India

SCO બેઠકમાં પાકિસ્તાનને આમંત્રણ કેમ અપાયું? વિદેશ મંત્રાલયે જણાવ્યું કારણ

By GS Team
28 Oct 20261 min read
TukuTouch Logo
ભારતે SCO સમિટ માટે પાકિસ્તાનને આમંત્રણ મોકલ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે આ નિયમિત પ્રક્રિયાનો ભાગ છે, કારણ કે પાકિસ્તાન સંગઠનનું સભ્ય છે. ભારતના પાકિસ્તાન પ્રત્યેના વલણમાં કોઈ બદલાવ નથી. આ આમંત્રણ બહુપક્ષીય સંમેલન માટે છે અને દ્વિપક્ષીય સંબંધો સાથે તેને કોઈ લેવાદેવા નથી. આંતરરાષ્ટ્રીય મંચના શિષ્ટાચારનો ભાગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SCO બેઠકમાં પાકિસ્તાનને આમંત્રણ કેમ અપાયું? વિદેશ મંત્રાલયે જણાવ્યું કારણ

India Invite Pakistan For SCO Summit : શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની આગામી બેઠકને લઈને ભારતે પાકિસ્તાનને આમંત્રણ મોકલ્યું છે. આ મુદ્દે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સંસ્થાના તમામ સભ્ય દેશો તેમજ ભાગીદાર દેશોને બેઠક માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પાકિસ્તાનને મળેલો આ પત્ર એક સામાન્ય સંગઠનાત્મક પ્રક્રિયાનો ભાગ છે અને તેને અન્ય કોઈ રીતે જોવો જોઈએ નહીં.

નિયમિત પ્રક્રિયા મુજબ આમંત્રણ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે 28 ઓક્ટોબરના રોજ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે SCO બેઠક માટે તમામ સભ્ય અને સહયોગી રાષ્ટ્રોને બોલાવવા એ નિયમિત વહીવટી પ્રક્રિયા છે. પાકિસ્તાન આ સંગઠનનો સભ્ય દેશ હોવાના કારણે તેને આ બેઠકમાં ભાગ લેવા નિમંત્રણ મળ્યું છે.

પાકિસ્તાન પ્રત્યે ભારતના વલણમાં કોઈ બદલાવ નથી

ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધો વિશે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા પ્રવક્તાએ સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન તરફ ભારતની નીતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ‘ઓપરેશન સિંદૂર’ પછી પહેલીવાર આ સ્તરનું આમંત્રણ ગયું હોવા છતાં, ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે પાકિસ્તાન સાથેના સંબંધો પર દેશનું કડક વલણ અગાઉની જેમ જ યથાવત છે.

દ્વિપક્ષીય સંબંધો સાથે કોઈ લેવાદેવા નથી

વિદેશ મંત્રાલયે ફરી પુનરોચ્ચાર કર્યો કે બહુપક્ષીય સંમેલન માટે અપાયેલા આમંત્રણને ભારતની કૂટનીતિક નીતિમાં પરિવર્તન તરીકે ન ગણવું જોઈએ. SCO વિદેશ મંત્રીઓની બેઠક બાદ પાકિસ્તાનના વરિષ્ઠ મંત્રીને આમંત્રણ મળવાની બાબત માત્ર આંતરરાષ્ટ્રીય મંચના શિષ્ટાચારનો ભાગ છે, દ્વિપક્ષીય વાટાઘાટોની શરૂઆત નથી.