનિર્મિત બાવર-૩૭૩ એર-ડીફેન્સ સીસ્ટીમનો ઉપયોગ કર્યો હતો.
ઈરાન વધુમાં જણાવે છે કે તેમાં 'પેસિવ સેન્સર ટેકનિકનો' ઉપયોગ કરવામાં આવ્યો હતો જે રેડાર સિગ્નલ છોડયા વિના જ વિમાન શોધી શકે છે. ઈરાને તે ટેકનિક દ્વારા તોડી પડાયેલાં કે ઈજાગ્રસ્ત કરાયેલાં એફ-૩૫ વિમાનને તેની એર ડીફેન્સ સીસ્ટીમે 'હીટ' કર્યું તે દર્શાવવામાં આવ્યું છે. આ એફ-૩૫માં નીચે મુજબની વિશિષ્ટતાઓ છે. (૧) તે સ્ટીલ્થ પ્રકારનું વિમાન છે એટલે રેડારમાં ઝડપાતું નથી તેની ઉપર ચઢાવેલું કાર્બનનું પડ રેડારમાંથી છોડવામાં આવેલાં વીજ તરંગોને શોષી લે છે. તેથી તે પાછા ફરી શકતાં નથી તેથી એફ-૩૫ અદ્રશ્ય જ રહે છે. (૨) આ વિમાન એર-ટુ-એર અને એર-ટુ-ગ્રાઉન્ડ બોમ્બવર્ષા કરી શકે છે સાથે જાસૂસી પણ કરી શકે છે. (૩) તેની ગતિ ધ્વનિથી પર વધુ છે તે 'સુપર સોનિક' છે. તેની ગતિ આશરે ૧,૯૩૧ કી.મી. કલાક જેટલી છે. (૪) તેમાં એડવાન્સડ સેન્સર-સ્યુટ અને રેડાર છે જે પાયલોટને ૩૬૦ ડીગ્રીનો વ્યૂ આપી શકે છે.
આવા એક એફ-૩૫ વિમાનને ઈરાનની ડીફેન્સ સીસ્ટીમે ભારે નુકસાન પહોંચાડયું છે તેમ અમેરિકાએ પોતે જ કબૂલ્યું હતું, તેનાં સેન્ટ્રલ યુએસ કમાન્ડે પણ તે સ્વીકાર્યું હતું. તેણે જણાવ્યું હતું કે તે વિમાનને નુકસાન થતાં તેને તુર્તજ અમેરિકન એર-બેઝ ઉપર ઉતારી દેવાયું હતું અને પાયલોટ સુરક્ષિત બહાર આવી શક્યો હતો. જોકે તેણે ઈમર્જન્સી લેડીંગ શા માટે કરવું પડયું તે અંગે તપાસ શરૂ થઈ ચૂકી છે.
બ્લુમ્બર્ગના રીપોર્ટ પ્રમાણે હજી સુધીમાં અમેરિકાએ તે યુદ્ધમાં ઓછામાં ઓછાં ૧૬ વિમાનો ગુમાવ્યા છે તેમાં ઘણાં એમ.ક્યુ-૯, રીમર-ડ્રોન પણ સામેલ છે, તે બધાં ઈરાનની એર ડીફેન્સ સીસ્ટીમનો ભોગ બન્યાં છે તે માટે વપરાતાં ડ્રોન્સ પણ એવા બનાવાયા છે તેને તોડી પાડવામાં આવે તો પણ બહુ નુકશાન ન થાય.


