Astro

વાંચો તમારું 28 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
28 Oct 20261 min read
TukuTouch Logo
આજે મેષ રાશિના જાતકોને બેંક, વીમા કે શેરબજારના કામમાં અનુકૂળતા રહેશે. વૃષભ રાશિના લોકોને ધાર્યા કામ થતાં ઉત્સાહ વધશે. કર્ક રાશિના જાતકોને અચાનક કામમાં સાનુકૂળતા મળતાં પરદેશના કામમાં પ્રગતિ થશે. કન્યા રાશિના લોકોને દેશ-પરદેશના કામમાં સફળતા મળશે. મીન રાશિના લોકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થતા આનંદ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 28 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થઈ શકે. સામાજિક-વ્યવહારિક કામ રહે.
વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.
મિથુન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામકાજમાં આપે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામમાં ખર્ચ જણાય.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કાર્યમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર રહે.
તુલા : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ રહે.
મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનની ચિંતા ઓછી થાય.
કુંભ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં વિલંબ થાય.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ રહે. ભાઈભાડુંવર્ગનો સહકાર મળી રહે.

  • અગ્નિદત્ત પદમનાભ